તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ્ફ હેલ્પ:પરિણામ અંગે વિચારો, આશા ન છોડો, ચરિત્ર મજબૂત બનાવો અને વિનમ્ર રહો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

આશા : સફળતાની આશા રાખશો તો સફળ થશો જ
રિસર્ચ જણાવે છે કે જો તમે સફળ થવાની આશા રાખશો તો સફળ થશો જ. જો તમે ખુશ અને લોકપ્રિય બનવા ઇચ્છતા હો તો ખુશ અને લોકપ્રિય થઇ જાવ છો. જો તમે સ્વસ્થ અને સમૃદ્ધ બનવા ઇચ્છતા હો તો સ્વસ્થ અને સમૃદ્ધ થઇ જશો. તમે તમારા ભવિષ્ય અંગે તમારા શબ્દોથી જાણી શકો છો. ભવિષ્ય અંગે પોઝિટિવ રહો. સવારની શરૂઆત આ શબ્દોથી કરો કે, ‘મને ખાતરી છે કે મારી સાથે આજે સારું જ થશે.’

પરિણામ : આપણું કામ પસંદ કરવા સ્વતંત્ર છીએ, પરિણામ નહીં
જીવનમાં બે બાબતે ગંભીરતાથી વિચારવાની જરૂર છે, પરિણામ અને ભૂલો. આપણે આપણું કામ પસંદ કરવા સ્વતંત્ર છીએ, તેનું પરિણામ નહીં. પરિણામ કુદરતી નિયમો દ્વારા સંચાલિત હોય છે. આપણો વ્યવહાર સિદ્ધાંતો દ્વારા સંચાલિત થાય છે. આપણે આપણી પ્રતિક્રિયા પસંદ કરવા સ્વતંત્ર છીએ પણ આપણે તેના પરિણામ પણ પસંદ કરીએ છીએ અને આ પસંદગીઓને જ ભૂલો કહીએ છીએ. ભૂલ તરત સ્વીકારવી, સુધારવી અને તેમાંથી શીખવું જરૂરી છે.

ચરિત્ર : તે તમારા શબ્દો અને કામથી પણ વધુ ઊંચા અવાજે બોલે છે
જો તમે લોકોને પ્રભાવિત કરવાની રણનીતિઓનો એવા ઉદ્દેશથી ઉપયોગ કરતા હશો કે તેમને વધુ ઇમ્પ્રેસ કરી શકો કે જેથી તેઓ તમને પસંદ કરે તો તમે લાંબા સમય સુધી સફળ નહીં થઇ શકો. આ રીતે અવિશ્વાસ ઊભો થશે અને તમારું દરેક કામ શંકાની નજરે જોવાશે. શબ્દોની જાળ કેટલી સારી છે તેનાથી કોઇ ફરક નથી પડતો. વિશ્વાસ નહીં હોય તો પાયો નહીં હોય. તમારું ચરિત્ર તમારા શબ્દો અને કાર્યોથી વધુ ઊંચા અવાજે બોલે છે.

વિનમ્રતા : આ ગુણવાળી વ્યક્તિ પોતાના વિશે સૌથી ઓછું વિચારે છે
શિકાગો રેલવે સ્ટેશન પર વરિષ્ઠ અધિકારી કોઇ નોબેલ પુરસ્કાર વિજેતાના આગમનની રાહ જોતા હતા. તેઓ ટ્રેનમાંથી નીચે ઉતરતાં જ શહેરના વરિષ્ઠ અધિકારીઓ તેમની સાથે હાથ મિલાવવા લાગ્યા. અધિકારીઓનો આભાર માનીને તેમણે માફી માગી અને ભીડમાંથી રસ્તો કરીને એક વૃદ્ધા પાસે પહોંચીને તેમનો થેલો ઊંચકીને બસમાં ચઢાવી દીધો. પછી ભીડ તરફ પાછા ફર્યા અને કહ્યું, ‘માફ કરજો, તમારે રાહ જોવી પડી.’ આ મહાન માણસ ડૉ. આલ્બર્ટ શ્વાઇત્ઝર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો