રાધિકા અને રીતેશ બંને ખૂબ જ તણાવગ્રસ્ત દેખાતા હતાં. વાત કરવાની શરૂઆત રાધિકાએ કરી, ‘સર, મને લાગે છે કે અમે હવે સાથે નહીં રહી શકીએ. અમારી વચ્ચે ખૂબ જ ઝઘડા થાય છે. એવું લાગે છે કે અમારી વચ્ચે કોઇ પ્રેમ જ નથી રહ્યો.’ રાધિકા પૂરું બોલી રહે એ પહેલાં રીતેશ બોલવા લાગ્યો, ‘પહેલાં એને પૂછો કે તેણે શું કર્યું છે? છેલ્લા છ મહિનાથી રોજ કંઇક ને કંઇક ઓનલાઇન ઓર્ડર કરે છે. હું રોજ સાંજે ઘરે આવું ત્યારે ઓનલાઇન શોપિંગ એપમાંથી મંગાવેલું નવું પેકેટ આવી જ ગયું હોય. ઘરમાં બિનજરૂરી વસ્તુઓનો ડુંગર ખડકાઇ ગયો છે છતાંય રાધિકાને સંતોષ નથી. નવો ડ્રેસ, નવાં શૂઝ કે ઘર માટેની ઉપયોગી કે બિનઉપયોગી કોઇ પણ વસ્તુ તે મંગાવતી જ રહે છે. એને જ્યારે નવરાશ મળે ત્યારે મોબાઇલમાં એ કોઇક ને કોઇક શોપિંગ રિલેટેડ એપ્સ પર જ જોવાં મળે. ઝીણવટથી વાંચીને બધું નક્કી કરે, પછી ડીલીટ કરે, પાછું નક્કી કરે અને છેલ્લે ઓર્ડર આપે ત્યારે જ તેને જંપ વળે. આના લીધે અમારી વચ્ચે વારંવાર આર્ગ્યુમેન્ટ્સ થાય છે. ફેમિલી લાઇફ ડિસ્ટર્બ થઇ ગઇ છે. ઘરમાં કે ઘરકામમાં એ જરા પણ ધ્યાન આપતી નથી. છેલ્લા કેટલાક સમયથી આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં તેનાં આ વર્તનમાં કોઇ ફેર પડ્યો નથી. મારે તમારી પાસે એટલા માટે આવવું પડ્યું કે બે દિવસ પહેલાં તેણે મારા વોલેટમાંથી મને કહ્યાં વગર વીસ હજાર રૂપિયા કાઢી લીધા ને હવે કહે છે કે એને યાદ જ નથી. શું આ કોઇ રોગ છે?’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.