તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાવર્ડ બિઝનેસ રિવ્યૂ:ભવિષ્ય માટે ખુદને તૈયાર કરવાનું શરૂ કરી દો

અમદાવાદ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ટિપ્સઃ કામની અસુરક્ષા, હાલમાં મોટાભાગના લોકોમાં કામને લઈને અસુરક્ષા છે, તણાવમાં ન આવતા, નવી યોજના બનાવો

કોરોનાને કારણે લોકોમાં કામને લઈને સતત અસુરક્ષાની ભાવના બની રહી છે. અનિશ્ચિતતાથી ભરેલા આ દોરમાં તણાવમાં આવવાની જગ્યાએ કેટલીક રણનીતિઓ બનાવો અને પછી તે હેઠળ કોઈ મજબૂત યોજના પર કામ શરૂ કરો. જ્યારે વસ્તુઓ સ્પષ્ટ નથી દેખાતી તો આપણું મગજ પણ કંઈક નવું અને રચનાત્મક વિચારવાનું શરૂ કરી દે છે.

જે વિચાર્યું નથી તેના વિશે પણ વિચારવું જોઇએ
જો તમે લાંબા સમયથી કામની શોધમાં ભટકી રહ્યા છો તો દુરદૃષ્ટિ રાખી થોડાંક આગળ સુધી વિચારવાનું શરૂ કરો. તેના માટે તમે તાત્કાલિક નાના લક્ષ્ય સ્થાપિત કરી શકો છો. જેમ કે સૌથી પહેલા તો એ નક્કી કરી શકાય કે જો તમને આગામી એક મહિનાની અંદર કામ નહીં મળે તો તમે સસ્તા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ જશો. ખર્ચમાં કાપ મૂકશો.

હંમેશા સોનરી ભવિષ્યની કલ્પના કરતા રહો
જે કામ પહેલા ક્યારેય નથી કર્યું તે પણ કરી બતાવો. એ ન વિચારો કે આ કામ તમે પહેલા ક્યારેય કર્યું નથી તો તેમાં તમે એક દક્ષ કર્મચારી સાબિત નહીં થઈ શકો. એમ વિચારો કે કેવી રીતે તમે એ કામ કરવા લાયક બની શકો છો. કામ પર અને કામની બહાર પણ તમારા જુસ્સાનો પીછો કરતા રહો. તમારા સ્કિલ્સ વધારવા પર સતત કામ કરતા રહો.

એ સ્કિલ્સ ઓળખો જે મદદરૂપ સાબિત થશે
​​​​​​​
એ સ્કિલ્સ ઓળખો જે તમારા પર્સનલ અને પ્રોફેશનલ લક્ષ્ય પૂરાં કરવામાં મદદરૂપ સાબિત થશે. તેના પછી વિચારો કે એ કયા કામ છે જે તમારા સ્કિલ્સને સંપૂર્ણપણે મેચ કરશે. વર્તમાનમાં જે કામ કરો છો તેમાં જ્યારે તક મળે ત્યારે તમારા સ્કિલ્સ અજમાવી જુઓ. ઓનલાઈન પ્રોગ્રામ અને કોર્સ વિશે જાણકારી મેળવો.

નક્કી કરો કે શું છોડવું છે અને શું શરૂ કરવું છે
ભવિષ્યની યોજના બનાવતા એ નક્કી કરવું જરૂરી છે કે કઈ વસ્તુને તમે હંમેશા માટે છોડી દેશો. આગળ વધવાનો મતલબ એ છે કે ખૂબ જ સ્પષ્ટ દૃષ્ટિકોણ સાથે કામ કરવું અને એ વસ્તુઓને હંમેશા માટે તમારા રસ્તેથી હટાવી દો જે તમારા માટે કોઈ કામમાં નથી આવી રહી. આગળ વધવાનો મતલબ છે કંઈક નવું વિચારવું અને કંઈક નવું કરવાની તૈયારી શરૂ કરવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો