તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસથાળ:સ્વાદની સંગત, રૅપ્સની રંગત

રિયા રાણા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રૅપ્સ એવી વાનગી છે જેમાં સ્ટફિંગ માટે અલગ અલગ વસ્તુઓ વાપરીને અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. બાળકોથી માંડીને પરિવારના સભ્યો માટે તેમના સ્વાદ અને ટેસ્ટ પ્રમાણે બહુ સરળતાથી સ્વાદિષ્ટ રૅપ્સ બનાવી શકાય છે

આલૂ ટિક્કી રૅપ

સામગ્રી : મેંદો-1 કપ, પૌંવા-2 કપ, બટાકા-4 નંગ, કેપ્સિકમ-1 નંગ, લીલું લસણ-પા કપ, લીલાં મરચાં-2 નંગ, સમારેલી કોબીજ-1 કપ, ટામેટા-2 નંગ, ગાજર-1 નંગ, હળદર-પા ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, ધાણાજીરું પાઉડર-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, ચીઝ-2 ક્યૂબ, મીઠું-સ્વાદ મુજબ, બ્રેડ ક્રમ્સ-1 કપ, તેલ- તળવા માટે, ટોમેટો કેચપ-1 કપ, સમારેલું કોબીજ-ડુંગળીનું સલાડ રીત : મેંદાના લોટમાં તેલ નાખી લોટ બાંધો અને થોડીવાર રેસ્ટ આપો. તેની રોટલી વણી કાચી પાકી શેકી બાજુ પર રહેવા દો. લીલું લસણ, કેપ્સિકમ, ગાજર, લીલાં મરચાં, કોથમીર, કોબીજ અને ટામેટાં સમારી લેવા. બટાકા બાફી પૌંવાને પલાળી લેવા. હવે કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં લીલું લસણ, કેપ્સિકમ, ગાજર સાંતળો. બરોબર સંતળાઈ જાય એટલે પૌંવા, બાફેલા બટાકા, હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો તથા સમારેલી કોથમીર ઉમેરી સ્ટફિંગ તૈયાર કરવું. તૈયાર સ્ટફિંગને ટિક્કીનો આકાર આપી બ્રેડ ક્રમ્સમાં રગદોળી તળી લો. રોટલી પર ટોમેટો કેચપ લગાડી એના ઉપર ટિક્કી તથા કોબીજ, કેપ્સિકમ અને ડુંગળીનું સલાડ મુકો. ચીઝ ખમણી રૅપને પેક કરી ગ્રીલ કરો. કોથમીરની ચટણી સાથે સર્વ કરો.

ચીઝ બર્સ્ટ રૅપ સામગ્રી : બાફેલા કાબુલી ચણા-1 કપ, ઘઉંનો લોટ-1 કપ, મેંદો-અડધો કપ, બાફેલાં બટાકા-2 નંગ, ઝીણી સમારેલી ડુંગળી-2 નંગ, લીલાં મરચાં-6 થી 7 નંગ, લસણની કળીઓ-5 થી 6 નંગ, મીઠું-સ્વાદ મુજબ, હળદર- અડધી ચમચી, ધાણાજીરૂં-1 ચમચી, લાલ મરચું પાઉડર-1 ચમચી, શેઝવાન સોસ-4 ચમચી, ચીઝ સ્પ્રેડ-4 ચમચી, ચીઝ ક્યૂબ્સ-4 નંગ, બટર-શેકવા માટે રીત : સૌપ્રથમ ઘઉં અને મેંદાનો લોટ લઇ લોટ બાંધવો. તેને 15 મિનિટ ઢાંકીને રહેવા દેવો. કાબુલી ચણા અને બટાકાને મસળી લેવા. હવે નોનસ્ટિકમાં બે ચમચી તેલ મૂકી તેમાં ઝીણી સમારેલી ડુંગળી સાંતળવી. લસણની પેસ્ટ કરીને નાખી દેવી. ત્યારબાદ છોલે અને બટાકાનું મિશ્રણ ઉમેરી બરાબર હલાવો. દરેક મસાલા ઉમેરીને 5 મિનિટ સુધી પુરણને શેકવું. બાંધેલા લોટમાંથી કાચી પાકી રોટલી તૈયાર કરી લેવી. હવે એક રોટલી લઇ તેની ઉપર પ્રથમ શેઝવાન સોસ લગાવી તથા ચીઝ સ્પ્રેડ લગાવી તૈયાર કરેલ પુરણનો રોલ વાળીને મૂકવો. છીણેલું ચીઝ ભભરાવી રોલ પેક કરવો. આ રીતે બધા ચીઝ બર્સ્ટ રૅપ બનાવવા.

પનીર ભુરજી રૅપ સામગ્રી : ખીરું બનાવવા માટે : 2 વાટકી ચણાનો લોટ, ચોખાનો લોટ-2 ચમચી, છીણેલું ટામેટું-1 નંગ, છીણેલી ડુંગળી-1 નંગ, લાલ મરચું પાઉડર-1 ચમચી, હળદર-અડધી ચમચી, ધાણાજીરું પાઉડર-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, પાલકની પેસ્ટ-1 કપ, પનીર ભુરજી માટે: છીણેલું પનીર-200 ગ્રામ, ઝીણું સમારેલું ટામેટું-1 નંગ, ઝીણી સમારેલી ડુંગળી-2 નંગ, ઝીણું સમારેલું કેપ્સિકમ-4 ચમચી, આદું-મરચાંની પેસ્ટ-2 ચમચી, લસણની પેસ્ટ-1 ચમચી, લાલ મરચું પાઉડર-2 ચમચી, ધાણાજીરું પાઉડર-2 ચમચી, તેલ-અડધો કપ, હળદર-અડધી ચમચી, કિચન કિંગ મસાલો-1 ચમચી, કસુરી મેથી-1 ચમચી, ગરમ મસાલો-1 ચમચી, ટોમેટો સોસ-2 ચમચી, શેઝવાન સોસ (ઓપ્શનલ)-2 ચમચી, છીણેલું ચીઝ-અડધો કપ રીત : સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો અને ચોખાનો લોટ લઈ તેમાં મીઠું અને બધા ડ્રાય મસાલા ઉમેરો. પાલકને બાફી પેસ્ટ બનાવી લો. લોટમાં છીણેલું ટામેટું અને ડુંગળી ઉમેરી દો. હવે તેમાં પાણી ઉમેરી ખીરું તૈયાર કરો. પાલકની પેસ્ટ અને જરૂરિયાત મુજબ મીઠું ઉમેરી બરાબર હલાવી લો. પનીર ભુરજી બનાવવા માટે ડુંગળી, ટામેટાં, કેપ્સિકમને ઝીણા સમારી પનીરને છીણી લો. કડાઈમાં તેલ ગરમ કરી હીંગ, સમારેલી ડુંગળી, આદું-મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી સાંતળો અને પછી ટામેટાં, કેપ્સિકમ અને મીઠું નાખી ચડવા દો. કસુરી મેથી અને ટામેટા સોસ પણ ઉમેરી દેવો. અંતમાં પનીર નાખી હલાવી લો. તૈયાર થયેલ ભુરજીને થોડીવાર બાજુ પર ઠંડી પડવા દો. હવે નોનસ્ટીક ગરમ કરી ચણાના લોટના ખીરામાંથી ચિલ્લા ઉતારી લો. તેમાં સેઝવાન સોસ લગાવો. વચ્ચે સ્ટફિંગ મૂકી ઉપર ચીઝ છીણી રૅપ વાળી લો.

પેરી પેરી તંદૂરી રૅપ

સામગ્રી : ઘઉંનો લોટ-1 કપ, તેલ-2 ચમચી, પનીર-200 ગ્રામ, પેરી પેરી સોસ-3 ચમચી, ટોમેટો સોસ-4 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તંદૂરી મસાલો-1 ચમચી, ચીઝ સ્લાઈસ-4 નંગ, લાંબી સમારેલી ડુંગળી, કેપ્સિકમ, કોબીજ-1 કપ, મેયોનીઝ-4 ચમચી, બટર-શેકવા માટે રીત : સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને તેલ ઉમેરીને થોડું પાણી લઇને રોટલી જેવો લોટ બાંધી લો.પનીરને મોટા ચોરસ ટુકડામાં પાતળું કાપી લો. હવે પનીરને એક બાઉલમાં લઈ એમાં પેરી પેરી સોસ અને તંદૂરી મસાલો ઉમેરીને બરાબર મિક્સ કરી લો. પનીરને ગ્રીલ પેનમાં બંને બાજુ ગ્રીલ કરી લો અથવા તવા પર બટર લગાવીને શેકી લો. બાંધેલા લોટમાંથી પાતળી રોટલી વણી બંને બાજુ તવા પર શેકી લો. શેકેલી બધી રોટલીને કપડામાં વીંટાળીને મૂકો. હવે રોટલી પર સૌપ્રથમ મેયોનીઝ લગાવી સમારેલાં શાક, ગ્રીલ કરેલું પનીર અને ચીઝ સ્લાઈસ મૂકો. તેના ઉપર ટોમેટો કેચપ અને પેરી પેરી સોસ રેડી રૅપને ફોલ્ડ કરી લેવા. હવે તૈયાર કરેલા રૅપને બંને બાજુ બટર લગાવીને ક્રિસ્પી ગ્રીલ કરી લો. એકદમ ટેસ્ટી અને હેલ્ધી પેરી પેરી તંદુરી રૅપને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. આ રૅપ અલગ-અલગ સ્ટફિંગ ભરીને બનાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો