તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્સ્પાઈરિંગ:ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ “કોકરોચ થિયરી’ આ રીતે બની

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક સ્પીચ દરમિયાન પિચાઈએ એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો જેના ખૂબ વખાણ થયા હતા...

ગૂગલના સીઇઓ સુંદર પિચાઈ એક રેસ્ટોરાંમાં ગયા. ત્યાં બેસી તેમણે એક કપ કોફી ઓર્ડ કરી. અચાનક નજર સામે બેસેલી મહિલાઓ પર પડી. તેમણે જોયું કે ક્યાંકથી એક કોકરોચ ઊડીને આવ્યું અને તેમનામાંથી એક મહિલા પર બેસી ગયું. મહિલાએ કોકરોચને જોતાં જ બૂમો પાડવાનું શરૂ કર્યુ. તે કૂદવા લાગી. તે મહિલાની પ્રતક્રિયા એકદમ ભડકાઉ હતી અને તેના લીધે ત્યાં બેસેલી મહિલાઓ પણ બૂમો પાડવા લાગી મહિલાએ કોકરોચને ભગાડ્યો પણ તે બીજી મહિલા પર ઊડીને બેસી ગયું. આ તમાશો જોઈ એક વેટર આવ્યો.

કોકરોચ ઉડીને વેઈટર પર બેસી ગયું. પણ વેઈટરે બૂમ ન પાડી, ડર્યો પણ નહીં, પોતાની જગ્યાએ સ્થિર ઊભી રહી ગયો. અમુક સેકન્ડ તે કોકરોચને પોતાના શર્ટ પર ચાલતો જોતો રહ્યો પછી તકનો લાભ લઈ હાથથી પકડી તેણે બહાર ફેંકી દીધો. કોફી પીતા પિચાઈ આ બધુ જોઈ રહ્યા હતા. તેમના મગજમાં એક સવાલ આવ્યો કે શું લોકોના આ વર્તન માટે કોકરોચ જવાબદાર હતું? જો હતું તો વેઈટર કેમ હેરાન ન થયું? ખરેખર કોકરોચ નહીં પણ લોકોની અસમર્થતા તેમને હેરાન કરી રહી હતી. સ્થિતિને સંભાળવા અસમર્થ મહિલાઓ પરેશાન હતી. ઠીક એવી રીતે ખરેખર આપણને રોડ પર થતાં ટ્રાફિક જામ હેરાન કરે છે. ટ્રાફિક જામથી પેદા થતાં ઉપદ્રવને સાચવવા આપણે ખુદ અસમર્થ છીએ. સમસ્યા કરતા વધારે તો તેના પર આપેલી પ્રતિક્રિયા આપણને પરેશાન કરેછે.

બોધ

 • આપણે પ્રતિક્રિયા ન આપવી જોઈએ, જવાબ આપવો જોઈએ.
 • કેમ કે પ્રતિક્રિયા ત્વરિત અપાય છે, જવાબ સમજી-વિચારીને અપાય છે.
 • અહીં મહિલાઓએ પ્રતિક્રિયા આપી, જોકે વેઈટરે જવાબ આપ્યો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો