તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બ્યૂટી:સ્ટિકરવાળા ચાંદલાથી એલર્જી થઇ છે...

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : હું નિયમિત રીતે હેર કલર કરું છું. આ હેર કલર બહુ જલદી લાઇટ થઇ જાય છે. આ લાંબો સમય ટકી રહે એ માટે મારે શું કરવું જોઇએ? ઉત્તર : સફેદ વાળ તેમજ રફ વાળ જેવી સમસ્યાના કારણે મહિલાઓ હેર કલર કરે છે. હેર કલર કરવાથી વાળ સુંદર અને આકર્ષક દેખાય છે. જોકે હેર કલર કરતા પહેલા અને હેર કલર કર્યા બાદ તેની કાળજી લેવી વધારે જરૂરી બને છે. જો તમે વાળમાં લાંબા સમય સુધી હેર કલર રાખવા ઇચ્છો तो તો કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઇએ. હેર કલર કરતી વખતે જો વાળમાં થોડું પણ ઓઇલ હશે, તો કલર લાગી શકશે નહીં. જો કલર લાગી જશે તો લાંબા સમય સુધી ટકી નહીં શકે. તેથી વાળમાં કલર કરતાં પહેલાં શેમ્પૂ અવશ્ય કરો. વાળમાં મહેંદી લાગી હોય તો વાળમાં કલર ન કરવો. મહેંદીના કારણે વાળમાં હેર કલરનો રંગ લાગી શકતો નથી. તમે જો વાળમાં હેર કલર કરતા હોય, તો તમારે કલર પ્રોટેક્ટિવ શેમ્પૂનો જ ઉપયોગ કરવો જોઇએ. તેનાથી લાંબાં સમય સુધી વાળ પર કલર ટકી રહેશે. હેર કલર કર્યા બાદ હાર્ડ શેમ્પૂનો ઉપયોગ ન કરવો જોઇએ. પ્રશ્ન : મારી ત્વચા શુષ્ક અને ઘઉંવર્ણી છે. મારે મેકઅપ કરતી વખતે કેવાં શેડનાં ફાઉન્ડેશનનો ઉપયોગ કરવો જોઇએ તે જણાવશો? ઉત્તર : સામાન્ય રીતે રેડિઅન્સ ધરાવતું ફાઉન્ડેશન તમારી ત્વચાના રંગ સાથે મેળ ખાશે. જોકે ફાઉન્ડેશનનો શેડ ચહેરાની ત્વચાને બદલે તમારા હાથની ત્વચા પર સહેજ લગાવી તે તમારા સ્કિન ટોન સાથે મેળ ખાય છે કે નહીં તે જોઇ લો. જે શેડથી ત્વચા વધારે સારી દેખાતી હોય તે સારો લાગશે. મેકઅપ કરતાં પહેલાં ચહેરા પર મોઇશ્વરાઇઝર લગાવો. પ્રશ્ન : મારી ઉંમર બાવીસ વર્ષ છે. મારી ત્વચા એકદમ નિસ્તેજ અને શુષ્ક થઇ ગઇ છે. ત્વચા કોમળ અને સુંવાળી લાગે તે માટે શું કરવું જોઇએ? ઉત્તર : દિવસમાં બે વાર માઇલ્ડ ફેસવોશથી ચહેરો ધોવાનું રાખો. જો મેકઅપ કરતાં હો તો રાતે મેકઅપ સાફ કરીને પછી જ સૂઓ. પૂરતી ઊંઘ લો. નિયમિત રીતે તમારી ત્વચાના પ્રકારને અનુરૂપ કોઇ સારાં ફ્રૂટ સ્ક્રબથી ચહેરો સ્ક્રબ કરો.

પ્રશ્ન : હું પરિણીતા છું અને મને ચાંદલો કરવાનો ખૂબ જ શોખ છે. અત્યાર સુધી હું વિવિધ ડિઝાઈનના ચાંદલા લગાવતી હતી, પણ થોડા સમયથી જ્યાં સ્ટિકરવાળો ચાંદલો લગાવું છું ત્યાં એલર્જી થઇ ગઇ છે. જેથી ખંજવાળ આવે છે. મેં ક્રીમ લગાવી જોયાં, પણ કંઇ ફરક નથી પડતો. મારે શું કરવું? ઉત્તર : તમે થોડા દિવસ માટે સ્ટિકરવાળા ચાંદલા લગાવવાનું છોડી દો. જ્યાં એલર્જી થઇ હોય ત્યાં ડોક્ટરને બતાવી તે જણાવે એ ક્રીમ લગાવો અને જે એન્ટિબાયોટિક્સ લખી આપે તે લો. હંમેશાં સ્ટિકરવાળા ચાંદલા સારી કંપનીના જ વાપરો. તે મોંઘા આવે છે, પણ આવી એલર્જી થવાની શક્યતા ઓછી રહે છે.

અન્ય સમાચારો પણ છે...