એક્સેસરીઝ:ભરપૂર ગરબા રમ્યા પછી પણ તરોતાજા રાખતી એક્સેસરી

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરબા રમ્યા પછી પણ તાજગીસભર રહી શકાય અને મેકઅપ ખરાબ ન થાય એટલે કેટલીક ખાસ એક્સેસરીની કિટ હાથવગી રાખવાથી ફાયદો થાય છે

ભરપૂર ગરબા રમવાથી સુંદરી પરસેવે રેબઝેબ થઇ જાય એ સ્વાભાવિક છે. જોકે આવી રીતે ગરબા રમ્યા પછી પણ તાજગીસભર રહી શકાય અને મેકઅપ ખરાબ ન થાય એટલે કેટલીક ખાસ એક્સેસરીની કિટ હાથવગી રાખવાથી ફાયદો થાય છે અને ગણતરીની મિનિટોમાં ફરીથી ટીપટોપ તૈયાર થઇ શકાય છે. આ એક્સસરીની સાઇઝ નાની હોવી જોઇએ જેથી એને મોબાઇલ રાખવાના નાના પર્સ કે પાઉચમાં પણ સારી રીતે રાખી શકાય અને જરૂર પડે ત્યારે તરત જ એનો ઉપયોગ કરી શકાય છે. Â ટિશ્યૂ પેપર નવરાત્રિમાં ગરબા રમવા જાઓ ત્યારે પર્સમાં ટિશ્યૂ પેપર તો હોવા જ જોઈએ. ચહેરા પર સહેજ પણ પરસેવો થાય કે ચહેરો તૈલી થઈ ગયો હોય અથવા તો ગરબા રમતી વખતે કાજળ, આઇ લાઇનર કે લિપસ્ટિક ફેલાઈ જાય તો ટિશ્યૂ પેપરથી તેને લૂછી શકાય છે. આ સિવાય નાસ્તો કર્યા પછી મેક અપ ખરાબ ન થઇ જાય એ રીતે મોં સાફ કરવું હોય તો પણ ટિશ્યૂ પેપર કામ લાગે છે. Â પરફ્યૂમ કે બોડી સ્પ્રે પરસેવો થાય ત્યારે દુર્ગંધ થાય એ સ્વાભાવિક છે. પરસેવાની દુર્ગંધથી બચવા માટે માટે નાની સ્પ્રેની બોટલ કે પરફ્યૂમ સાથે જ રાખવું જેથી ઇચ્છો ત્યારે મહેકી શકો. Â લિપગ્લોસ અથવા લિપ બામ ગરબા રમીને મેકઅપ ભલે ઝંખવાઇ જાય પણ હોઠ પર લિપગ્લોસ કે લિપ બામ લગાવી દેવાથી તરત એના પર તરત શાઇન આવી જશે અને એ ખૂબ જ સરસ લાગશે. હોઠ પર થોડું મોઇશ્ચર વધારવાથી કોઈ નુકસાન નથી. તમારા ચમકતા હોઠને કારણે ચહેરો પ્રેઝન્ટેબલ લાગશે. Â કન્સીલર ગરબામાં પરસેવો થવાથી તથા ધૂળ અને માટીના કારણે ઘણી વાર ચહેરા પર અચાનક ખીલ ફૂટી નીકળતા હોય છે. આ નાનકડી ફોડલી ચહેરાની સુંદરતાને મારી ન નાખે તે માટે પ્રેસ્ડ પાઉડર ચહેરા પર લગાવતા સ્કિન ફ્રેશ અને નરમ લાગે છે. આ ઉપરાંત નાની ફોડલી કે ખીલ પર કન્સીલર પણ લગાવી શકાય. એ ત્વચા પર ઉપસી આવેલી ફોડલીને સંતાડી દેશે. Â હેર સ્પ્રે કે જેલ તૈયાર થઈને ગરબા રમવાની તો મજા આવે છે પણ સરસ મજાની હેર સ્ટાઇલ કરી હોય તે અસ્તવ્યસ્ત થઈ જાય તો તેને ફરી ખોલીને સરખી કરવાનો સમય હોતો નથી. આ સંજોગોમાં વિખરાઈ ગયેલા વાળને સરખા કરવા માટે હેર સ્પ્રે કે જેલ લગાવીને બેસાડી શકાય છે. ઓઈલી ત્વચા હોય તો હેર જેલનો ઉપયોગ ટાળવો.

અન્ય સમાચારો પણ છે...