બદલાતા સમયને અપનાવો ફાલ્ગુની નાયરે 19 વર્ષ જોબ કર્યા પછી પોતાનું સ્વતંત્ર કામ શરૂ કરવાનું જોખમ ઉપાડ્યું. એમણે એ સમયે સ્ટાર્ટ અપ વિશે વિચાર્યું જ્યારે ઓનલાઈન બ્યુટી કોસ્મેટિક્સ ખરીદવું લોકો માટે એકદમ નવો કોન્સેપ્ટ હતો.
તેમણે શીખવાડ્યું: બદલતો સમય અને વધતી જતી ટેકનોલોજીને અપનાવી આગળ વધવું એજ સમજદારી છે. એ નક્કી કરેલા કામને પૂરા કરવામાં તમારી મદદ કરશે.
ઉંમર ફક્ત એક આંકડો છે મોટાભાગે લોકો વિચારતા હોય છે કે કોઈ પણ વ્યવસાયની શરૂઆત કરવામાં જેટલી વાર લાગશે, ચેલેન્જ એટલી જ વધતી જશે, પરંતુ ફાલ્ગુની નાયરે 50 વર્ષની ઉંમરે નવી કંપનીની શરૂઆત કરી અને તેમાં સફળ પણ રહ્યાં.
તેમણે શીખવાડ્યું: ઉંમર એ ફક્ત એક નંબર છે. જેમ શીખવાની કોઈ ઉંમર નથી હોતી તેમ નવું કામ શરૂ કરવાની પણ કોઈ ઉંમર નથી હોતી.
શરૂઆત કરો... ભલે નાનાં કામથી ફાલ્ગુની નાયરે જ્યારે શરૂઆત કરી ત્યારે દરરોજ તેમને ફક્ત 10થી લઈને 60 ઓર્ડર મળતા હતા. તેમણે યોગ્ય ભાવ સાથે યોગ્ય સમાન પોતાના ગ્રાહકો સુધી પહોંચાડ્યો. ગ્રાહકના સંતોષને સૌથી વધુ ધ્યાનમાં રાખ્યો.
તેમણે શીખવાડ્યું: કોઈપણ નવા કામની શરૂઆત નાના કામથી કરો. તમારા ગ્રાહકોની પસંદ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંતોષ આપવાનો પ્રયત્ન કરીએ.
ધૈર્ય રાખીએ... એમણે પહેલાંથી જ વિચારી લીધું હતું કે 50 વર્ષની ઉંમર સુધી પહોંચશે ત્યાં સુધીમાં પોતાનું કામ શરૂ કરી દેશે. તેમણે ઈમાનદારીપૂર્વક પોતાની નોકરી કરી, અને એ પછી યોગ્ય પ્લાનિંગ સાથે પોતાની કંપનીની શરૂઆત કરી.
તેમણે શીખવાડ્યું: જો કઈ કરવું છે તો ધીરજ હોવી ખૂબ જરૂરી છે. યોજના બનાવો, સમય નક્કી કરો અને યોગ્ય નિર્ણયો લો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.