તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ્ફ હેલ્પ:જાતમાં સુધારો કરવા સેવા અને મદદનો વ્યાપ વધારવો જોઈએ

અમદાવાદ7 દિવસ પહેલા
 • કૉપી લિંક

લીડિંગ ચેન્જ - પોતાનામાં સતત સુધારા કરો, પરિવર્તનથી ડરવાનું છોડી દો
જે લોકો પોતાના જીવનને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરે છે, તેઓ ક્યારેય આગળ વધવાનું બંધ નથી કરતા. પોતાની છુપાયેલી શક્તિઓનો ઉપયોગ કરવા ઈચ્છતા હોવ, તો સતત સુધારો કરતા રહો. ઊંડું અવલોકન કરીને પોતાની બુદ્ધિ વધારો, જ્ઞાનમાં સતત વધારો કરો, સેવા અને મદદનો વ્યાપ વધારો. પરિવર્તનથી ડરો નહીં અને પડકારોનો સામનો કરો.

ધ મેજિક ઓફ થિન્કિંગ બિગ - એ સત્ય છે કે, આપણે મુશ્કેલીમાં ઘણું વધારે શીખીએ છીએ
મુશ્કેલીઓ આવતા આત્મવિશ્વાસ ડગમગી જાય છે. તમારા પ્લાનિંગમાં પણ ગરબડ થઈ જાય છે. બધું ધરાશાયી થઈ જતું દેખાય છે. નહીં વિચારેલી મુશ્કેલીઓ સામે દેખાય છે. એ જ સમય હોય છે, આત્મવિશ્વાસ બતાવવાનો. મુશ્કેલીઓ જેટલી મોટી હોય છે, તેટલા વધુ આત્મવિશ્વાસની જરૂર હોય છે. આપણે સામાન્ય સમયની તુલનામાં સંકટમાં દસ ગણું શીખીએ છીએ.

ગ્રીટ - જે સંતુલિત વિચારો રાખે છે, તેઓ વધુ નીડર હોય છે
મુશ્કેલી એવી કાલ્પનિક ચીજ છે, જેના વિશે આપણે વિચારીએ છીએ અને તેની શંકાથી ગભરાઈ જઈએ છીએ. સંતુલિત વિચારો રાખનારા વધુ નીડર હોય છે. તેઓ કોઈ પણ ખતરા વિશે વિચારીને ડરતા નથી. તેમને લાગે છે કે, પહેલા ચિંતા કરવાથી ફાયદો નહીં, નુકસાન થશે. ચિંતા તર્કસંગત નથી સાબિત થતી. તે મોટા ભાગે ભવિષ્યની કોઈ કાલ્પનિક સ્થિતિને લઈને હોય છે.

ધ લૉ ઓફ સક્સેસ - જે પ્રયાસો કર્યા પછી નિષ્ફળ ગયા છે, તેમને શુભેચ્છા આપો
પ્રયાસ માટે દરેકની સરાહના કરવી જોઈએ. થિઓડર રુઝવેલ્ટના શબ્દોમાં વખાણ તેને મળવા જોઈએ, જે સંઘર્ષ કરે છે, જેનો ચહેરો પરસેવાથી લથબથ છે, જે બહાદુરીથી પ્રયાસ કરે છે, ભૂલો કરે છે અને નિષ્ફળ જાય છે. કોઈ પ્રયાસ પછી નિષ્ફળ જાય છે, તો તેના પ્રયાસ માટે તેને શુભેચ્છા આપો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો