તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસુંધરાની વનસ્પતિ:ઔષધીય ગુણ ધરાવે છે અગરુ

ડો. અશોક શેઠ (શેઠ બ્રધર્સ)5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગરુ ખૂબ જ સૌદર્યંવર્ધક ઔષધ છે. નિયમિત રીતે પંચામૃતમાં 20 ગ્રામ અગરુ નાખીને સ્નાન કરવાથી ત્વચામાં ચમક આવે છે

અગરુ દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રદેશોમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતી ઔષધિ છે. ઔષધીય ગુણ ધરાવતી આ છાલ એક ખાસ પ્રકારની સુગંધ પણ આપે છે, તેથી જ તેનો ઉપયોગ ધૂપ લાકડીઓ બનાવવામાં પણ થાય છે. ચર્મરોગમાં ફાયદાકારક અગરુ સુગંધી, ગરમ, સ્વાદમાં કડવું તેમજ તીખું, સ્નિગ્ધ, રુચિકર, માંગલ્યકર, કામવર્ધક, પિત્તકર્તા, વાયુ તેમજ કફનાશક છે. એ કોઢ, કર્ણરોગ, ચળ, ગાઉટ, આમવાત, સંધિવા, તૃષા, વાઇ, ઝાડા અને આમપ્રકોપ મટાડે છે. અગરબત્તી તેમજ સ્નાનરજમાં તે ખાસ સુગંધવર્ધક તરીકે વપરાય છે. અગરુ ઉત્તેજક, શિતપ્રશમન, મુખ દુર્ગંધનાશક, કુષ્ઠનાશક, દીપન, અનુલોમન, રક્તશોધક, શ્વાસહર, મૂત્રાશયની શિથિલતા દૂર કરનાર તેમજ ચર્મરોગમાં ફાયદાકારક છે. હોમિયોપેથી સારવારમાં ઉપયોગી અગરુમાં ઉડનશીલ તેલ અને રાળ હોય છે. તેમાં 48% આલ્કોહોલ પદાર્થ હોય છે. આ લાકડામાં ખૂબ જ તેલ હોય છે તથા તેમાં હાઇડ્રોક્સી કેટોન નામનું દ્રવ્ય હોય છે. તેમાં સેલીનેન, ડિહાઇડ્રોપ્સીલિન તેમજ અગરોલ હોય છે. અગરુમાંથી મધર ટિંક્ચર બને છે જે હોમિયોપેથી સારવારમાં ઉપયોગી છે. સૌદર્યંવર્ધક છે અગરુ અગરુ ખૂબ જ સૌદર્યંવર્ધક ઔષધ છે. પંચામૃતમાં 20 ગ્રામ અગરુ નાખીને સ્નાન કરવાથી ત્વચામાં ચમક આવે છે. અગરુમાંથી Lignum Aquilaria Agallocha નામનું મધર ટિંક્ચર બને છે જે હોમિયોપેથી સારવારમાં વપરાય છે. આમ, અગરુ અનેક ગુણ ધરાવે છે અને એનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...