તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સેસરીઝ:દરેક ડ્રેસમાં શોભી ઊઠતી એક્સેસરી પિલર ઇયરિંગ

4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાલમાં માર્કેટમાં અનેક પ્રકારના પિલર ઇયરિંગ ઉપલબ્ધ છે જેને આઉટફિટને ધ્યાનમાં રાખીને પ્રસંગોપાત પહેરી શકાય

- આસ્થા અંતાણી

ફેશનિસ્ટાઓમાં હાલમાં પિલર ઇયરિંગનો ટ્રેન્ડ પુરબહારમાં ચાલી રહ્યો છે. આ પ્રકારના ઇયરિંગ દરેક પ્રકારના ડ્રેસિંગ પર સારા લાગે છે જેના કારણે એ યુવતીઓની ફેવરિટ એક્સેસરી બની ગઇ છે. હાલમાં માર્કેટમાં અનેક પ્રકારના પિલર ઇયરિંગ ઉપલબ્ધ છે જેની આઉટફિટ પ્રમાણે પસંદગી કરી શકાય છે. - મોતીનાં પિલર ઇયરિંગ મોતીનાં પિયર ઇયરિંગ ક્લાસિક લુક આપે છે. આ પિલર ઇયરિંગમાં અલગ અલગ રંગના મોતીનો ઉપયોગ કરી શકાય છે. આ મોતીનાં ઇયરિંગ ઇવનિંગ ડ્રેસ અને સાટિનના આઉટફિટ સાથે એકદમ પર્ફેક્ટ કોમ્બિનેશન લાગે છે.

- કર્વી પિલર ઇયરિંગ કર્વી પિલર ઇયરિંગ આધુનિકાઓની પહેલી પસંદ છે. આ પ્રકારના ઇયરિંગ શોર્ટ ડ્રેસ તેમજ વેસ્ટર્ન સ્ટાઇલનાં ડ્રેસિંગ પર સારાં લાગે છે. આ કર્વી પિલર ઇયરિંગ ગોલ્ડર, સિલ્વર અને કોપર શેડમાં સારા લાગે છે. આ કર્વી પિલર ઇયરિંગ સાથે મોતી અથવા તો હીરાનું કોમ્બિનેશન અલગ લુક આપે છે. - ઝુમખાં સ્ટાઇલ પિલર ઇયરિંગ આ ઝુમખાં સ્ટાઇલ પિલર ઇયરિંગ પહેરવાથી ઝુમખાં પહેરવાની ફિલ આવે છે. આ સ્ટાઇલના પિલર ઇવનિંગ ટ્રેડિશનલ ડ્રેસિંગ પર વધારે સારાં લાગે છે.

- કલરફૂલ પિલર ઇયરિંગ કલરફૂલ પિલર ઇયરિંગ પર્સનાલિટીને રંગીન લુક આપે છે. આ પ્રકારના ઇયરિંગ દરેક પ્રકારના ડ્રેસ પર સારાં લાગે છે. આ કલરફૂલ પિલર ઇયરિંગમાં અનેક રંગોનો ઉપયોગ થતો હોવાના કારણે એ પહેરતી વખતે ડ્રેસના રંગની અને સ્ટાઇલની ચિંતા કરવી પડતી નથી. પર્સમાં આ કલરફૂલ પિલર ઇયરિંગની એક જોડી રાખવાથી જરૂર પડે ત્યારે માત્ર ઇયરિંગ પહેરીને મિનિટોમાં નવો લુક મેળવી શકાય છે. - કડી સ્ટાઇલ પિલર ઇયરિંગ કડી સ્ટાઇલ પિલર ઇયરિંગમાં કડી સ્ટાઇલના ઇયરિંગ સાથે લટકણિયાંનો લુક મળે છે. આ લુક દરેક પ્રકારના ચહેરા પર સારો લાગે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો