ફેશન:ક્રિસમસની ધમાલ પાર્ટી માટે કમાલનું ડ્રેસિંગ

પાયલ પટેલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્ટાઇલિશ યુવા વર્ગ માટે દિવાળીની ઉજવણી જેટલું જ મહત્ત્વ ક્રિસમસ અને ન્યૂ યર સેલિબ્રેશનનું છે. સામાન્ય રીતે ક્રિસમસમાં ડ્રેસિંગ માટે રેડ, વાઇટ અને ગ્રીન રંગની પસંદગી કરવામાં આવતી હોય છે, પણ સ્માર્ટ અને સ્ટાઇલિશ યુવતીઓ ડ્રેસિંગમાં અલગ અલગ પ્રયોગ કરતી થઇ છે. ક્રિસમસ પાર્ટીમાં પહેરવા માટે આધુનિકાઓ ગાઉન અને ફ્રોકની પસંદગી કરતી હોય છે. લોંગ કટ ગાઉન પાર્ટી ગાઉનમાં ઓફ શોલ્ડર અને જરદોશીવર્ક કરેલા પાર્ટી ગાઉન બહુ લોકપ્રિય છે. સાટિન મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવેલા આ ગાઉન અત્યંત આકર્ષક લાગે છે. આવા ગાઉનમાં સાઇડમાં લોંગ કટ હોય છે, જેથી કોઇ યુવતીને પાર્ટીમાં ડાન્સ કરવો હોય તો પણ કમ્ફર્ટેબલ રહે એવા હોય છે. ઓફ શોલ્ડર પાર્ટી ગાઉનમાં કમર પાસે ગેધરિંગ કરેલું હોય એવો આભાસ દર્શાવતું જરદોશીવર્ક હોય છે, જે તરત ધ્યાન આકર્ષે છે. શિમર ગાઉન શિમર સ્ટાઇલ શિમર સ્ટાઇલ વર્ષોથી ક્રિસમસ પાર્ટીઓમાં પહેરવા માટે ફેવરિટ છે. સામાન્ય રીતે શિમર સ્ટાઇલ ગોલ્ડ અને સિલ્વર રંગમાં મળે છે. જોકે ફેશનપ્રેમીઓ આવા ડ્રેસમાં અનેક રંગના શેડ્સ હોય એ વધારે પસંદ પડે છે. ફેશનેબલ અને ગ્લેમરસ લુક જોઇતો હોય તો શિમર ગાઉન એકદમ પર્ફેક્ટ પસંદગી છે. બોલ્ડ લુક માટે બોડી ફિટ શિમર ગાઉન ટ્રાય કરી શકાય છે. હાઇ સ્લિટ શિમરી ગાઉન પણ આકર્ષક લાગે છે. જો તમે મિત્રો સાથે સમય પસાર કરવા ઇચ્છતા હો અને ગાઉન પહેરવાની ઇચ્છા ન હોય તો શિમરનો શોર્ટ ડ્રેસ પહેરી શકો છો. એમાં તમને અનેક લેટેસ્ટ ડિઝાઇન અને કલર્સના વિકલ્પ મળી શકે છે. વેલ્વેટ સ્ટાઇલ બોલ્ડ વેલ્વેટ વેલ્વેટ ડ્રેસ ક્રિસમસ પાર્ટીમાં પહેરવા માટેનો સૌથી હેપનિંગ વિકલ્પ ગણાય છે. વેલ્વેટમાં બ્લેક, બ્લૂ અને ગ્રીન રંગ બહુ આકર્ષક લાગે છે. આ ફેબ્રિક એકદમ રિચ લુક આપે છે. વાઇબ્રન્ટ રંગનાં વેલ્વેટ મટિરિયલમાંથી બનાવવામાં આવેલો સ્ટાઇલિશ ડ્રેસ કોઇપણ યુવતીને બોલ્ડ અને બ્યૂટિફૂલ લુક આપે છે. જો તમે વેલ્વેટનો ડ્રેસ પહેરીને કોઇ પાર્ટીમાં જશો તો ચોક્કસ બધા કરતા અલગ તરી આવશો. તમે વેલ્વેટ ટોપને ડેનિમ સાથે મિક્સ એન્ડ મેચ કરીને પણ પહેરી શકો છો. ફ્રોકની ફેશન આ વખતે પાર્ટીમાં પહેરવા માટે શોર્ટ ફ્રોક યુવતીઓની પહેલી પસંદ સાબિત થયા છે. સિલ્ક, સાટિન અને શિફોન મટિરિયલમાંથી ખાસ પાર્ટી ડ્રેસ તૈયાર કરવામાં આવે છે કારણ કે આ મટિરિયલ શાઇનિંગ આપે છે, પહેરવામાં પણ મુલાયમ લાગે છે અને તેમાંથી તૈયાર કરવામાં આવેલા વસ્ત્રો રિચ લુક આપે છે. ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટીમાં શોર્ટ ફ્રોક વધારે જોવા મળશે. જેમાં ઓફ શોલ્ડર અને હોલ્ટર નેકનાં ફ્રોક વધારે જોવા મળશે. ડાર્ક રંગનાં ઇટાલિયન ક્રેપ મટિરિયલ ઉપર કરવામાં આવેલું ગેઝિંગવાળું ફ્રોક તો પાર્ટીમાં અત્યંત આકર્ષક અને સુંદર લાગે છે. સ્ટાઇલિશ ચેક્સ સ્ટાઇલિશ ચેક્સ ડિઝાઇન 90ના દાયકામાં બહુ લોકપ્રિય હતી. હવે આ ફેશન ફરીથી માર્કેટમાં આવી છે. શોર્ટ ચેક્સ સ્કર્ટ અને ગ્લેમરસ ટોપ તમને ક્રિસમસ પાર્ટી માટે હોપ અને હેપનિંગ લુક આપી શકે છે. જોકે ચેક્સની સાઇઝ અને રંગની પસંદગી તમારી પર્સનાલિટી અને વયને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ નહીંતર તમે એલિગન્ટના બદલે હાસ્યાસ્પદ પણ લાગી શકો છો. જ્યારે તમે ચેક્સ ડિઝાઇનનું ડ્રેસિંગ કરો ત્યારે વધુ પડતા સ્ટાઇલિંગથી બચો. આની સાથે યોગ્ય એક્સેસરી અને બોલ્ડ લિપ કલર સુપરહોટ લુક આપશે.

અન્ય સમાચારો પણ છે...