તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસથાળ:આમળાની અવનવી વાનગીઓ

રિયા રાણા24 દિવસ પહેલા
 • કૉપી લિંક

આમળા કેન્ડી સામગ્રી : આમળા-1 કિલો, ખાંડ-700 ગ્રામ, બૂરું-1 ચમચી, ચાટ મસાલો-1 ચમચી રીત : સૌ પ્રથમ આમળાને સારી રીતે ધોઈને, સ્ટીમરમાં કાણાંવાળી પ્લેટ પર ઢાંકીને વરાળમાં 5થી 7 મિનિટ બાફી લો. બરાબર બફાઈ ગયા પછી અંદરથી ઠળીયા કાઢી લો. ત્યારબાદ એક ડબ્બામાં ખાંડ લઇ તેમાં બાફેલાં આમળા નાંખી મિક્સ કરી ઢાંકણ બંધ કરી 5થી 7 દિવસ રહેવા દો. દરરોજ દિવસમાં એક વાર ચમચાથી હલાવી લેવું. 5 દિવસ પછી ચાળણીમાં કાઢી લઇ 1 કલાક સુધી રહેવા દો જેથી બરાબર નીતરી જાય. ત્યારબાદ એક પ્લેટમાં ફેલાવી રૂમ ટેમ્પરેચર પર 3થી 4 દિવસ સૂકાવા દો. બરાબર સૂકાઈ ગયા પછી તેમાં દળેલી ખાંડ અને ચાટ મસાલા ઉમેરી મિક્સ કરી લો. એરટાઇટ ડબ્બામાં ભરી એક વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.

ઇમ્યૂનિટી બૂસ્ટર આમળા લાડુ

સામગ્રી : આમળા (સમારેલા)-3 કપ, સીડલેસ ખજૂર-2 કપ, દેશી ગોળ-અડધો કપ, અખરોટ-બદામ-કાજુ- પિસ્તા-દરેક 8થી 10 નંગ, સનફ્લાવર સીડ્ઝ-4 ચમચી, સફેદ તલ-4 ચમચી, ઘી-4 ચમચી, ઇલાયચી પાઉડર-અડધી ચમચી, સૂંઠ પાઉડર-અડધી ચમચી, મરી પાઉડર-1 ચમચી, કોપરાની છીણ-1 કપ, હૂંફાળું પાણી-પા કપ રીત : એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં અખરોટ, બદામ, કાજુ, પિસ્તા, સનફ્લાવર સીડ્ઝ નાખીને 2-3 મિનિટ શેકો. હવે તેમાં સફેદ તલ નાખી ફરી 1 મિનિટ શેકો. ઠંડુ થયા પછી મિક્સરમાં અધકચરું વાટી લેવું. હવે ખજૂર અને ગોળ તેમજ સમારેલાં આમળાને મિક્સરમાં અલગ અલગ વાટી લો. હવે પેનમાં ઘી ગરમ કરી તેમાં આમળાની પેસ્ટ ઉમેરી 2-3 મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં ખજૂરની પેસ્ટ ઉમેરી મિક્સ કરો ફરી 2-3 મિનિટ સાંતળો. તેમાં સૂંઠ પાઉડર, ઇલાયચી પાઉડર, અને મરી પાઉડર નાખી મિક્સ કરો. તૈયાર કરેલું ડ્રાયફ્રૂટ-સીડ્ઝનું મિશ્રણ ઉમેરો અને 1-2 મિનિટ માટે ધીમા તાપમાન પર થવા દો. ઠંડા મિશ્રણના ગોળા કોપરાની છીણમાં રગદોળી લો. આમળા લાડુ તૈયાર છે.

આમળા ચ્યવનપ્રાશ

સામગ્રી : આમળા- 1 કિલો, સાકર-દોઢ કિલો, ચ્યવનપ્રાશ મસાલો-2 ચમચી, તજ પાઉડર-1 ચમચી, લવિંગ પાઉડર-પા ચમચી, ઈલાયચી પાઉડર-1 ચમચી, ગંઠોડા પાઉડર-1 ચમચી, સૂંઠ પાઉડર-1 ચમચી, કેસર- ચપટી, ઘી-2 ચમચી રીત : સૌ પહેલા તાજા આમળા લઇને કૂકરમાં બાફી લેવા. આ પછી ઠળિયા કાઢી મિક્સરમાં ક્રશ કરી લો. કડાઈમાં ઘી મૂકવું અને પછી એમાં આમળાના ક્રશ કરેલ માવાને શેકવો. વાસણમાં સાકર ડૂબે તેટલું પાણી ઉમેરી ચાસણી કરવી. આમળાનો માવો તેમાં નાખી ઘટ્ટ થાય ત્યાં સુધી રાખવું. બધા મસાલા નાખવા અને યોગ્ય હલાવી ઠંડુ થાય એટલે બોટલમાં ભરવું.

આમળા પાચક ગોળી સામગ્રી : આમળાં- 1 કિલો, હરડે-50 ગ્રામ, આખા ધાણા-50 ગ્રામ, જીરું-50 ગ્રામ, સૂંઠ-50 ગ્રામ, મરી-50 ગ્રામ, બહેેડા-50 ગ્રામ, લીંડી પીપર-50 ગ્રામ, સંચળ પાઉડર-50 ગ્રામ, સિંધાલૂણ-50 ગ્રામ, તજ-50 ગ્રામ રીત : આમળાને વરાળમાં સારી રીતે બાફી લો. તેના ઠળિયા કાઢી તેની સારી રીતે પેસ્ટ બનાવી લો. બાકીની દરેક સામગ્રીને ક્રશ કરી પાઉડર બનાવી લો. આમળાની પેસ્ટમાં બધા મસાલા મિક્સ કરી અને સારી રીતે આ મિશ્રણની નાની નાની ગોળી વાળી લો. તૈયાર થયેલ આ ગોળીઓને પહેલા બે દિવસ છાંયામાં અને ત્યારબાદ બે દિવસ તડકે સૂકવી સ્ટોર કરી લો. આ પાચક ગોળી ખૂબ ફાયદાકારક અને સ્વાદમાં ભાવે તેવી બને છે.

આમળાનું ખાટું-મીઠું અથાણું સામગ્રી : આમળા-10 નંગ, સમારેલો ગોળ-1 કપ, હળદર પાઉડર-અડધી ચમચી, મીઠું-અડધી ચમચી, તેલ-2 ચમચા, રાઈ-પા ચમચી, જીરું-પા ચમચી, હિંગ-ચપટી, લવિંગ-4 નંગ, તજ-2 નંગ, આખા મરી-7 થી 8 દાણા, આખા ધાણા-અડધી ચમચી, સૂકાં લાલ મરચાં-3 નંગ, વરિયાળી-અડધી ચમચી, હળદર પાઉડર-પા ચમચી, મરચું પાઉડર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ રીત : સૌપ્રથમ આમળાને બે કપ પાણીમાં ઉકળવા માટે મૂકો. પાણીમાં મીઠું અને હળદર નાખી ઉકળવા દો. આમળાને 10 મિનિટ માટે ચડવા દેવા. બહુ બફાઈ ન જાય તે ધ્યાન રાખવું. આમળા બફાઈ જાય એટલે તેને ચાળણીમાં નિતારી લો. આમળા ઠરી જાય એટલે તેની તેની ચીરીઓ છૂટી પાડી લો. વઘાર માટે બધું પહેલાથી તૈયાર કરી લો. એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, તજ-લવિંગ, આખા મરી, સૂકાં મરચાં, સૂકા ધાણા, વરિયાળી બધું નાખી દો. રાઈ તતડે અને બાકી બધા મસાલાની સુગંધ આવવા લાગે ત્યાં સુધી થવા દો. હવે હિંગ અને સમારેલો ગોળ તેમાં નાખી દો. ગોળ ઓગળે ત્યાં સુધી હલાવો. તેમાં હળદર પાઉડર અને મીઠું ઉમેરી દો. ગોળ ઓગળે એટલે તેમાં આમળાની ચીરીઓ નાખી દો. સ્વાસ્થ્યવર્ધક આમળાનું આ ખાટું-મીઠું અથાણું પરિવારને બહુ પસંદ આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો