તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેટિંગ ડાયરી:જીવનભરના પ્રેમની એ નજર

ડિમ્પલએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રેમમાં પહેલ યુવાન તરફથી કરવામાં આવે એવું મનાય છે, પણ અમારા કિસ્સામાં વેલેન્ટાઇન્સ ડે અલગ જ બની રહ્યો

મારા કોલેજકાળની આ વાત છે. એ સમયે વેલેન્ટાઇન્સ ડેની ભારતમાં શરૂઆત થઇ હતી. એ સમયે મારી કોલેજનો એક યુવાન જે કોમર્સમાં ભણતો હતો અે મને ખૂબ ગમતો પણ હતો. હું આર્ટ્સની વિદ્યાર્થિની અને એ કોમર્સનો, પણ કોણ જાણે કેમ અમને બંનેને એકબીજા પ્રત્યે અકળ આકર્ષણ જાગતું હતું. આમ છતાં બંનેને પોતાની વાત કહેવામાં ખચકાટ થતો હતો. આ સ્થિતિમાં વેલેન્ટાઇન્સ ડે નજીક આવી રહ્યો હતો ત્યારે મને વિચાર આ‌વ્યો કે મને એ ગમે તો છે જ. જે રીતે એ મને જુએ છે તે જોતાં લાગે છે કે એ મારી ફીલિંગ્સ સમજી ગયો છે. કદાચ એ મને કહેતાં અચકાય છે કે હું ના કહીશ તો? પણ એવું જરૂરી તો નથી કે કોઇને પ્રેમ કરતા યુવકે જ કાયમ પહેલ કરવી? યુવતી કેમ પોતાના પ્રેમનો એકરાર ન કરી શકે? અને મેં નક્કી કર્યું કે, ‘આ વેલેન્ટાઇન્સ ડે પર હું એને મારી ફીલિંગ્સ જણાવીશ. ભલે એ મને સ્વીકારે કે ન સ્વીકારે.’ મેં એના માટે એક સરસ મજાની રિસ્ટવોચ લીધી અને ગિફ્ટ પેક કરાવી. મારી કોલેજબેગમાં એ રાખી દીધી. વેલેન્ટાઇન્સ ડે પર હું કોલેજ ગઇ ત્યારે મારી નજર સતત એને શોધતી હતી, પણ એ કોણ જાણે ક્યાં ગાયબ હતો? મારું દિલ પળવાર માટે તો બંધ થઇ જશે એવું લાગ્યું, પણ અચાનક કેમ્પસમાં એક ખૂણામાં એ ઊભેલો દેખાયો. મારું દિલ ફરીથી ધડકવા લાગ્યું, પણ નક્કી કર્યા મુજબ આજે તો મારે એક નિર્ણય લેવો જ હતો. હું ધીમા પણ મક્કમ પગલે એની તરફ ચાલવા લાગી. એણે મને આવતાં જોઇ અને થોડો આગળ આવ્યો. હું એની પાસે પહોંચી અને એણે સ્માઇલથી મારું સ્વાગત કર્યું. ‘હાય... હલ્લો...’ કર્યા પછી મેં બિન્દાસ એની આંખો પર હાથ મૂકી ગિફ્ટ આપતા પૂછ્યું, ‘વિલ યુ બી માય વેલેન્ટાઇન?’ એણે કહ્યું, ‘પણ આંખો તો ખોલવા દો’ ત્યારે મેં કહ્યું, ‘પહેલાં રિપ્લાય આપો...’ એણે કહ્યું, ‘હા કહેવા માટે મારે નજર તો મિલાવવી પડે ને?’ અને બસ...એ દિવસે એની નજરમાં જે ભાવ ઝલકતો હતો, એ ભાવ આજેય વેલેન્ટાઇન્સ ડે આવે ત્યારે તો દેખાય જ છે. એ જ્યારે એના કાંડે બાંધેલી મારી ગિફ્ટની રિસ્ટવોચમાં સમય જુએ ત્યારે પણ ભાવ ઝલકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો