તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસથાળ:મેંગોની વાનગીઓની મજેદાર મિજબાની

રિયા રાણા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેરીનો મીઠોમધુરો સ્વાદ દરેક વયના લોકોને ભાવતો હોય છે. હાલમાં માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં પાકી કેરી મળે છે ત્યારે પાકી કેરીની વાનગીઓની મિજબાની માણી શકાય છે

આમ પાપડ રીત : કેરીને ધોઇને છાલ કાઢી તેનો પલ્પ કાઢી લેવો. તેમાં ખાંડ ઉમેરી બ્લેન્ડરથી ચર્ન કરી પલ્પ તૈયાર કરવો. પાણી બિલકુલ ઉમેરવાનું નથી. જો રેસાવાળી કેરી હોય તો પલ્પને ગાળી લેવો. નોનસ્ટિકમાં કેરીનો પલ્પ અને ખાંડ ઉમેરી 20 મિનિટ સુધી મધ્યમ આંચ પર સતત હલાવતા રહેવું. ઘટ્ટ લચકા જેવું થઇ જાય એટલે આંચ પરથી ઉતારી લેવું. સ્ટીલની થાળીમાં ઘી લગાવવું. થાળીમાં એકદમ પાતળું લેયર એકસરખું પાથરી લેવું. પહેલા દિવસે તડકો આપ્યાં પછી થાળી અંદર લાવી તેના કાપા પાડી આમ પાપડને ઉખાડી લેવા અને તે થાળીમાં જ રહેવા દેવા. થાળીને તડકામાં ચારણી ઢાંકીને મૂકી દેવી. ત્રણથી ચાર દિવસ આ થાળી તડકામાં મૂકવી. તૈયાર થયેલ આમ પાપડ ડબ્બામાં ભરી દેવા. જ્યારે કેરીની સિઝન નહીં હોય ત્યારે આ આમ પાપડ ખાવાની ખૂબ જ મજા આવશે.

મેંગો રસગુલ્લાં સામગ્રી : મેંગો પલ્પ-1 કપ, પનીર-1 કપ, કોર્નફલોર-1 ચમચી, મેંગો એસેન્સ-3 થી 4 ટીપાં, ખાંડ-3 કપ, પાણી-3 કપ, ઈલાયચી પાઉડર-અડધી ચમચી, કેસરના તાંતણા-5થી 7 રીત : પનીરને ખૂબ સારી રીતે મસળી લો. તેમાં એક ચમચી કોર્નફલોર અને ત્રણથી ચાર ચમચી મેંગો પલ્પ ઉમેરી મિક્સ કરો. હવે ચાસણી તૈયાર કરવા માટે કડાઈમાં ખાંડ અને પાણી ઊકળવા મૂકો. થોડી ખાંડ ઓગળે એટલે તેમાં 4 ચમચી મેંગો પલ્પ અને મેંગો એસેન્સ ઉમેરો. પનીરનાં મિશ્રણમાંથી નાના નાના ગોળા વાળી તેને આ ઊકળતી ચાસણીમાં દસ મિનિટ સુધી ઢાંકીને પકાવો.આ રસગુલ્લાં બહાર કાઢી બાજુ પર રહેવા દો. હવે ચાસણીમાં કેસર ઊમેરી થોડી વધુ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડવા દો. ફ્રિજમાં ઠંડાં કરી મેંગો રસગુલ્લાં સર્વ કરો. મેંગો

સામગ્રી : ચણાનો લોટ-2 કપ, દૂધ-4 ચમચી, ઘી-2 કપ, ઘી-અડધો કપ, ખાંડ-1 કપ, કેરીનો પલ્પ-1 કપ, મિલ્ક પાઉડર-2 ચમચી, કેસરના તાંતણા-10થી 15 તાંતણા, ચારોળી-1 ચમચી, ઈલાયચી પાઉડર-અડધી ચમચી, જાયફળ પાઉડર-પા ચમચી રીત : ચણાનો લોટ ચાળી લો. 2 ચમચી ઘી અને દૂધને મિક્સ કરી સહેજ ગરમ કરી લો. તેને ચણાના લોટમાં ઉમેરી હળવા હાથે મિક્સ કરો. એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં મિલ્ક પાઉડર ઉમેરી 1થી2 મિનિટ શેકી લો. તેમાં કેરીનો પલ્પ ઉમેરી બરાબર મિક્સ કરી લો અને પછી તેને બાઉલમાં કાઢી લો. હવે એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ચણાનો લોટ ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકો. ગેસ બંધ કર્યા બાદ પણ મિશ્રણને સતત હલાવતા રહો. હવે તેમાં કેરીનો પલ્પ ઉમેરો. બીજી કડાઇમાં ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરી 2.5 તારની ચાસણી બનાવો. ચાસણીમાં કેસર ઉમેરો. તૈયાર ચાસણીને શેકેલા ચણાના લોટનાં મિશ્રણની અંદર ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. ઈલાયચી અને જાયફળ પાઉડર ઉમેરો. ચારોળીથી સજાવી આખી રાત સેટ થવા દો. કંઇક હટકે અને નવીન મેંગો મોહનથાળની મજા માણો.

મેંગો

સામગ્રી : દૂધ-4 કપ, કન્ડેન્સ્ડ મિલ્ક-1 કપ, ફ્રેશ ક્રીમ-પા કપ, મિલ્ક પાઉડર-4 ચમચી, કોર્ન ફ્લૉર-1 ચમચી, પાણી-4 ચમચી, પાકી કેરીનો પલ્પ-2 કપ રીત : દૂધ ગરમ કરવા માટે મૂકવું. એક ઊભરો આવે એટલે મધ્યમ તાપ કરીને સતત હલાવીને દૂધ જ્યાં સુધી અડધું થઈ જાય ત્યાં સુધી ચડવા દો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને ફ્રેશ ક્રીમ ઉમેરવું. કોર્ન ફ્લોર અને મિલ્ક પાઉડરને પાણીમાં મિક્સ કરીને એ મિશ્રણને દૂધમાં ઉમેરવું. સાતથી આઠ મિનિટ સુધી ધીમી આંચ પર ચડવા દો. ત્યારબાદ તૈયાર થયેલ મિશ્રણને રૂમ ટેમ્પરેચર પર ઠંડંુ થવા દેવું. કુલ્ફીનાં મિશ્રણમાં કેરીનો પલ્પ ઉમેરીને બરાબર હલાવો.મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં ઉમેરવું. ફ્રિજરમાં છથી આઠ કલાકમાં કુલ્ફી સેટ થઇ જશે. કુલ્ફીના મોલ્ડને પાણીમાં બોળીને કુલ્ફીને બહાર કાઢી લેવી. ડ્રાયફ્રૂટની કતરાણ અને ગુલાબની પાંદડીથી સજાવીને સર્વ કરો. મેંગો મખાના લાડુ સામગ્રી : મખાના-1 કપ, કાજુ-10 નંગ, પિસ્તા-10 નંગ, અખરોટ-10 નંગ, મધ-2 ચમચી, ધી-1 ચમચી, મેંગો પલ્પ-1 કપ રીત : એક પેનમાં ઘી મૂકો. ગરમ થાય એટલે તેમાં મખાના, કાજુ, પિસ્તા, અખરોટને શેકી લો. ઠંડા થાય એટલે મિક્સરમાં અધકચરું પીસી લો. હવે તેમાં કેરીનો પલ્પ મિક્સ કરો. મધ પણ ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હથેળીમાં ઘી લગાડી લાડુ વાળી લેવા. આ હેલ્ધી લાડુ બાળકોને ખૂબજ પસંદ આવશે. આ લાડુમાં મેંગોની ફ્લેવર હોવાથી એ બીજા લાડુ કરતા ટેસ્ટમાં વધારે સારા લાગશે.

અન્ય સમાચારો પણ છે...