મેનેજમેન્ટ ફંડા:એક ‘ગેમ ચેન્જર’ શું કરે છે?

એક વર્ષ પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક

એક ‘ગેમ ચેન્જર’ હંમેશા કંઈક એવું કરે છે, જે તેને બીજાથી અલગ બનાવે છે અને તે ભીડથી અલગ દેખાય છે. આવા જ કેટલાક ઉદાહરણ જુઓ. પ્રથમ સ્ટોરી: કર્ણાટકના અંતરિયાળ વિસ્તારોમાં અનિલ કેળાની ખેતી કરે છે. તમે વિચારતા હશો કે તેમાં વળી શું છે? હકીકતમાં તેઓ ‘આઈસ-ક્રીમ બનાના’ ઉગાડે છે. હવે તમને રસ પડ્યો હશે? તો આગળ વાંચો. આઈસક્રીમ કેળા વળી શું છે? આ નવી જાતે ઈન્ટરનેટ પર ઘમાસાન મચાવ્યું છે, જ્યારે એક વ્યક્તિએ તેના અંગે વિગતવાર માહિતી આપી અને જણાવ્યું કે, તેનો સ્વાદ ખરેખર વેનિલા આઈસક્રીમ જેવો છે. વાદળી રંગની છાલ ધરાવતા આ કેળા વધુ ક્રીમી છે. છોડને સંક્રમિત થવાથી બચાવવા માટે તેમને થેલામાં ઉગાડવામાં આવે છે. આ પ્રકારના એક ગુચ્છામાં 50 જ કેળા હોય છે. અનિલ બે વર્ષ પહેલા થાઈલેન્ડ ગયા હતા. ત્યાં એક પ્રદર્શનમાંથી તેના ટિશ્યુ-કલ્ચર્ડ છોડ મગાવવા માટે ટ્રાન્સપોર્ટેશન મિલાવીને કુલ રૂ. 21,000નો ખર્ચ કર્યો હતો. હવે તેમની પાસે આ જાતના 10 વૃક્ષ છે. છેલ્લા 15 વર્ષથી અનિલ 25 એકર જમીન પર ગર્મ અને નરમ વિસ્તારો (ટ્રોપિકલ)માં ઉગતા ફળોની 700 જાતો ઉગાડી રહ્યા છે. જેમાંથી મોટાભાગના ફળ દક્ષિણ અમેરિકા, યુરોપ કે દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોના છે. તેઓ દક્ષિણ અમેરિકામાં ઉગતા આઈસક્રીમ બીન્સ (ફળી, વૈજ્ઞાનિક નામ ઈન્ગા એડ્યુલિસ)ની સાથે જ જાપાનીઝ બ્લેકબેરી, ઈજિપ્તનું ગાક ફળ વગેરે પણ ઉગાડી રહ્યા છે. બીજી સ્ટોરી: કેરળના વાયનાડના યુવાન ટેકી અનુકૃષ્ણનના પિતા વ્યવસાયે સુથાર છે. અનુકૃષ્ણને ‘Foodoyes’ નામનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બનાવ્યું છે, જે ફૂડ એગ્રીગેટરનું કામ પણ કરે છે. ટૂંક સમયમાં જ તે સ્વિગી અને ઝોમાટો જેવા અન્ય એગ્રીગેટર સાથે સ્પર્ધામાં આવી જશે. ટોચના એગ્રીગેટર રેસ્ટોરાં પાસેથી મેનૂ પ્રાઈસ પર 30% જેટલી કીંમત વસુલે છે, ફૂડઓયેસ કમીશન નહીં લે, પરંતુ રોજના 100 રૂપિયાના હિસાબે સબસ્ક્રિપ્શન ચાર્જ લેશે. મુખ્યત્વે સોશિયલ મીડિયા માટે બનાવેલા પ્લેટફોર્મ પર યુઝર્સ માટે મનોરંજનક ગતિવિધિઓ પણ છે. ઓર્ડર આપનારા લોકો ભોજન સાથે સંકળાયેલા વીડિયો અને રેસિપી પોસ્ટ કરી શકે છે અને બીજા લોકો તેમને ફોલો કરી શકે છે. કોઈ વીડિયો જોશે તો તમારા વોલેટમાં પોઈન્ટ ઉમેરાઈ જશે, જેને ફૂડઓયેસ પર બીજી ખરીદીમાં રિડીમ કરાવી શકો છો. આ વોલેટ કૂપન તેમના દ્વારા લાવવામાં આવેલી ઈનોવેશન છે. ત્રીજી સ્ટોરી: સૃષ્ટિ, તેનાં તત્વો, અંતર-સંબંધો અને તેમના સંરક્ષણમાં મનુષ્યોની ભૂમિકાના વૈજ્ઞાનિક અભ્યાસમાં ઊંડા ઉતરવા માટે પુણેની અબાસાહેબ ગરવારે કોલેજે માસ્ટર ઑફ સાયન્સ પ્રોગ્રામમાં નવો જૈવ-વિવિધતા કાર્યક્રમ શરૂ કર્યો છે. તેમાં વિદ્યાર્થીઓ વન સેવા, જૈવ-વિવિધતાનું મૂલ્યાંકન, લેન્ડસ્કેપિંગ અને ઈકો-ટૂરિઝમ જેવા વિકસતા સેક્ટર પસંદ કરી શકશે. બાયોકોનની એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મજૂમદાર-શોએ રવિવારે કહ્યું કે, એ સ્પષ્ટ છે કે, આ દાયકામાં પર્યાવરણીય સંવહનીયતા, કૃષિ, પશુધન પ્રબંધન જેવા વિષય શોધ આધારિત ઈનોવેશન દ્વારા બદલાવાના છે. તેનાથી સ્પષ્ટ છે કે, દુનિયા જીવવિજ્ઞાન અને પરિકલન વિજ્ઞાનના નવા યુગમાં પ્રવેશી રહી છે. ચોથી સ્ટોરી : ગોવાના વાસ્કોમાં ચિકલિન યુથ ફાર્મર્સ ક્લબે 25 વર્ષથી ઉજ્જડ રહેલા એક ખેતરમાં પાક વાવ્યો છે. તેમણે ગયા સપ્તાહે અહીં ચોખાની વાવણી પૂરી કરી છે. યુવાનો દ્વારા, યુવાનો માટે બનાવાયેલી ક્લબની શરૂઆત યુવાનોને સૃષ્ટિ સાથે સાંકળવાના ઉદ્દેશ્ય સાથે થઈ હતી. ‘એગ્રીકલ્ચરલ રિવાઈવલ ચેલેન્જ’ પહેલ અંતર્ગત યુવાનોને સામુદાયિક ખેતી સાથે સંકળાયેલા પડકારો આપવામાં આવે છે. ફંડા એ છે કે, તમે જે ક્ષેત્રમાં વિશેષજ્ઞ છો, તેમાં કંઈક અલગ કરીને ‘ગેમ ચેન્જર’ બનો, સાથે જ ભવિષ્ય પર નજર પણ ટકાવી રાખો.

અન્ય સમાચારો પણ છે...