એક્સેસરીઝ:આધુનિક નારીની અનોખી મંગળસૂત્ર સ્ટાઇલ

12 દિવસ પહેલાલેખક: આસ્થા અંતાણી
  • કૉપી લિંક

ફેશનની દુનિયા પર બોલિવૂડની ઊંડી અસર હોય છે. હિરોઇનોના ડ્રેસ ઉપરાંત જ્વેલરી સ્ટાઇલ તરત જ માનુનીઓના દિલ જીતી લે છે. બોલિવૂડની હિરોઇનોએ મંગળસૂત્રને અલગ અલગ સ્ટાઇલથી પહેરવાનો ટ્રેન્ડ શરૂ કરી દીધો હતો જેને આધુનિકાઓએ વધાવી લીધો છે. મંગળસૂત્ર પહેરવાની આ અવનવી સ્ટાઇલ એકદમ કમ્ફર્ટેબલ છે અને એટલે જ આધુનિક નારીને આકર્ષે છે. Â બ્રેસલેટ મંગળસૂત્ર : જમાના પ્રમાણે મંગળસૂત્રની ડિઝાઇનમાં ઘણાં પરિવર્તન આવ્યાં છે. વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત આજની યુવતીઓમાં પસંદ પડે એવા સિમ્પલ ડાયમન્ડ મંગળસૂત્રની સાથે હવે કાંડામાં બ્રેસલેટની જેમ અથવા બંગડીની જેમ પહેરી શકાય એવા ડિઝાઇનર મંગળસૂત્રની ડિમાન્ડ વધી છે. સામાન્ય રીતે જીન્સ અને ટી-શર્ટમાં ગળામાં મંગળસૂત્ર પહેરવાને બદલે બ્રેસલેટ મંગળસૂત્ર વધારે સારી પસંદગી સાબિત થાય છે. ગળામાં પહેરવામાં આવતા મંગળસૂત્રને હાથમાં પહેરવાનો ટ્રેન્ડ નવી-નવી પરણેલી વર્કિંગ વિમેનને ખૂબ પસંદ પડી રહ્યો છે.’ Â મંગળસૂત્ર રિંગ : હોલસેલ માર્કેટમાં કાળાં મોતીવાળી ચેઇન સહેલાઈથી મળી રહે છે અને એને કારણે આ ચેઇનમાંથી અલગ અલગ સ્ટાઇલની એક્સસરી બનાવી શકાય છે. હવે આંગળીમાં પહેરવાની મંગળસૂત્ર રિંગ પણ માર્કેટમાં આવી ગઈ છે. સામાન્ય રીતે આર્ટિફિશિયલ જ્વેલરી ડિઝાઇનરો તૈયાર ચેઇનનો ઉપયોગ કરે છે. એને જુદી-જુદી સાઇઝમાં કટિંગ કરીને વચ્ચે પેન્ડન્ટ ફિક્સ કરવામાં આવે છે. Â ટૂ ઇન વન મંગળસૂત્ર : હવે પેટ સુધીનું લાંબું મંગળસૂત્ર આઉટડેટેડ થઈ ગયું છે. ઘણી મહિલાઓને હાથમાં અને ગળામાં બન્ને રીતે પહેરી શકે એવું શૉર્ટ મંગળસૂત્ર વધુ પસંદ પડે છે. હાલમાં ઇન્ડો-વેસ્ટર્ન ડ્રેસિસમાં ચાલે એવું ટૂ-ઇન-વન મંગળસૂત્ર પણ ટ્રેન્ડમાં છે. આવું મંગળસૂત્ર અનારકલી, ઘાઘરા-ચોલી જેવા ડ્રેસ સાથે મેચ થઈ જાય અને જીન્સ પહેરો ત્યારે એને ડબલ ફોલ્ડ કરી હાથમાં પહેરી શકાય. આના કારણે બે જુદી જ્વેલરી વસાવવાની જરૂર રહેતી નથી.

અન્ય સમાચારો પણ છે...