લેસન્સ ફ્રોમ ગ્રેટ થિંકર્સ:આજ હંમેશા કાલથી શ્રેષ્ઠ હશે

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એરિસ્ટોફેન્સ (જન્મ -444 બીસી નિધન - 385 બીસી) - Divya Bhaskar
એરિસ્ટોફેન્સ (જન્મ -444 બીસી નિધન - 385 બીસી)
 • ફિલિપિયસના પુત્ર હતા. નાટકકાર પણ હતા. તેમનાં નાટકોમાં હાસ્યરસ ઝળકે છે. ફાધર ઓફ કોમેડીના નામે ઓળખાય છે.
 • અજ્ઞાનને ખતમ કરી શકાય છે પણ અજ્ઞાનતા હંમેશા માટે હોય છે.
 • વૃદ્ધાવસ્થાને બીજું બાળપણ કહી શકાય છે.
 • બધા નિયમ-કાયદા હટાવી દેવાય પણ બુદ્ધિમાન વ્યક્તિ પહેલાં જેવું જીવન જીવે છે.
 • સમય બદલાય છે. ગઈ કાલ જે ખરાબ હતી આજે તે સ્ટાઈલ બની ચૂકી છે.
 • બુદ્ધિમાની તો શત્રુ પાસેથી શીખી શકાય છે.
 • શબ્દ જ છે જે મગજને પાંખ આપે છે.
 • કોઈ માનવી સંપૂર્ણપણે ઈમાનદાર ન હોઈ શકે. લાભના લોભથી ઉપર કોઈ ન ઊઠી શકે.
 • માનવી જ્યાં સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તે જ તેની માતૃભૂમિ છે.
 • ઊંચા વિચાર હોય તો ભાષા પણ ઊંચી જ હોવી જોઈએ.
 • આજ હંમેશા કાલથી શ્રેષ્ઠ હશે.
 • સાંભળતા પહેલાં બોલવાનું શરૂ ન કરવું જોઈએ.
 • પોતાના દેશના હિત માટે વ્યક્તિએ દરેક મુશ્કેલીનો સામનો કરવો જોઈએ.
અન્ય સમાચારો પણ છે...