મૂડ એન્ડ માઇન્ડ:ચિંતાનું ચામડી સાથેનું કનેક્શન

એક મહિનો પહેલાલેખક: ડો. સ્પંદન ઠાકર
  • કૉપી લિંક

સ્વાતિને કેટલાક વખતથી ગમે ત્યારે ખંજવાળ આવવાનું ચાલુ થઇ જાય, ઘણી વખત તો એટલી ખંજવાળ આવે કે ચામડી ઉપર ઘસરકા પડી જાય અને ઘરવાળાએ રોકવી પડે. સ્કિન સ્પેશિયાલિસ્ટની દવા પછી સારું થાય પણ પાછું એનું એ જ. ખાવા-પીવામાં ઘણી બધી પરેજી રાખવા છતાં જોઈએ એવો ફરક પડતો ન હતો. ચામડીના ડોકટરે કહ્યું કે આ સાયકોજનિક ઇચિંગ હોઈ શકે છે. તો શું માઈન્ડ સાથે ખંજવાળનું કોઈ કનેક્શન ખરું? ઘણીવાર થાય કે શરમથી ચહેરો લાલ થઇ જાય, કંઈક એક્સાઈટિંગ ન્યૂઝ સાંભળીયે તો ગૂઝબમ્પ આવી જાય, એંગ્ઝાયટીમાં પેટમાં પતંગિયા ફરતા હોય તેવી ફીલ આવે તે જ રીતે સ્ટ્રેસના લીધે ખંજવાળ આવી શકે છે. સાયકોજનિક ઇચિંગ કોમન નથી તો એમ કહી શકાય કે રેર પણ નથી. જયારે સ્ટ્રેસ આવે છે તો શરીર ફાઈટ-ફાઇટ-ફ્રીઝની સ્થિતિ પેદા કરે છે. આ માટે કોર્ટિસોલ અને અેડ્રેનાલીન કેમિકલનો સ્ત્રાવ જવાબદાર છે જેના લીધે હિસ્ટામાઇન નામનું કેમિકલ પેદા થાય છે. આ કેમિકલ ખંજવાળ માટે કારણભૂત છે. જયારે લાંબા સમય સુધી સ્ટ્રેસ રહેવા લાગે તો બોડી એક પ્રકારનું કનેક્શન પેદા કરે છે જે ઇચિંગ માટે ઈચ્છા જગાડે છે. જેમ વ્યક્તિ પોતાના વિચારોને રોકી શકતો નથી તે રીતે સાયકોજનિક ઇચિંગ પણ રોકી શકાતી નથી. આ પ્રકારની સ્થિતિ રાત્રે વધારે પેદા થઇ શકે છે જેને નોક્ટર્નલ પ્રુરાઇટિસ કહેવાય છે. રાત્રે નીરવ શાંતિના લીધે મગજમાં વિચારોનો વેગ વધી જાય છે. સ્કિનમાં બ્લડ ફલૉ વધારે હોય અને ભેજ ઘટી જવાના લીધે હિસ્ટામાઇન એક્ટિવિટી વધી જાય છે. તે સમયે વધારે ઇચિંગ થવાની શક્યતા વધે છે. સ્કિન સ્પેશિયાલિસ્ટ દ્વારા પણ દવાઓ અને ક્રીમ ઉપરાંત ઓછા ડોઝની એન્ટીડિપ્રેસન્ટ દવાઓ અને સાયકોલોજિકલ કાઉન્સલિંગની સલાહ આપવામાં આવે છે. જયારે કોઈ રોગમાં સ્ટ્રેસનો ભાગ હોય ત્યારે તે રોગ મટવામાં વાર વધારે લગતી હોય છે. કોઈપણ લાંબા સમયની બીમારીમાં ક્યાંક અને ક્યાંક સ્ટ્રેસ ભાગ ભજવે જ છે જેથી એ દરમિયાન સાઇક્યિાટ્રિસ્ટની મદદ લેવામાં સંકોચ રાખવો જોઈએ નહીં. મૂડ મંત્ર - મનની શક્તિઓ અથાગ છે, તેથી તેની અસર શરીર ઉપર ઘણીબધી જગ્યાએ પડી શકે છે. આ પ્રકારની સ્થિતિ ખાસ કરીને સુષુપ્ત અવસ્થામાં રહેલા મન દ્વારા પેદા થાય છે જેથી અજુગતું લાગવા છતાં તેનો યોગ્ય ઈલાજ કરાવવાનો નિર્ણય સલાહભર્યું છે. drspandanthaker@gmail.com

અન્ય સમાચારો પણ છે...