તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સેસરીઝ:વેલેન્ટાઇન્સ ડેની ગિફ્ટ માટે 5 રોમેન્ટિક એક્સેસરી

આસ્થા અંતાણીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ દિવસની ઉજવણી પ્રેમના ભાવ સાથે કરવામાં આવે છે એટલે ગિફ્ટમાં પણ ભારોભાર પ્રેમ છલકાતો હોય એ પણ જરૂરી છે

વેલેન્ટાઇન્સ ડેને હવે ગણતરીના દિવસોની વાર છે ત્યારે પ્રેમીજનોએ પોતાના પ્રિયપાત્રને આપવા માટે રોમેન્ટિક ગિફ્ટની શોધ શરૂ કરી દીધી છે. આ દિવસની ઉજવણી પ્રેમના ભાવ સાથે કરવામાં આવે છે એટલે ગિફ્ટમાં પણ ભારોભાર પ્રેમ છલકાતો હોય એ જરૂરી છે.અહીં વેલેન્ટાઇન્સ ડેના દિવસે આપવા માટે કેટલીક પરફેક્ટ રોમેન્ટિક એક્સેસરી જણાવી છે. } લેયર્ડ હાર્ટ નેકલેસ : ગર્લફ્રેન્ડ કે પાર્ટનરને આપવા માટે લેયર્ડ હાર્ટ નેકલેસ સારામાં સારી ગિફ્ટ છે. આ પ્રકારના નેકલસમાં ચેઇનના બેથી ત્રણ લેયર હોય છે. આ ચેઇન પાતળી પણ હોઇ શકે છે અને જાડી પણ. પાતળી ચેઇનવાળો નેકલેસ નાજુક લાગે છે અને એને સામાન્ય ડ્રેસથી માંડીને વેસ્ટર્ન વેર પર પહેરી શકાય છે. જાડી ચેઇનવાળો લેયર્ડ હાર્ટ નેકલેસ જાજરમાન લુક આપે છે અને ટ્રેડિશનલ વેર સાથે એ પહેરવાથી સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. }ગોલ્ડ પ્લેટેડ હાર્ટ રિંગ : કોઇપણ સુંદરીને ગોલ્ડ પ્લેટેડ હાર્ટ રિંગ આપીને એના દિલમાં જવાનો રસ્તો સરળ બનાવી શકાય છે. રિંગ આપવાથી કમિટમેન્ટની લાગણી મજબૂત બને છે. ગોલ્ડ પ્લેટેડ હાર્ટ રિંગ યુવતીની નાજુક આંગળીઓની સુંદરતા વધારે છે. આ ગોલ્ડ પ્લેટેડ હાર્ટ રિંગમાં હીરો, મોતી કે પછી નીલમ લગાવીને એની સુંદરતામાં વધારો કરી શકાય છે. }હાર્ટ શેપ પેન્ડન્ટ : વેલેન્ટાઇન્સ ડે વખતે ગિફ્ટમાં આપવા માટે હાર્ટ શેપ પેન્ડન્ટ બહુ ડિમાન્ડમાં છે. નાનકડા અને નાજુક લુક ધરાવતા આ પેડન્ટ તમે રૂટિનમાં પણ પહેરી શકો છો. }લવ બ્રેસલેટ : લવ બ્રેસલેટ પ્રેમીઓની પહેલી પસંદ છે. વેલેન્ટાઇન્સ ડેના દિવસે પ્રેમીઓ મેચિંગ લવ બ્રેસલેટ પહેરીને અથવા તો ગિફ્ટમાં એકબીજાને આ સ્ટાઇલના બ્રેસલેટ આપીને પ્રેમના પર્વને સેલિબ્રેટ કરે છે. }રોમેન્ટિક ઇયરિંગ : વેલેન્ટાઇન્સ ડેના દિવસે ગર્લફ્રેન્ડને કોઇ રોમેન્ટિક ગિફ્ટ આપવી હોય તો પ્રેમના પ્રતીક જેવો ઇયરિંગ સારામાં સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. આ ઇયરિંગ હેગિંગ સ્ટાઇલમાં પણ મળે છે. આ ઇયરિંગ ગોલ્ડ, સિલ્વર, મોતી અને હીરાની બનાવટમાં મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો