પરદે કે પીછે:પ્રકાશના પગમાં બંધનો કેવા?

2 વર્ષ પહેલાલેખક: જયપ્રકાશ ચોક્સે
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાં રહેતી સત્તર વર્ષની નેહા પાસવાન નામની યુવતીએ જીન્સ પહેરીને પારિવારિક પ્રાર્થના સ્થળમાં પગ મુક્યો. તેણે પગમાં ચપ્પલ, સેન્ડલ કંઈ જ પહેર્યું ન હતું. હાથ-પગ ધોઈને પૂજા સ્થળમાં પ્રવેશ કર્યો હતો. તેમ છતાં તેના દાદા અને સગા-સંબંધીઓએ તેને ઢોર માર માર્યો અને તેની લાશ નદીના પુલ પર લટકાવી દીધી.ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાં અભિનય કરવાની સાથે-સાથે પત્રકારત્વ કરતી અભિનેત્રી સ્વરા ભાસ્કરે આ વર્ણન એક પ્રતિષ્ઠિત મેગેઝિનના તાજેતરના અંકમાં રજૂ કર્યું છે. જાણે કે, એક તરફ ટોક્યો ઓલિમ્પિકમાં આપણી મહિલા ખેલાડીઓનાં પ્રદર્શનની પ્રશંસા થઈ રહી હતી અને ચારેય તરફ તેમના પ્રદર્શન માટે તેમના પર અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે. એવા સમયે બીજી તરફ, હિંસક અને માથું શરમથી ઝુકવી દે તેવી ઘટના છે.ઉલ્લેખનીય છે કે, થોડા વર્ષ અગાઉ અભિનેત્રી પ્રિયંકા ચોપડા અભિનીત બાયોપિક ‘મેરી કોમ’ પ્રશંસિત ફિલ્મ રહી છે. રાની મુખર્જી અભિનીત ફિલ્મ ‘નો વન કિલ્ડ જેસિકા’ એક સત્ય ઘટનાથી પ્રેરિત ફિલ્મ છે.દિલ્હીની ફાઈવ સ્ટાર હોટલના બારમાં જેસિકા લાલ નામની એક કર્મચારી હતી. બાર બંધ થયા પછી, રાજનીતિ સાથે સંકળાયેલા પરિવારના નબીરાએ ત્યાં પહોંચીને શરાબ માગી. જેસિકાએ વિનમ્રતાથી કહ્યું કે બાર બંધ થઈ ગયો છે અને તેને શરાબ મળી શકે નહીં. નબીરાએ આ વાતથી નારાજ થઈને જેસિકાને ગોળી ધરબી દીધી. તમામ તપાસો છતાં નબીરાને નિર્દોષ જાહેર કરાયો. આ ન્યાયને કારણે ફિલ્મનું નામ ઘણું બધું અભિવ્યક્ત કરે છે.કંઈક આવી જ ઘટનાથી પ્રેરિત અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ અભિનીત ફિલ્મ ‘પિન્ક’ બની હતી. વયોવૃદ્ધ વકીલની ભૂમિકામાં અમિતાભ બચ્ચને ઉમદા અભિનય કર્યો હતો અને તેમના પાત્રની પ્રશંસા થઈ હતી.એક દ્રશ્યમાં અદાલતમાં તેઓ કહે છે કે, આપણાં સમાજમાં બે નિયમ છે, મહિલાઓ માટેના નિયમ અલગ છે. તે જીન્સ ના પહેરે, કોઈ-કોઈ વખત તેમના દ્વારા થોડું બીયર પીવું પણ અપરાધ છે. આ ફિલ્મમાં જજ વકીલને કહે છે કે, તેઓ પોતાના નિષ્કર્ષ પર પહોંચતું નિવેદન આપે. ત્યારે અમિતાભ બચ્ચન કહે છે કે, ‘નો’ અને અદાલતમાં સન્નાટો વ્યાપી જાય છે.અમિતાભ કહે છે કે, ‘નો’ એટલે કે નહીં, માત્ર એક શબ્દ નથી પરંતુ આખું વાક્ય છે. મહિલાઓને મૌન રહેવા માટે કહેવાયું છે અને સંસ્કારના નામે તેમની સ્વતંત્રતા તેમની પાસેથી ઝુંટવી લેવાઈ છે? ‘પિન્ક’નો જજ નબીરા અને તેના સાથીદારોને સજા ફટકારે છે.શૂજિત સરકારની ફિલ્મ ‘પિન્ક’નું ગીત ઘણું બધું અભિવ્યક્ત કરે છે, ‘ઉજિયારે કૈસે અંગારે જૈસે, ધૂલ જલી, ધૂપ મૈલી, કારી-કારી રૈના અંગારે જૈસી, રોશની કે પાવ મેં યે બેડિયાં કૈસી.’જોકે, આ બંધન નવો આવિષ્કાર નથી. દાયકાઓ અગાઉ નિદા ફાઝલીએ લખ્યું હતું, ‘ચારોં ઔર ચટ્ટાને ઘાયલ, બીચ મેં કાલી રાત/રાત કે મુંહ મેં સૂરજ/સૂરજ મેં કૈદી સબ હાથ/ જીવન શોર ભરા સન્નાટા, જંજીરોં કી લંબાઈ તક હૈ સારા સૈર-સપાટા’.એ સમજવું અઘરું છે કે, જેમ-જેમ આપણે સાધન-સંપન્ન થતા ગયા છીએ, તેમ-તેમ સંકુચિત માનસિકતા ધરાવતા કેવી રીતે બની ગયા છીએ? વૈચારિક સંકુચિતતા પણ કોઈ નવો આવિષ્કાર નથી.તે સદીઓથી આપણો વૈચારિક અંદાજ રહ્યો છે. માત્ર મહાત્મા ગાંધી અને નેહરુના પ્રભાવમાં આપણે સંસ્કારી હોવાનો મુખવટો ધારણ કરીને રહ્યા હતા. આજે તમામ મુખવટા ગર્વ સાથે ઉતારીને ફેંકી દીધા છે.સંકુચિતતા સુગઠિત તંત્રમાં તબદીલ થઈ ગઈ છે. એ સમજી શકાતું નથી કે આપણે કોને અપરાધી સમજીએ અને કોના પર દોષ લગાવીએ. વિલિયમ શેક્સપિયરના એક કથનનો અર્થ છે, ‘મુસીબતની સ્થિતિ માટે તેનું કારણ જાણવા ઈશ્વરને શા માટે વિનંતી કરો છો, દુશ્મન તો તમારા અંદર જ બેઠો છે’.