તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેટિંગ ડાયરી:એક દિવસની સફર અને જિંદગીભરનો મજબૂત સાથ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ચાલતી ટ્રેનમાં એ ચડ્યો એટલે મારાથી બોલ્યાં વિના ન રહેવાયું, ‘આપણા દેશના લોકો ક્યારે સુધરશે…’

- ડિમ્પલ

મારી જોબને કારણે મારે મુંબઇ જવાનું થયું. મારી ટિકિટ કન્ફર્મ થઇ ગઇ હતી અને રિટર્ન ટિકિટ પણ! ટ્રેન સમયસર હોવાથી સમયસર જ ઊપડી અને અચાનક એક સ્માર્ટ, હેન્ડસમ યુવાન દોડતો દોડતો ડબ્બામાં ચડ્યો. ટ્રેને સ્પીડ પકડી લીધી હતી અને એ એટલી ઝડપથી ચડ્યો હતો. મારાથી બોલ્યા વિના ન રહેવાયું, ‘ખબર નહીં, આપણા દેશના લોકો ક્યારે સુધરશે…’ એ યુવાને મારી આ વાત સાંભળી. એ બે પળ મારી સામે જોઇ રહ્યો, પણ પછી પોતાની જગ્યાએ બેસી ગયો. જગ્યા પર બેઠા પછી પણ એ થોડી થોડી વારે મારી સામે જોયા કરતો હતો. મનોમન તો ગુસ્સો આવતો હતો, પણ મારે કંઇ બોલવું નહોતું. કલાકેક પછી ટ્રેન ઊભી રહી, ત્યારે એ નીચે ઊતર્યો. પાછો આવ્યો ત્યારે એના હાથમાં ઠંડા પાણીની બોટલ અને ચાના કપ હતા. એણે પાણીની બોટલ મારા તરફ ધરતાં કહ્યું, ‘બી કૂલ…મે’મ!’ મેં એના તરફ એક નજર નાખી અને મોં ફેરવી લીધું. એણે તરત ચાનો કપ ધર્યો. મેં એની સામે જોયું તો એના ચહેરા પર વિનંતી સ્પષ્ટ વંચાતી હતી. મેં ચા લઇ લીધી.

એણે પોતાનો પરિચય આપ્યો અને પછી જે એની નોનસ્ટોપ વાતો શરૂ થઇ કે ક્યારે મુંબઇ આવી ગયું તેની ખબર જ ન રહી. અમે બંને ઊતરવાની તૈયારી કરવા લાગ્યા. સ્ટેશન પર ઊતરીને એણે કહ્યું, ‘આ મારું કાર્ડ છે. કદાચ તમારો ગુસ્સો શાંત ન થયો હોય તો આ એડ્રેસ પર આવીને બાકીનો ઊભરો પણ ઠાલવી દેજો.’ અને એ ટેક્સીમાં બેસી ગયો. એના ગયા પછી મારી કોન્ફરન્સમાં હાજરી આપી હું જ્યારે પાછી ફરી રહી હતી, ત્યારે ફરી એ જ યુવાનને મેં જોયો. એ બોલ્યો, ‘મે’મ… આજે તો હું સમયસર છું.’ મને હસવું આવી ગયું. જાણે વર્ષોનો પરિચય હોય એમ અમે બંને એકબીજાને જોઇ રહ્યાં. થોડી વારે એ અચાનક બોલ્યો કે આઇ લવ યુ. બીજી જ મિનિટે મેં એને કહ્યું, ‘ટ્રેનમાં લાસ્ટ મોમેન્ટ ચડનારા…આમાં ફર્સ્ટ કેમ?’ તો એણે જવાબ આપ્યો, ‘મને થયું કે, જો આજે સમયસર નહીં પહોંચું તો જિંદગીની ટ્રેન ચૂકી જઇશ.’ એ દિવસની સફર આજીવનની સફર બની ગઇ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો