ફેશન:દરેક મહિલાના વોર્ડરોબમાં હોવી જ જોઇએ... અલગ-અલગ સ્ટાઇલિશ બ્રા

3 મહિનો પહેલાલેખક: પાયલ પટેલ
  • કૉપી લિંક

મેક્સિમાઇઝર બ્રા આ બ્રા પુશ-અપ, પેડેડ અને અંડરવાયર્ડ હોય છે. સ્મોલથી માંડીને મીડિયમ બસ્ટ સાઇઝવાળી મહિલાઓ યોગ્ય સપોર્ટ માટે મેક્સિમાઇઝર બ્રા ટ્રાય કરી શકે છે. આ સ્ટાઇલની બ્રા ફોર્મલ, એથનિક અથવા તો પાર્ટીવેર ડ્રેસ સાથે પહેરી શકાય છે. મિનિમાઇઝર બ્રા આ ફુલ કપ બ્રા હોય છે અને એમાં પેડ નથી હોતું. મીડિયમથી માંડીને મોટી બસ્ટ સાઇઝવાળી મહિલાઓ માટે મિનિમાઇઝર બ્રા સારો વિકલ્પ છે. આ સ્ટાઇલની બ્રા બ્રેસ્ટને સ્મોલ લુક આપે છે. રોજ પહેરવામાં આવતા ફોર્મલ અને ઇનફોર્મલ કપડાં સાથે મિનિમાઇઝર બ્રા પહેરી શકાય છે.

અંડરવાયર્ડ બ્રા આ બ્રા ડેમી કેપ અને પેડેડ હોય છે. નાનકડા અને મીડિયમ બસ્ટવાળી મહિલાઓ માટે અંડરવાયર્ડ બ્રા બેસ્ટ ઓપ્શન છે. આને ફોર્મલ અને ઇનફોર્મલ વસ્ત્રો સાથે પહેરી શકાય છે. જોકે આ અંડરવાયર્ડ બ્રા થોડા સમય માટે જ પહેરવી જોઇએ. લાંબા સમય સુધી એને પહેરવાથી નુકસાન થાય છે. ટી-શર્ટ બ્રા આ પેડેડ બ્રાના સ્ટ્રેપ્સ ટ્રાન્સપરન્ટ હોય છે. દરેક પ્રકારની બસ્ટ સાઇઝ ધરાવતી મહિલા ટી-શર્ટ બ્રા પહેરી શકે છે. જિમ વેર, ટી-શર્ટ અને શીયર પાર્ટી વેર સાથે આ ટી-શર્ટ બ્રા પહેરી શકાય છે.

સ્પોર્ટ્સ બ્રા સ્પોર્ટ્સ બ્રા નોન-પેડેડ અને નોન-અંડરવાયર્ડ હોય છે. આના સ્ટ્રેપ્સ પહોળા હોય છે. નાના અને મીડિયમ બ્રેસ્ટ માટે સ્પોર્ટ્સ બ્રા સારામાં સારો વિકલ્પ છે. મોટા બ્રેસ્ટ ધરાવતી મહિલા એક્સરસાઇઝ દરમિયાન બ્રેસ્ટને સપોર્ટ અને પ્રોટેક્શન આપવા માટે સ્પોર્ટ્સ બ્રા પહેરી શકે છે.

ડેઇલી વેર બ્રા ડેઇલી વેર બ્રા નોન-પેડેડ અને ફુલ કપ હોય છે. આ એકદમ કમ્ફર્ટેબલ હોય છે એટલે બધી મહિલા એ પહેરી શકે છે. ડેઇલી વેર બ્રાને તમે રોજિંદા આઉટફિટ સાથે પહેરી શકો છો. જો કપડાં વધારે ટ્રાન્સપરન્ટ હોય તો એની સાથે ડેઇલી વેર બ્રા ન પહેરવી જોઇએ.

ટ્યૂબ ટોપ બ્રા ટ્યૂબ ટોપ બ્રા સ્ટ્રેપલેસ અને નોન-પેડેડ હોય છે. નાનાથી માંડીને મીડિયમ બ્રેસ્ટવાળી મહિલા ટ્યૂબ ટોપ બ્રા પહેરી શકે છે. આ સ્ટાઇલની બ્રા ટી-શર્ટ, જિમ વેર અથવા તો સ્ટ્રેપલેસ પાર્ટીવેર સાથે પહેરી શકાય છે.

પુશઅપ બ્રા પુશઅપ બ્રા પેડેડ હોય છે. આમાં સ્ટ્રેપવાળી અને સ્ટ્રેપલેસ એમ બંને વિકલ્પો મળે છે. નાના અને મીડિયમ બ્રેસ્ટવાળી મહિલાઓ જો ક્લિવેજ દર્શાવવા માગતી હોય તો તેમેના માટે પુશઅપ બ્રા સારામાં સારો વિકલ્પ છે. આ બ્રાને પાર્ટી ડ્રેસ સાથે પહેરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...