તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્સ્પિરેશન ફ્રોમ ગ્રેટ પર્સનાલિટીઝ:માઈકલ શુમાકરનો પુત્ર મિક 2021 એફ-1 સિઝનમાં ડેબ્યૂ કરશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
માઈકલ શુમાકર - Divya Bhaskar
માઈકલ શુમાકર
 • શુમાકરનો બોધપાઠ: આત્મવિશ્વાસને પકડીને રાખો, ડર આપોઆપ જતો રહેશે

શુમાકર પરિવારમાં કાર રેસિંગ પારિવારિક વારસો ગણી શકાય કારણ કે, માઈકલ શુમારકનો પુત્ર મિક શુમાકર 2021માં પિતાની જેમ ફોર્મુલા 1 રેસિંગમાં કારકિર્દી શરૂ કરશે. માઈકલ શુમાકરના પિતા રોલ્ફ શુમાકર જર્મનીના નાનકડા કર્બા કેર્પેનના એક સામાન્ય રેસિંગ ટ્રેક સાથે સંકળાયેલા હતા કારણ કે, તેમને રેસિંગ પસંદ હતું.

તેઓ ત્યાં ટ્રેકનું મેઈન્ટેનન્સનું કામ કરતા અને તેની દેખરેખ રાખતા. ત્યાં સેન્ડવિચ અને કોફીની સુવિધા રાખવાનું કામ રોલ્ફ શુમાકરે પત્ની એલિઝાબેથને સોંપ્યું હતું. તે કામમાંથી કમાણી ઓછી થતી, પરંતુ વધારાના પૈસા કમાવવા તેઓ મિસ્ત્રી કામ કરી લેતા.

ત્રીજી જાન્યુઆરી, 1969ના રોજ માઈકલનો જન્મ થયો, ત્યારે ફોર્મુલા-1માં એક પણ જર્મન ડ્રાઈવર ન હતો. બીજા વિશ્વયુદ્ધ પહેલા અને પછઈ મોટર સ્પોર્ટ્સમાં મર્સિડિઝના કારણે જર્મનીનો ખાસ્સો દબદબો હતો, પરંતુ માઈકલ જ્યારે રેસ માટે તૈયારી કરી રહ્યા હતા ત્યારે ફક્ત જર્નીમેન જોકેન માસને જ થોડી ઘણી સફળતા મળી હતી. માઈકેલ પોતાની પહેલી પેડલ ડ્રિવન કાર્ટ ફક્ત ચાર વર્ષની ઉંમરે ચલાવતા શીખી હતી. તેના પિતા રોલ્ફને તળાવમાં અડધી ડૂબેલી સ્થિતિમાં એક ભંગાર મોપેડ મળ્યું, જેનું એન્જિન તેમણે નીકાળી લીધું. રોલ્ફે ઘણી મહેનત કરીને તે રિપેર કર્યું અને માઈકલની પેડલ ડ્રિવન કાર્ટમાં લગાવી દીધું. તે માઈકલનું પહેલું એન્જિન હતું, જેની સાથે તેઓ રમતા હતા. રોલ્ફે જોયું કે, માઈકલને આ એન્જિન કંટ્રોલ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે, પરંતુ તે ઝડપથી ડરતો નથી. જ્યારે તેની બેકાબુ કાર્ટ એક થાંભલા સાથે અથડાઈ, ત્યારે રોલ્ફને લાગ્યું કે હવે માઈકલને કાર્ટિંગ ટ્રેક પહોંચાડવાનો સમય આવી ગયો છે.

