તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેટિંગ ડાયરી:ઓફિસના એક પ્રોજેક્ટે બદલી બે જિંદગી

5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રોજેક્ટનાં કામ દરમિયાન ઓફિસેથી પાછાં આવતાં મોડું થઇ જતું, ત્યારે એ પોતે ખાસ કાળજી રાખી મને ઘરે મૂકી જતો

- ડિમ્પલ

વાત છે આજથી દસ વર્ષ પહેલાંની, જ્યારે મારી વય હતી માત્ર અઢાર વર્ષ. કોલેજમાં સેકન્ડ યરમાં અભ્યાસ કરતી અને મનમાં ગ્રેજ્યુએશન કર્યાં બાદ કોઇ સારી જોબ કરવા સાથે સમયસર લગ્ન કરી લેવાનાં સમણાં લઇને ફરતી હતી. ગ્રેજ્યુએશન કર્યાં બાદ મને એક સારી જોબ મળી ગઇ. એવામાં મારી સાથે જ જોબ કરતા એક યુવાન સાથે મારા બોસે મને એક પ્રોજેક્ટ સોંપ્યો. આ પ્રોજેક્ટનાં કામ દરમિયાન મારે ઘણી વાર રાત્રે ઓફિસેથી પાછાં આવતાં મોડું થઇ જતું, ત્યારે એ પોતે અલગ એરિયામાં રહેતો હોવા છતાં મને ઘરે મૂકી જતો. ધીરે ધીરે મારા મનમાં એના પ્રત્યે લાગણી ઉત્પન્ન થવા લાગી. ડર એક વાતનો હતો કે એ મારી જ્ઞાતિનો નહોતો, પણ પ્રેમ ક્યાં નાત-જાતને જુએ-માને છે?

આખરે એક દિવસ મેં હિંમત કરીને એને પૂછ્યું, ‘આપણે આટલા દિવસોથી સાથે પ્રોજેક્ટ કરી રહ્યાં છીએ, પણ તમારા વિશે મને કંઇ ખબર નથી.’ ત્યારે એણે જવાબ આપ્યો, ‘તમારી સરખામણીએ હું સામાન્યથી પણ ઊતરતા ક્રમે જીવતા લોકોમાંનો એક છું. મારી શું વાત કરું?’ અને ત્યારે મને થયું કે એના મનમાં પણ મારા પ્રત્યે લાગણી છે, પણ એ આ કારણસર વ્યક્ત નથી કરતો. ઘરે જઇને મેં મારા મનની વાત મારાં મમ્મીને જણાવી અને મમ્મી-પપ્પાએ મારા પર વિશ્વાસ મૂક્યો. તેમણે એ યુવાનને ઘરે બોલાવી તમામ પૂછપરછ કરી અને એનાં માતા-પિતા સાથે વાત કરી. થોડા દિવસો બાદ અમારી સગાઇના પેંડા જ્યારે ઓફિસમાં સૌને ખવડાવ્યાં ત્યારે મારા બોસે મને કહ્યું, ‘મને એ વાતનો આનંદ છે કે આ પ્રોજેક્ટ બે વ્યક્તિનાં જીવનને પણ એક કરી ગયો છે.’ આજે અમારાં લગ્નને સાતથી વધારે વર્ષો પસાર થઇ ગયાં છે, પણ આજેય જ્યારે મારા પતિને કોઇ પ્રોજેક્ટ સોંપવામાં આવે ત્યારે એ કાયમ મને સાથે રાખે છે. પ્રોજેક્ટને કારણે તો અમે બંને મળ્યા અને એક થયાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો