તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
‘દીપાવલીથી મને રૉબન આઇલેન્ડ પર વીતાવેલા દિવસોની યાદ તાજી થઇ જાય છે. વર્ષના આ દિવસોમાં આપણા હિન્દુ મિત્રો રોશનીનો આ તહેવાર મનાવવાની તૈયારીમાં વ્યસ્ત રહે છે. મને કેપટાઉનના મિ. ગોવંદર અને પ્રિટોરિયાના મિ. પદ્યાચી યાદ આવે છે, જેઓ અમારી સાથે પ્રાર્થના કરવા આવતા હતા અને સાથે મીઠાઇઓ પણ લાવતા હતા. અધિકારી એ વાત પર ભાર મૂકતા કે આ મીઠાઇઓ માત્ર હિન્દુઓ માટે છે. અમે તે અધિકારીઓની સંકુચિત માનસિકતાનો વિરોધ તો કરતા જ હતા, સાથે જ ભારપૂર્વક એમ પણ કહેતા કે હિન્દુઓનું ગૌરવશાળી ચિંતન માનવતા પર જ આધારિત છે. તેથી હું અને મારા સાથી કોમરેડ્સ આ ખાસ તહેવારની તારીખ કેલેન્ડરમાં માર્ક કરતા અને તેની તૈયારીનો આનંદ પણ લેતા.’
5 હજાર વર્ષ પ્રાચીન આ તહેવાર સાથે જોડાઇને હું વિનમ્ર બન્યો છું. હું ગર્વ અનુભવું છું અને પોતાને ભાગ્યશાળી માનું છું કે આપણા દેશમાં આટલી અલગ પરંપરાઓ અને સંસ્કૃતિની સમૃદ્ધિ છે. દિવાળીના તહેવારમાં અને તેના ઇતિહાસમાં આપણા માટે અગણિત શીખ છે, જેમાંથી કેટલીક હું જણાવી શકું છું.
આપણે અંધકારી શક્તિઓ સામે લડતા રહ્યા અને આવો જ ઉલ્લેખ હિન્દુ ધર્મગ્રંથોમાં પણ છે. ન્યાય, સત્ય, આત્મસન્માન, માનવીયતા, આઝાદીના મહત્ત્વને હિન્દુ ધર્મગ્રંથોમાં અન્ય ધર્મગ્રંથોની જેમ સમર્થન મળે છે. આફ્રિકન નેશનલ કોંગ્રેસ (એએનસી)ને અમે આ મૂલ્યોથી તૈયાર કરી છે. અમે આકરી મહેનતથી આ દેશના લોકોને એક કર્યા છે, જેથી આપણો દેશ શાંતિપ્રિય, ઉદાર અને સમૃદ્ધ બને. અમારો પક્ષ આઝાદી પસંદ કરનારાઓનું પહેલેથી ઘર રહ્યો છે અને રહેશે. અમે માણસાઇના દોરામાં સૌને પરોવવા અને તેમને મજબૂતાઇ પૂરી પાડવા, સારું ભવિષ્ય આપવા કટિબદ્ધ છીએ. હિન્દુ ધર્મગ્રંથો પણ આ જ વાત જણાવે છે. દીપાવલીના આ પ્રસંગે હું પાવન જ્યોત પ્રગટાવીશ, જે અંધવિશ્વાસ પરના, ગરીબી પર સમૃદ્ધિએ મેળવેલા, અજ્ઞાન પર જ્ઞાને મેળવેલા, બીમારી પર સારા આરોગ્યએ અને ગુલામી પર આઝાદીએ મેળવેલા વિજયનું પ્રતીક છે. આપણા સંઘર્ષમાં આ વિજય આપણે સાથે મળીને મનાવીશું પણ આપણે આ જીતનો દાવો કરીએ તે પહેલાં એક મુશ્કેલ માર્ગે પસાર થવાનું છે. ભારતીય સમાજે હંમેશા આઝાદીને સમર્થન આપ્યું છે. હવે તો આ અગાઉથી પણ સ્પષ્ટ અને ઊભરીને નજર આવી રહ્યું છે.
મને અહીં પહોંચેલા હિન્દુ પંડિતોએ જણાવ્યું કે આપણે દીપ પ્રગટાવીએ અને મા લક્ષ્મીની પૂજા કરીએ ત્યારે એ યાદ રાખવાની જરૂર છે કે આજે આપણે સમૃદ્ધ અને બહેતર સ્થિતિમાં છીએ જ્યારે ઘણાં કમનસીબ અને વંચિત લોકો પણ છે કે જેમના માટે બધાએ ભેગા મળીને કામ કરવાની જરૂરી છે, જેથી દેશમાંથી ગરીબી અને નિરાશા દૂર થાય.
આ સમયે આપણે તે લોકો અને નેતાઓને પણ યાદ કરવા જોઇએ કે જેમણે આઝાદી માટે પ્રાણ ન્યોચ્છાવર કર્યા છે. આપણે સ્વામી દયાનંદને યાદ કરીશું, જેમને સત્ય બોલવા બદલ ઝેર આપી દેવાયું હતું. આપણે ક્રિશ રાબિલાલ, અહમદ તિમોલ, સોલોમન મહલંગુ તથા બીજા અસંખ્ય લોકોને યાદ કરીશું. આવા જ હજારો દીવા આપણા દેશની આઝાદી અને શાંતિ માટે પ્રગટતા રહેશે.મિત્રો, હું દિવાળી પ્રસંગે તમારી સાથે છું અને તેથી હૃદયના ઊંડાણથી સન્માન અનુભવું છું. આ દેશ માટે આપણા સંઘર્ષમાં આપણે પૌરાણિક રામાયણ સાથે જોડાયેલા આ તહેવારમાંથી શીખતા રહીશું. આપણે આ દેશના નવા યુગના ઉંબરે ઊભા છીએ. આપણે આભારસહ દીપ પ્રગટાવતા રહેવું પડશે. ભવિષ્યમાં આપણે સમૃદ્ધિ, શાંતિ અને આશાના માર્ગે આગળ વધીશું.’ (1991ની 3 નવેમ્બરે ડરબન સિટી હૉલમાં દિવાળીની ઉજવણી દરમિયાન દ.આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા)
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.