તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંબંધનાં ફૂલ:એ ભેંકાર જગ્યા જ્યાં ધબકતું હતું જીવન

રચના સમંદરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભેંકાર જગ્યામાં ઝાડનાં પાંદડાંનો અવાજ પણ સન્નાટાને વધારે ડરામણો બનાવતો હતો. આ પરિસ્થિતિ સમય કેટલો બળ‌‌‌વાન છે એ વાતનો પુરાવો પણ છે

એક જૂની અને બંધ પડેલી ફેક્ટરી સામેથી પસાર થવાનું થયું. મોડી સાંજ થઇ ગઈ હતી અને રાતનું અંધારું પગપેસારો કરી રહ્યું હતું. પત્થરની દીવાલની અંદર રહેલી જગ્યા ભેંકાર લાગતી હતી. એ જગ્યા ક્યારેક ભરપૂર જીવનથી ધબકતી હશે. એની અંદર અનેક ઇમારતો હતી જેની ઉપર ચિમનીઓ લાગેલી હતી. આ ચિમનીઓ જાણે જીવનનો પુરાવો હતી. આ ફેક્ટરીમાં લાગેલી સાઇરન કોઇક સમયે ફેક્ટરીના કર્મચારીઓ માટે કામ અને આરામનો સંદેશ લાવતી હશે. લોખંડના મોટા મોટા દરવાજાઓમાં લાગેલો નાનકડો દરવાજો કર્મચારીઓના ગર્વના પ્રતીક સમાન લાગ્યો. એવું લાગતું હતું કે નાના દરવાજામાંથી માત્ર એ વ્યક્તિઓને જ પ્રવેશ મળે છે જેને એ જગ્યામાં પ્રવેશ કરવાનો હક્ક હોય. ભેંકાર જગ્યામાં ઝાડનાં પાંદડાનો અવાજ પણ સન્નાટાને વધારે ડરામણો બનાવતો હતો. આ પરિસ્થિતિ સમય કેટલો બળ‌‌‌વાન છે એ વાતનો પુરાવો પણ છે. આ સન્નાટો કેમ છે? એ સવાલના અનેક જવાબ હોઇ શકે છે પણ એ જગ્યાએ અનેક લોકોની આશા, યાદગીરી અને સપનાઓનાં વાવેતર થયા હશે એમાં પણ બેમત નથી. એવા દરવાજાઓ કેમ બંધ થઇ જાય છે જેમાંથી અનેક ઘરોમાં આનંદ પ્રસરતો હોય છે. બંધ પડેલી દરેક ફેક્ટરી, દરેક મિલ અને દરેક કારખાનું...પછી એ ભલે એ ગમે તેટલા નાના કેમ ન હોય એ ફરીથી ધબકતા થઇ જાય એટલી આશા રાખવી એ કંઇ વધારે પડતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો