રસથાળ:શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં તરોતાજાં કરી દે એવાં સ્વાસ્થ્યવર્ધક પીણાં

15 દિવસ પહેલાલેખક: રિયા રાણા
  • કૉપી લિંક

શિયાળામાં આપણે સ્વાસ્થ્યની કાળજી વધારે રાખીએ છીએ. આ ઋતુમાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં અને લીલાંછમ મળતા હોય છે. આજે માણીએ શિયાળાની સવારને તાજગીથી ભરપૂર કરી દે એવાં હેલ્ધી ડ્રિંક્સ

એપલ ડિલાઈટ જ્યૂસ

સામગ્રી ઃ સફરજન-1 નંગ, ગાજર-1 નંગ, બીટ-નાનો ટુકડો, આદું-નાનો ટુકડો, ફૂદીનો-8થી 10 પાન, લીંબુનો રસ-અડધી ચમચી, મધ-1 ચમચી

સામગ્રી ઃ સફરજન-1 નંગ, ગાજર-1 નંગ, બીટ-નાનો ટુકડો, આદું-નાનો ટુકડો, ફૂદીનો-8થી 10 પાન, લીંબુનો રસ-અડધી ચમચી, મધ-1 ચમચી

દાડમ દ્રાક્ષ જ્યૂસ સામગ્રી : દાડમના દાણા-2 કપ, કાળી દ્રાક્ષ-1 કપ, મીઠું-ચપટી, ખાંડ-1 ચમચી, મરી પાઉડર-ચપટી, સંચળ-ચપટી, ક્રશ આઈસ ક્યુબ-6થી 7 ચમચી રીત : દ્રાક્ષને પાણી વડે સારી રીતે ધોઈ લો. દાડમના દાણા કાઢી લો. હવે એક મિક્સર જારમાં બાકીની તમામ સામગ્રી ક્રશ કરી જ્યૂસ બનાવી લો. ગરણીથી ગાળી ક્રશ આઈસ સાથે સવિગ ગ્લાસમાં રેડો. ક્રશ આઈસની ક્રન્ચિનેસ સાથે આ જ્યૂસ ઇન્સ્ટન્ટ તાજગી આપશે.

એનર્જી બૂસ્ટર જ્યૂસ સામગ્રી : ટામેટું-1 નંગ, બીટ-અડધું, ગાજર-1 નંગ, આમળાંં-2 નંગ, ફૂદીનો-2 ચમચી, આદું-નાનો ટુકડો, આંબા હળદર-1 ટુકડો, લીંબુનો રસ-અડધી ચમચી, સંચળ-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, મરી-પા ચમચી, અખરોટ-2થી 3 ટુકડા, બદામ-4 નંગ

રીત : ઉપરોક્ત બધી સામગ્રી ભેગી કરી લેવી. ટામેટું, બીટ, ગાજર, આદું અને આંબા હળદળને સમારી લો. હવે તેના સાથે ફૂદીનાના પાન એડ કરી પાણી વડે સારી રીતે ધોઈ લો. મિક્સર જારમાં બધી સામગ્રી સાથે સ્વાદ મુજબ મીઠું, સંચળ પાઉડર, મરી પાઉડર, અખરોટ અને બદામ ઉમેરી સ્મૂધ જ્યૂસ બનાવો. સર્વિંગ ગ્લાસમાં આઈસ ક્યુબ સાથે તૈયાર કરેલા આ સ્વાદિષ્ટ જ્યૂસને સર્વ કરો.

ટોમેટો સ્પ્રાઉટ્સ સૂપ

સામગ્રી ઃ ટામેટાં-4 નંગ, બીટ-નાનો ટૂકડો, ગાજર-1 નંગ, ફણગાવેલા મગ-4થી 5 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, સંચળ પાઉડર-જરૂર મુજબ, મરી પાઉડર-પા ચમચી

રીત ઃ સૌપ્રથમ ટામેટાં, ગાજર અને બીટને મોટા ટૂકડામાં સમારી લો. અડધો ગ્લાસ પાણી સાથે પ્રેશર કૂકરમાં બાફી લો. ઠંડુંપડે એટલે મિક્સરમાં સારી રીતે ક્રશ કરી ગરણી વડે ગાળી લો. ગાવે તેમાં સ્વાદ મુજબ મીઠું, સંચળ અને મરી પાઉડર ઉમેરી સાતથી આઠ મિનિટ ઉકાળો. સર્વ કરતી વખતે સ્પ્રાઉટ્સ એડ કરી ગરમાગરમ સૂપની ફૂલગુલાબી ઠંડીમાં મજા માણો.

આમળાંં-હળદર-મીઠા લીમડાનો જ્યૂસ

સામગ્રી ઃ મોટો ટુકડો હળદર-1 નંગ, આથેલાં આમળાંં-2 નંગ, મીઠાં લીમડાના પાન-6 નંગ, ફુદીનો-5થી 6 પાન, કોથમીર-2 ચમચી, આદુંં-નાનો ટુકડો, ગાજર-એક મોટો ટુકડો, મીઠું-સ્વાદ મુજબ, સંચળ પાઉડર-પા ચમચી રીત : સૌ પ્રથમ બધું જ સમારી અને સારી રીતે પાણી વડે ધોઈ લો. મિકસરમાં બધી સામગ્રી લઇ મીઠું અને સંચળ પાઉડર ઉમેરી એક ગ્લાસ પાણી સાથે જ્યૂસ તૈયાર કરો. ગરણી વડે ગાળી જયૂસ સર્વ કરો. શિયાળામાં રોજ સવારે એનું સેવન કરો. આનાથી ચોક્કસ ફાયદો થશે.

હેલ્ધી ગ્રીન સૂપ સામગ્રી ઃ સરગવો-8થી 10 ટુકડા, સમારેલી દૂધી-અડધો કપ,સમારેલી પાલક-1 કપ, લીંબુનો રસ-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તજ પાઉડર-ચપટી, મરી પાઉડર-પા ચમચી, લવિંગ-1 નંગ

રીત ઃ સરગવાની સીંગને છોલીને ટુકડા કરી કુકરમાં બે સીટી વગાડો લો. દૂધીના પણ છોલીને ટુકડા કરી લો. પાલકને ઝીણી સમારી પાણીમાં પલાળી દો. સરગવો બફાઈ જાય એટલે હાથેથી મસળીને પલ્પ તૈયાર કરો. પાલક અને દૂધીને કુકરમાં એક સીટી વગાડી તેને ક્રશ કરી લો. હવે બંનેને મિક્સ કરી સૂપને ગેસ પર ઉકળવા મૂકો. ઉકળતું હોય ત્યારે તેમાં લવિંગ એડ કરો, એનાથી સુપમાં લવિંગની ફ્લેવર આવશે જેનો સ્વાદ સારો આવે છે. હવે સ્વાદ મુજબ મીઠું, તજ પાઉડર, મરી પાઉડર ઉમેરો. લીંબુનો રસ ઉમેરી હેલ્ધી ગ્રીન સૂપ સર્વ કરો.

અન્ય સમાચારો પણ છે...