એક્સેસરીઝ:દુલ્હનનો દમામ વધારતી સ્ટાઇલિશ પાયલ

2 મહિનો પહેલાલેખક: આસ્થા અંતાણી
  • કૉપી લિંક

દુલ્હનના શ્રૃંગારમાં ઘરેણાંનું બહુ મહત્ત્વ હોય છે. માથાથી પગ સુધી અલગ અલગ જગ્યાએ પહેરવામાં આવતાં તમામ ઘરેણાંનું અલગ અલગ મહત્ત્વ હોય છે. તમામ ઘરેણાંની જેમ પાયલનું દુલ્હનના શ્રૃંગારમાં ખાસ સ્થાન છે. પાયલ માત્ર પગની શોભા જ નથી વધારતી પણ એનું ધાર્મિક મહત્ત્વ પણ છે. હાલના આધુનિક સમયમાં યુવતીઓ પરંપરાગત અંદાજમાં દુલ્હનની જેમ તૈયાર થવાને બદલે કમ્ફર્ટેબલ ફેશનની જ પસંદગી કરે છે. આ કારણે યુવતીઓ ભારે પાયલને બદલે હળવી ડિઝાઇનવાળી પાયલ વધારે પસંદ કરતી થઇ ગઇ છે. હળવી ડિઝાઇનવાળી પાયલની કેટલીક ડિઝાઇન બ્રાઇડલ ગેટઅપ સાથે બહુ સરસ લાગે છે. માર્કેટમાં ચાંદીની અને આર્ટિફિશિયલ એમ બંને પ્રકારની પાયલ મળે છે જેની જરૂરિયાત પ્રમાણે પસંદગી કરી શકાય છે. Â લેયરવાળી પાયલ : લેયરવાળી પાયલની સ્ટાઇલમાં લાઇટ અને હેવી એમ બંને વિકલ્પો મળે છે. આ સ્ટાઇલ દેખાવમાં તો ટ્રેન્ડી લાગે જ છે પણ સાથે બ્રાઇડલ લહેંગા સાથે પગની શોભા પણ વધારે છે. લેયરવાળી પાયલમાં મોતી, કુંદર અને મીના વર્ક કરી શકાય છે જેના કારણે એને બ્રાઇડલ લહેંગા સાથે સરળતાથી મેચ કરી શકાય છે. આર્ટિફિશિયલ જ્વેલરીના કલેક્શનમાં આવી પાયલ અઢીસોથી માંડીને સાડા ત્રણસો રૂપિયામાં મળી આવે છે. Â ઘુંઘરુંવાળી પાયલ : ઘુંઘરુંવાળી પાયલમાં ટ્રેડિશનલ અને મોડર્ન એમ બંને પ્રકારની સ્ટાઇલ જોવા મળે છે અને યુવતી પોતાની મરજી પ્રમાણે સ્ટાઇલની પસંદગી કરી શકાય છે. આ ઘુંઘરુંવાળી પાયલને બ્રાઇડલ લહેંગા સિવાય સાડી અથવા તો સલવાર સૂટ સાથે પણ પહેરી શકાય છે. આવી આર્ટિફિશિયલ પાયલ એ લેયરવાળી પાયલ કરતાં પ્રમાણમાં સસ્તી હોય છે. Â ચેઇન પાયલ : માર્કેટમાં ચેઇનવાળી પાયલના અનેક વિકલ્પ મળી આ‌વશે. એ પગમાં અટવાતી નથી. આવી પાયલ પહેરવામાં લાઇટ વેઇટવાળી અને લુકમાં હેવી હોય છે.

અન્ય સમાચારો પણ છે...