મિક બાળપણમાં પિતા સાથે
મિક બાળપણમાં પિતા સાથે

છ વર્ષની ઉંમરે જ માઈકલ પિતાના જ કાર્ટિંગ ટ્રેકના સૌથી નાના સભ્ય તરીકે જોડાયા. 12 વર્ષની ઉંમરે જ તેમણે કાર્ટ લાયસન્સ મળી ગયું અને આગામી વર્ષે તેમણે જર્મન જુનિયર કાર્ટ ચેમ્પિયનશિપ જીતી લીધી. ત્યાર પછી તો સમગ્ર યુરોપમાં તે કાર્ટ ચેમ્પિયનશિપ જીતવા લાગ્યો. 1987માં માઈકલ યુરોપિયન અને જર્મન કાર્ટ ચેમ્પિયન હતો. 1990માં તેણે જર્મન ફોર્મુલા-3 સિરીઝ જીતી અને 22 વર્ષની ઉંમર સુધી તો અનેક સિદ્ધિ હાંસલ કરી લીધી. આ જ કારણસર 1991માં તેને બેલ્જિયમ ગ્રાન્ડ પ્રિમાં જોર્ડન-ફોર્ડની ટીમમાં સ્થાન મળ્યું. તે સાતમી પોઝિશન માટે ક્વૉલિફાઈડ થયો, પરંતુ પહેલા જ લેપમાં ક્લચમાં મુશ્કેલી સર્જાતા રેસ છોડવી પડી. તેનું ટેકનિકલ જ્ઞાન પણ કમાલનું હતું, જેનાથી નિષ્ણાતો પણ પ્રભાવિત થતા. રેસ પછી પણ માઈકલ ઘણો સમય ટીમ એન્જિનિયરો સાથે વીતાવતો અને તેમને નાની-નાની માહિતી આપીને કારને પરફેક્ટ બનાવવાનો પ્રયાસ કરતો. તેણે પહેલી ચેમ્પિયનશિપ 25 વર્ષની ઉંમરે જીતી અને તેની લોકપ્રિયતામાં ચાર ચાંદ લાગી ગયા.

એ ડિસેમ્બર... જ હતો જ્યારે 2013માં માઈકલ સ્કિઈંગ કરી રહ્યા હતા અને દુર્ઘટના સર્જાઈ. તેને માથામાં ઈજા થઈ અને કોમામાં જતા રહ્યા. આજેય તે વેજિટેટિવ સ્ટેટમાં છે. એટલે કે તેઓ ભાનમાં તો છે, પરંતુ કોઈ પ્રતિક્રિયા આપવામાં અસમર્થ છે.
એ ડિસેમ્બર... જ હતો જ્યારે 2013માં માઈકલ સ્કિઈંગ કરી રહ્યા હતા અને દુર્ઘટના સર્જાઈ. તેને માથામાં ઈજા થઈ અને કોમામાં જતા રહ્યા. આજેય તે વેજિટેટિવ સ્ટેટમાં છે. એટલે કે તેઓ ભાનમાં તો છે, પરંતુ કોઈ પ્રતિક્રિયા આપવામાં અસમર્થ છે.

એફ-1ના ઈતિહાસમાં તેણે એટલા બધા રેકોર્ડ કર્યા કે, જે ગણવા મુશ્કેલ છે. હવે તેમનો પુત્ર મિક આ રેકોર્ડ્સ તોડીને પિતાને અનોખી ભેટ આપી શકે છે. કોઈ પણ પિતા માટે તે ઉત્તમ ક્ષણ હોય છે. માઈકલને આજેય પિતાની સ્ટ્રગલ યાદ છે. તેણે જોયું હતું કે, તેની રેસ માટે રોલ્ફ શુમાકર થોડું વધારે કામ કરીને પૈસા ભેગા કરતા. 21 વર્ષની ઉંમરે માઈકલને એક બ્રિફકેસ ભરીને 20 હજાર પાઉન્ડનું બોનસ મળ્યું હતું, જે તેણે સીધું તેના પિતાના હાથમાં મૂકી દીધું હતું. તે ક્ષણ યાદ કરતા માઈકલ કહે છે કે, અમારો સમય ખૂબ ખરાબ ચાલી રહ્યો હતો. મારા પિતા પણ એકસાથે આટલી રકમ જોઈને વિશ્વાસ નહોતા કરી શકતા. એ મારા જીવનની સૌથી યાદગાર ક્ષણ છે. એ જ રીતે, માઈકલ પોતાના ગામના કાર્ટિંગ ટ્રેકને પણ નથી ભૂલ્યા. બાદમાં તેણે તેનું મેઈન્ટેનન્સ કરાવ્યું, જેથી બાળપણના મિત્રોને ત્યાં નોકરી મળી. સ્પોર્ટ્સની દુનિયામાં સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાંના એક માઈકલ શુમાકરની સફળતાની ચાવી તેની ફિટનેસ છે. ફૂટબોલ, સ્કિઈંગ, બાસ્કેટ બૉલ અને માઉન્ટેન બાઈકિંગ રમીને પણ તે પોતાની ફિટનેસ સાચવે છે. શુમાકરનો એક જ જીવનમંત્ર છે: જો આત્મવિશ્વાસને પકડીને રાખો, ડર આપોઆપ જતો રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો