આજકાલ દરેક ક્ષેત્રમાં અનેક વિભાગ બનાવી દેવાયા છે. શરીર વિજ્ઞાનમાં નિદાન અને ઈલાજમાં પણ વિભાગ અને પેટાવિભાગ બનાવાયા છે. ફિઝિયોથેરાપીના માધ્યમથી તો ખેલાડીઓની માંસપેશીઓની તકલીફને વિશેષ કસરત દ્વારા દૂર કરી દેવાય છે. ક્રિકેટ, ફૂટબોલ અને હોકી ટીમની સાથે ખેલાડીઓના ઉપચાર અને રમત દરમિયાન તેમને થતી તકલીફોના નિદાન માટે વિશેષ તાલીમ પ્રાપ્ત ફિઝિયોથેરાપિસ્ટ હોય છે. ઉલ્લેખનીય છે કે, નાસિકમાં આલાપ દ્વારા બનાવાયેલી સંસ્થામાં તમામ પ્રકારની શારીરિક તકલીફોમાંથી છૂટકારો અપાવવા માટે કસરત શીખવાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, કાર કે કોઈ અન્ય દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિ આલાપ દ્વારા બતાવવામાં આવેલા રસ્તે ચાલીને તકલીફમાંથી મુક્તિ મેળવે છે.ફિલ્મ નિર્માણમાં પ્રેમ દ્રશ્યોના શૂટિંગમાં કલાકાર મર્યાદાનું પાલન કરે તેના માટે પણ હવે વિશેષજ્ઞ સામે આવ્યા છે. હોલિવૂડમાં અમાન્ડા બ્લૂ મેન્થોલ ઈન્ટિમસી, પ્રોફેશનલ ફાઉન્ડેશન બનાવાયું છે. આસ્થા ખન્નાએ આ સંસ્થામાંથી આ ક્ષેત્રની તાલીમ લીધી છે. આ નવા ક્ષેત્રમાં પ્રણય દ્રશ્ય ભજવતા સમયે કલાકારો દ્વારા પહેરવામાં આવેલા અંત:વસ્ત્રોમાં સુરક્ષાગાર્ડ બનાવાયા છે. મારી વ્યક્તિગત સલાહ છે કે, આ બિનજરૂરી છે. સ્ટૂડિયોમાં શૂટિંગ દરમિયાન કલાકારો સાથે કોઈ દ્રશ્યનું શૂટિંગ કરતા સમયે પચાસ ટેક્નિશિયન હાજર હોય છે. જાણે કે, આર્ચ લાઈની સામે અભિનય કલામાં નિપુણતા જ કામ લાગે છે. દિલીપ કુમાર, મધુબાલા, અશોક કુમાર, નલિની જયવંત, નરગિસ, રાજકપૂર, ધર્મેન્દ્ર-હેમાએ પ્રણય દ્રશ્યોને અલગ ઊંચાઈ આપી છે.વિક્ટોરિયન નૈતિક મૂલ્યો દ્વારા શાસિત સેન્સરના નિયમોને કારણે આલિંગન ફૂલોના અથડાવા કે ફૂલ પર ભમરાને બતાવીને અભિવ્યક્ત કરાતું હતું. વર્તમાનમાં ઓટીટી મંચ પર રચવામાં આવેલી ફિલ્મોમાં ઘણી બધી સ્વતંત્રતા લેવામાં આવી છે. આથી, તેમના શૂટિંગના સમયે અમાન્ડા બ્લૂ મેન્થોલ ફાઉન્ડેશનમાં તાલીમ પ્રાપ્ત આસ્થા ખન્નાની હાજરી જરૂર ફાયદો પહોંચાડી શકે છે. પ્રેમગીતોના ફિલ્માંકનમાં નિર્દેશક અને કલાકારોએ મોટો પ્રભાવ પેદા કર્યો છે. રાજ કપૂર, નરગિસની ફિલ્મ ‘શ્રી 420’નું ગીત ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’ આજે પણ લોકપ્રિય છે. અમિતાભ બચ્ચન અને સ્મિતા પાટિલ અભિનીત ‘આજ રપટ જાએં તો હમેં ન ઉઠઈયો’ ગીતમાં પણ સુંદર અભિનય છે. દેવાનંદ, કલ્પના કાર્તિક અભિનીત ફિલ્મમાં મજરુહ સુલ્તાનપુરીનું ગીત હતું, ‘આંચલ મેં ક્યા જી, અજબ સી હલચલ...’. આનંદ બક્ષીએ ફિલ્મ ‘ખલનાયક’ માટે ગીત લખ્યું હતું, ‘ચોલી કે પીછે ક્યા હૈ...’.હવે, આલિંગનનું દ્રશ્ય કોઈ બખ્તર પહેરીને તો ભજવી શકાય નહીં. મારો એ અંગત વિચાર છે કે, આ નવું જ્ઞાન કલાકારની અભિનય પ્રતિભાને ઓછી આંકવા જેવું છે. આયુષ્યમાન ખુરાના અને ભૂમિ પેડનેકરના સમકાલીન કલાકાર પોતાનું કામ સારી રીતે જાણે છે. આનંદ. એલ. રાયે ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ શ્રેષ્ઠ ફિલ્મ બનાવી છે. આ વિષય એટલો સાહસિક હતો કે, નબળો નિર્દેશક મર્યાદા ઓળંગી શકતો હતો. નસીરુદ્દીન શાહ અને વિદ્યા બાલન અભિનીત ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’માં પણ સંયમ જાળવવામાં આવ્યું છે. નસીરે પોતે કહ્યું કે, લંપટ પાત્રને પણ શાલીનતાથી ભજવી શકાય છે.અશ્લીલતાનું ઝેર ફેલાવતી ગેરકાયદે ફિલ્મોમાં આ શિસ્તની પરીક્ષા લેવાઈ શકે છે. ટ્રિક ફોટોગ્રાફી એટલી વિકસિત થઈ ગઈ છે કે, નિર્માતાની કલ્પનાશીલતાને પડકાર આપે છે. હવે એ વ્યક્તિ શું કરે જે સંધ્યાના સમયે આકાશ અને ધરતીના મિલન જેવા આભાસને પણ આલિંગન માની લે અને સેન્સરની માગણી કરે. પવનની તેજ ગતિમાં પણ વૃક્ષોની ડાળીઓ એક-બીજા સાથે લપેટાઈ જાય છે, જેને તમે આલિંગન કહી શકો છો. ઈન્ટિમસી પ્રોફેશનલ સંસ્થા ઓટીટી માટે રચવામાં આવતા કામમાં મર્યાદા જાળવી રાખવા કામ લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, સેન્સરના દરેક પ્રયાસની પાતળી સોયમાંથી પણ ક્યારેક આખે-આખો ઊંટ નીકળી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.