જોબન છલકે:બે ઘડીની મોજના સંબંધોનું વમળ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

મોસમ મલકાણી

હની ટ્રેપની જાળમાં ફસાયેલા મુંબઈના ઉદ્યોગપતિની આત્મહત્યા... ન્યૂઝપેપરની આ હેડલાઇનના શબ્દોએ જાણે અવિનાશના પગમાં બેડી નાખી દીધી અને તેને ભૂતકાળમાં ધકેલી દીધો. તેણે વિગતવાર સમાચાર જાણ્યા એટલે તેને ખબર પડી કે મુંબઇના ખ્યાતનામ બિઝનેસમેને આત્મહત્યા કરી લીધી છે અને સુસાઇડ નોટમાં તેની સેક્રેટરી એવી 25 વર્ષની ખૂબસુરત યુવતી પર તેને ફસાવીને બ્લેકમેલ કરવાનો આરોપ મૂક્યો છે. સીમા...આ નામ વાંચીને અને પછી તેનો ફોટો જોઇને અવિનાશની આંખે અંધારા આવી ગયા અને ત્રણ વર્ષ જૂની ભૂતકાળની ભુતાવળ તેની આંખો સામે નાચવા લાગી. અવિનાશ છેલ્લા બે વર્ષથી તો અમદાવાદમાં સારી પોસ્ટ પર નોકરી કરી રહ્યો છે પણ તેને આ સમાચાર વાંચીને તેને વડોદરામાં ગાળેલા પોતાના દિવસો યાદ આવી ગયા. વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કરીને અવિનાશે તેની પહેલી નોકરીની શરૂઆત કરી હતી. અવિનાશના માતા-પિતા સૌરાષ્ટ્રના નાના ગામમાં રહેતા હતા અને એટલે અવિનાશને સંપૂર્ણ આઝાદી હતી. તે પોતાનું જીવન તેને ગમે તેમ જીવતો હતો અને તેને રોકનાર પણ કોઇ નહોતું. એ સમયે અવિનાશ તેની ઓફિસના એક મિત્ર સંજયના ઘરે પેઇંગ ગેસ્ટ તરીકે રહેતો હતો. એ દિવસોમાં સંજયના પડોશમાં સીમાનો પરિવાર રહેતો હતો. સીમા એમ.બી.એ.નો અભ્યાસ કરી રહી હતી અને તે બહુ બિનધાસ્ત હતી. એક વખત અવિનાશે તેને ટેરેસમાં સ્મોકિંગ કરતા ઝડપી લીધી હતી અને ત્યારે તેમની વચ્ચે તારામૈત્રક રચાયું હતું. જોકે એ તારામૈત્રકમાં ઝડપાઇ જવાની શરમ ઓછી અને જાતીય સંબંધ બાંધવાનું ઇજન વધારે હતું. સીમાની આંખોની ભાષા વાંચીને અવિનાશ ધીમે ધીરે તેનાં નાજુક અંગોને સ્પર્શ કરવા લાગ્યો અને આ સ્પર્શથી સીમાનાં આખા શરીરમાં જાણે કરંટ ફરી વળ્યો અને ભારે ઉત્તેજનાના કારણે એનું શરીર જાણે શિથિલ થઇ ગયું. અવિનાશે કંઇક વિચાર્યું અને પછી સીમાના કાન પર હળવું લવબાઇટ કરીને કહ્યું, ‘ચાલ, અંદરના રૂમમાં જઇએ...’ આટલું કહીને અવિનાશ તેને હાથમાં ઉચકીને અંદરના રૂમમાં લઇ ગયો અને ભરપૂર એકાંતમાં તેમણે તમામ સીમાઓ પાર કરી નાખી. સીમા અને અવિનાશ બંનેનો સેપરેટ રૂમ ધાબા પર હોવાના કારણે રાતના અંધકારમાં તેઓ નિયમિત રીતે ધાબા પર મળીને એકાંત માણતાં થઇ ગયાં. આવી જ રીતે આવેગપૂર્ણ દિવસો ફટાફટ પૂરા થઇ ગયા. અવિનાશને અમદાવાદમાં નવી સારી જોબ ઓફર મળી ગઇ અને તેણે સીમાને હકીકત જણાવી દીધી. સીમાને પણ કંઇ વાંધો નહોતો કારણ કે તેને માત્ર શારીરિક સંબંધોમાં જ રસ હતો. જોકે અમદાવાદ આવ્યા પછી પણ સંજય સાથે તેનો સંપર્ક જળવાઇ રહ્યો હતો. એક દિવસ સંજયે તેને કહ્યું કે તેની બાજુમાં રહેતી સીમાને પોલીસ પકડીને લઇ ગઇ કારણ કે તેણે શહેરના કેટલાક ઉદ્યોગપતિઓ સાથે જાતીય સંબંધ બાંધીને પછી એની વિડીયો ક્લિપ બનાવી લીધી હતી અને પછી તે આ ક્લિપની મદદથી તેમને બ્લેકમેઇલ કરતી હતી. અજયની આ ચોંકાવનારી વાત સાંભળીને અવિનાશે રાહતનો શ્વાસ લીધો કારણ કે તે પોતાના સારા નસીબના કારણે સીમાની ખતરનાક જાળમાં ફસાવાથી આબાદ બચી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...