ફેશન:ટિપટોપ રહેવા માગતી માનુનીઓ માટે ઉંમર ઓછી દેખાડતી ફેશન ટિપ્સ

12 દિવસ પહેલાલેખક: પાયલ પટેલ
  • કૉપી લિંક

દરેક માનુનીને પોતાની વય કરતા ઓછી વયના દેખાવાની ઇચ્છા હોય છે. ઘણી વખત કલાકો સુધી વર્કઆઉટ કર્યા પછી પણ આમાં સફળતા નથી મળતી તો ઘણી વખતે લુકમાં અને ડ્રેસિંગ સ્ટાઇલમાં થોડો ફેરફાર કરીને પણ વધારે યુવાન લુક મેળવી શકાય છે. Â સ્ટ્રાઇપવાળાં કપડાં ફેશનવર્લ્ડનો ખાસ નિયમ છે કે સ્ટ્રાઇપવાળાં કપડાં હંમેશાં ઉંમર ઓછી હોય એવો આભાસ આપે છે. જો તમે તમારી વય ઓછી દેખાડવા ઇચ્છતા હો તો સ્ટ્રાઇપવાળા આઉટફિટની પસંદગી કરી શકો છે. જોકે સ્ટ્રાઇપની પસંદગી કરતી વખતે એ શક્ય હોય એટલી પાતળી હોય એનું ધ્યાન રાખવું જોઇએ કારણે પહોળી સ્ટ્રાઇપ વધારે વય દર્શાવશે. સ્પોટેડ પેટર્ન પહેરવાથી પણ સારી ઇમેજ બનાવી શકાશે. વર્ટિકલ પ્રિન્ટ પણ સારો અને યંગ લુક આપવામાં મહત્ત્વનો રોલ ભજવે છે. આના કારણે લંબાઇ વધારે લાગે છે અને વ્યક્તિ વધારે પાતળી પણ લાગે છે. Â યોગ્ય જીન્સની પસંદગી હાલના સમયમાં ફેશન અને વય વચ્ચે કોઇ સંબંધ નથી રહી ગયો. દરેક વયની વ્યક્તિ દરેક સ્ટાઇલના આઉટફિટ પહેરે છે. જો તમારે જીન્સ પહેર્યા પછી ઓછી વયના લાગવું હોય તો સમજણપૂર્વક જીન્સની પસંદગી કરવી જોઇએ. હંમેશાં સ્ટ્રેચવાળી સ્લિમ ફિટ જીન્સની પસંદગી કરો. મિડ રાઇસ ડાર્ક રંગનું જીન્સ યંગ લુક આપે છે. જો તમારું બોડી પિયર શેપનું હોય તો તમે ફ્લેયરવાળું જીન્સ પહેરી શકો છો. જો તમારી વય થોડી વધારે હોય તો બેગી જીન્સ પહેરવાનું ટાળવું જોઇએ કારણ કે બેગી જીન્સ પહેર્યા પછી વય હોય એના કરતાં વધારે લાગે છે. Â સ્લીવ્ઝની સાઇઝ જો તમારે તમારી વય હોય એના કરતાં નાની દર્શાવવી હોય તો આઉટફિટની સ્લીવ્ઝની લંબાઇ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. જો તમારે યંગ લુક જોઇતો હોય તો શોર્ટ સ્લીવ્ઝના બદલે 3/4 સાઇઝની સ્લીવ્ઝની પસંદગી કરવી જોઇએ. સામાન્ય રીતે વયની અસર હાથ પર વધારે દેખાતી હોય છે અને આ સાઇઝની સ્લીવ્ઝ જ યોગ્ય સાબિત થાય છે. આ સિવાય યંગ દેખાવા માટે ઇલ્યુઝનની મદદ પણ લઇ શકાય. આ માટે હંમેશાં ડાર્ક રંગના આઉટફિટ પહેરવાનું પસંદ કરો. આના કારણે બોડી વધારે હેવી નહીં લાગે. જો આઉટફિટમાં ડાર્ક ગ્રીન, ડાર્ક બ્લૂ અને કાળા રંગને પ્રાથમિકતા આપવાથી યંગ લુક મળશે. Â મોનોક્રોમેટિક લુક હાલમાં મોનોક્રોમેટિક ટ્રેન્ડ યુવતીઓમાં બહુ લોકપ્રિય બન્યો છે. મોનો એટલે એક અને ક્રોમેટિક એટલે રંગ ઉપરથી લઈને નીચે સુધીનાં કપડાં એક જ રંગમાં જોવા મળે છે. મોનોક્રોમેટિક લુક દરેક વયની યુવતીને સારો લાગે છે અને એ યંગ લુક આપે છે. જો તમે યોગ્ય રીતે કોમ્બિનેશન પસંદ કરશો તો તમારા લુકમાં સાતથી આઠ વર્ષનો ઘટાડો જોઇ શકાશે. મોનોક્રોમેટિક લુકમાં ‘મિક્સ એન્ડ મેચ’ સ્ટાઇલની પસંદગી પણ કરી શકો છો.

અન્ય સમાચારો પણ છે...