પહેલું સુખ તે...:બોડી ન્યૂટ્રાલિટી અપનાવી કરો માનસિક સ્વાસ્થ્યની જાળવણી

એક મહિનો પહેલાલેખક: સપના વ્યાસ
  • કૉપી લિંક

બોડી ન્યૂટ્રાલિટી એટલે શરીરના દેખાવને વધારે પડતું મહત્ત્વ આપી દેવાના બદલે સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને શરીર જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં સ્વીકારી લેવાની માનસિકતા. બોડી ન્યૂટ્રાલિટીને અપનાવાથી ઘણા ફાયદા થાય છે. એનાથી થતો મોટો શારીરિક ફાયદો એ છે કે આવી માનસિકતાને કારણે એક્સરસાઇઝ કરવાનો થાક કે બોજ નથી લાગતો પણ એ કરવાનો આનંદ મળે છે. જો એક્સરસાઇઝ કરવાનો આનંદ મળે તો શારીરિક ઇજા થવાની શક્યતા પણ ઘટી જાય છે. બોડી ન્યૂટ્રાલિટી ફિઝિકલ ફિટનેસ માટે તો ફાયદાકારક છે જ પણ મેન્ટલ અને ઇમોશનલ વેલનેસ માટે પણ બહુ જરૂરી છે. ચાલો જાણીએ બોડી ન્યૂટ્રાલિટી કઇ રીતે માનસિક સ્વાસ્થ્યની જાળવણીમાં મદદ કરે છે.
ઓછો જજમેન્ટલ અભિગમ
મીડિયા જેવા માધ્યમોની મદદથી આપણી પર સતત ‘આદર્શ’ શરીર કેવું હોવું જોઇએ એની માહિતીનો મારો થતો રહે છે અને આના કારણે વ્યક્તિને પોતાને એને શરીર માપદંડો પ્રમાણે આદર્શ ન હોવાનો નકારાત્મક અહેસાસ થતો રહે છે. જ્યારે વ્યક્તિ પોતાની જાતને સરખામણી માનસિક કે શારીરિક રીતે બીજી વ્યક્તિ સાથે કરવાનું બંધ કરે છે ત્યારે તેનો જજમેન્ટલ અભિગમ ઘટે છે અને પરિણામે તે બીજી વ્યક્તિના શારીરિક લુકની આકરી ટીકા કરવાનું ક્રમશ: ઘટાડી દે છે.
વધારે સહાનુભૂતિભર્યું વલણ
જ્યારે આપણે માનસિક રીતે ઓછું ક્રિટિકલ અને જજમેન્ટલ વલણ કેળવીએ છીએ ત્યારે આપણી જાતને વધારે બીજાને વધારે સારી રીતે સમજવા માટે મુક્ત કરીએ છીએ. બીજા લોકોના લુક અને શારીરિક દેખાવ પ્રત્યે જજમેન્ટલ બનવાને બદલે તેમની પ્રત્યે સહાનુભૂતિભર્યું વલણ કેળવવું જોઇએ.
આ પ્રકારનું હકારાત્મક વલણ અપનાવાથી લોકો સાથે વધારે સારી રીતે જોડાણ સાધી શકાય છે. આના કારણે બીજા પ્રત્યે વધારે સકારાત્મક વલણ કેળવાય છે અને પરિણામે વ્યક્તિ પોતાની જાત પ્રત્યે પણ હકારાત્મક બને છે.
સ્ટ્રેસ ઘટાડે
તમે જો તમારા શરીર વિશે વારંવાર સ્ટ્રેસ અનુભવતા હો તો લાંબા ગાળે સ્ટ્રેસના ઊંડા કળણમાં ડૂબી શકો છો. એવા પણ લોકો છે જિંદગીના દાયકાઓ સુધી તેમના શરીરના દેખાવ વિશે ભારે અસંતોષ અને દોષની લાગણી અનુભવી હોય. જ્યારે તમે તમારા શરીરને જેવું છે એવું સ્વીકારી લો છો ત્યારે તમારું સ્ટ્રેસ લેવલ આપોઆપ ઘટી જાય છે. આના કારણે વ્યક્તિ ખુશ અને રિલેક્સ થઇ જાય છે. જો શરીરને ઓછો સ્ટ્રેસ અનુભવાશે તો મુખ્ય સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું ઉત્પાદન ઘટશે. આના કારણે શરીર પર હકારાત્મક અસર થશે અને વધારે એનર્જીનો અનુભવ થશે તેમજ નીંદર સારી અને પાચન પણ સુધરશે.
ઇન્ટ્યૂઇશનને સમજવાની ક્ષમતા
બોડી ન્યૂટ્રાલિટીમાં શરીર શું કહે છે એના તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. તમે શરીરની વાત સાંભળી શકો એ માટે તમારે તમારા શરીર સાથે ઊંડાણપૂર્વક તાલમેલ સાધવો પડે છે. તમારા શરીર અને આહારશૈલી સાથે હકારાત્મક બોડી તાલમેલ સાધવા માટે તમારે તમારા ઇન્ટ્યૂઇશનને સાંભળવાની અને સમજવાની ક્ષમતા કેળવવી પડશે. આના કારણે માનસિક સ્વાસ્થ્યને ફાયદો થાય છે કારણ કે એનાથી વ્યક્તિની નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો થાય છે.
રિએક્શનરી રિસ્પોન્સમાં ઘટાડો
જ્યારે વ્યક્તિ તેના શરીર વિશે તાણની લાગણી અનુભવતી હોય ત્યારે એ દરેક વખતે નોર્મલ રીતે વર્તન કરે એ થોડું મુશ્કેલ હોય છે. તમે તમારા શરીર વિશે જે સ્ટ્રેસ અનુભવો છો એનું પરિણામ ડિફેન્સિવ અથવા તો રિએક્શનરી રિસ્પોન્સમાં જોવા મળે છે. આ પ્રતિભાવ શારીરિક અને જીવનને લગતા મુદ્દાઓનો સામનો કરતી વખતે નોંધાય છે. બોડી ન્યૂટ્રાલિટીને અપનાવાથી શરીર સાથે એક તાલમેલ સધાય છે અને પરિણામે મળતી માનસિક શાંતિને કારણે જીવનની દરેક પરિસ્થિતિનો હકારાત્મક રહીને સામનો કરી શકાય છે. આના કારણે બીજી વ્યક્તિઓ સાથેના સંબંધો પણ વધારે સારા બને છે. શાંતિ ચિત્તે અને ખુશમિજાજ મનથી જો કોઇ પરિસ્થિતિનો સામનો કરવામાં આવે તો એના પરિણામ વિશે અફસોસ નથી રહેતો.
મૂડમાં સુધારો
જો વ્યક્તિને મનમાં એવો ખટકો હોય કે તેનું બોડી પરફેક્ટ નથી તો એની નકારાત્મક અસર આખો દિવસ રહે છે. ઓછો જજમેન્ટલ અભિગમ, ઓછો સ્ટ્રેસ અને સારો ઇન્ટ્યૂઇશન પાવર એ બોડી ન્યૂટ્રાલિટીનું પરિણામ છે અને એના કારણે મૂડમાં સુધારો થાય છે. બોડી ન્યૂટ્રાલિટી અપનાવાથી તમે વિચાર્યું પણ ન હોય એવો સકારાત્મક અનુભવ કરી શકશો. hello@coachsapna.com

અન્ય સમાચારો પણ છે...