ટેક-બ્યુટી:નખને સુંદરતાના વાઘા પહેરાવવામાં મદદરૂપ થતી એપ્લિકેશન

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં નેલ આર્ટના આઇડિયા આપતી અનેક મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ છે જેમાં YouCam Nails લોકપ્રિય છે. આ એપમાં અનેક કલર્સ અને પેટર્નની મદદથી નેલ ડિઝાઇન ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનની મદદથી તમે યુનિક મેનિક્યોર લુક ડિઝાઇન કરી શકો છો

હાલમાં યુવતીઓમાં નેલ આર્ટ પ્રત્યે આકર્ષણ વધ્યું છે. તેઓ પ્રસંગોપાત નખ પર અલગ અલગ ડિઝાઇન કરીને નેલ આર્ટ કરાવતી થઇ છે. આ નેલ આર્ટ મોટાભાગે પાર્લરમાં કરવામાં આવે છે પણ આ વિકલ્પ થોડો ખર્ચાળ છે. જો થોડી સર્જનાત્મકતા વાપરવામાં આવે તો ઘરે પણ આ નેલ આર્ટ કરી શકાય છે. યુવતીઓમાં નેલ આર્ટ કરવા એ અનિવાર્ય ફેશન ટ્રેન્ડ બન્યો છે, ત્યારે અમુક પ્રકારના નેલ આર્ટ ખુબ જ આકર્ષક હોવાની સાથે સાથે ખર્ચાળ પણ હોય છે. જોકે માર્કેટમાં એવી કેટલીક એપ ઉપલબ્ધ છે જેની મદદ લેવામાં આવે તો એમાંથી આઇડિયા મેળવીને ઘરે જ નેલ આર્ટ કરીને નખને સારી રીતે શણગારી શકાય છે અને નખ ખુબ જ સુંદર લાગે છે. વારંવાર નખ પર નેલ આર્ટ કરવાથી નખની આસપાસની સ્કિનને પણ નુકશાન થાય છે તો તેના ઉપચાર માટે નખ તેમજ સ્કિનને સમયાંતરે ડિટોક્સ કરાવવા જોઈએ. હાલમાં નવા નવા નેલ આર્ટના આઇડિયા આપતી અનેક મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ છે જેમાં YouCam Nails લોકપ્રિય છે. આ એપમાં અનેક કલર્સ અને પેટર્નની મદદથી નેલ ડિઝાઇન ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનની મદદથી તમે યુનિક મેનિક્યોર લુક ડિઝાઇન કરીને બહુ ઝડપથી તમે ગમે એવી નેલ ડિઝાઇન સિલેક્ટ કરી શકો છો. YouCam Nailsનાં મહત્ત્વનાં ફિચર્સ Â અવનવી નેલ ડિઝાઇન કરવા માટે 65 કરતા વધારે સોલિડ અને ગ્લિટર પોલીશ કલર્સના વિકલ્પ. Â 25 કરતા વધારે પેટર્નનો વિકલ્પ જેમાં ક્લાસિક ફ્રેન્ચ મેનિક્યોર, પોલ્કા ડોટ્સ, ફ્લોરલ, હાર્ટ અને લેપર્ડ પ્રિન્ટ્સનો સમાવેશ થાય છે. Â 50 કરતા વધારે સ્ટાર્સ, ફ્લાવર્સ અને જિયોમેટ્રિક શેપના ફિચર્સ Â વધારે સારા નેલ આર્ટ આઇડિયા માટે ટ્યુટોરિયલ્સ અને અલગ અલગ વિડિયોની સુવિધા Â નેલ ડિઝાઇન અને સ્ટાઇલ ટિપ્સ અન્ય વ્યક્તિ સાથે શેર કરી શકવાની સુવિધા કઇ રીતે વાપરશો YouCam Nails? 1. ફોટો પસંદ કરો આ માટે તમે વિકલ્પમાં આપેલ મોડલનો હાથ પસંદ કરી શકો છો અથવા તો નવો ફોટો ક્લિક કરી શકો છો. આ ક્લિક કરેલા ફોટાનો સ્કિન ટોન પણ એડજેસ્ટ કરી શકો છો. 2. લુકને પોલીશ કરો કોઇ પણ એક રંગને પસંદ કરીને તમારી ઇચ્છા પ્રમાણે લુક આપો. તમે દરેક આંગળીને અલગ અલગ ડિઝાઇનથી સજાવી શકો છો અથવા તો દરેક આંગળીમાં સરખી ડિઝાઇન કરી શકો છો. 3. કસ્ટમાઇઝ કરો દરેક યુનિક આર્ટમાં તમે તમારી પસંદગીની ડિઝાઇન ઉમેરીને એને કસ્ટમાઇઝ કરી શકો છો. 4. ડેકોરેટ કરો નેલ આર્ટને અલગ અલગ બેકગ્રાઉન્ડ આપીને ડિઝાઇન કરો 5. સેવ અને શેર કરો આ ડિઝાઇનને સેવ અને શેર કરીને જરૂર પડે ત્યારે એની મદદ લઇ શકાય છે અને એને મિત્રો સાથે શેર પણ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...