તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્સ્પાયરિંગ:નાના કદ સાથે મોટાં સપનાં પાછળ દોડતો રહ્યો, દિવસે પ્રેક્ટિસ અને રાતે ઊંચાઈ વધારવા ઈન્જેક્શન લીધાં

વોશિંગ્ટન5 મહિનો પહેલા
 • કૉપી લિંક
લિયોનલ મેસ્સીની તસવીર - Divya Bhaskar
લિયોનલ મેસ્સીની તસવીર
 • ફૂટબોલર મેસ્સીએ એક ક્લબ માટે સર્વાધિક ગોલ કરનારા પેેલેનો રેકોર્ડ તોડ્યો છે

લિયોનલ મેસ્સી રમતની દુનિયાનું એટલું મોટું નામ બની ગયું છે કે તેને એ લોકો પણ જાણે છે કે જે રમતમાં રસ ધરાવતા નથી. આ ગોલ મશીને તાજેતરમાં જ્યારે એફસી બાર્સેલોના માટે 644મો ગોલ કર્યો તો તેણે પ્રસિદ્ધ ખેલાડી પેલેનો એક ક્લબ માટે સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ તોડી નાખ્યો. આવા અનેક રેકોર્ડ તે તોડી ચૂક્યો છે.

મેસ્સીનો જન્મ 24 જૂન 1987ના રોજ સેન્ટ્રલ આર્જેન્ટિનાના રોસારિયોમાં થયો હતો. પરિવારના આ ત્રીજાં સંતાન માટે બધું પ્લેટ પર શણગારેલું નહોતું. પિતા જ્યોર્જ મેસ્સી એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતા અને માતા સેલિયા પાર્ટટાઈમ ક્લિનર હતી. ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી પણ બંને સારી રીતે જાણતા હતા કે બાળકોનો ઉછેર કઈ રીતે થાય છે. જ્યોર્જે નોંધ્યું કે લિયોનલ સૉકર સારું રમે છે તો તેના આ ટેલેન્ટને વિકસિત કરવામાં સંપૂર્ણ મદદ કરવાનો નિશ્ચય કર્યો. લિયોના બે મોટા ભાઈ અને પિતરાઈ ભાઈ રોજ ફૂટબોલ રમવા જતા હતા, લિયો પણ તેમની સાથે જતો હતો. જોકે લિયો ત્યારે ખૂબ જ નાનો હતો તેના ભાઈ તેને સાથે રમાડવામાં ખચકાતા હતા. લિયો સાથે હંમેશા તેની દાદી હોય. દાદી કહે એટલે મોટા ભાઈ તેને પણ રમાડતા હતા. દાદીએ જ્યારે લિયોની રમત જોઈ તો માતાને કહ્યું કે તેને એક જોડી શૂઝ અપાવ.

 • પોતાની સફર અંગે લિયોનલે કહ્યું હતું - મેં જલદી શરૂઆત કરી અને લાંબા સમય સુધી અડગ રહ્યો, દિવસ-રાત... એક પછી અનેક વર્ષ સુધી. 17 વર્ષ 114 દિવસ પસાર થયાં ત્યારે “રાતોરાત’ સફળ થયો છે.

ચાર વર્ષની વયે લિયોએ લોકસ ક્લબ ગ્રેન્ડોલી જોઇન કરી. અહીં પિતા તેના કોચ બન્યા. દાદી રોજ રમત જોવા ક્લબ જતાં હતાં. ધીમે ધીમે લિયો માટે ફૂટબોલ શરીર માટે શ્વાસ લેવા સમાન બની ગયું. જ્યારે તે આઠ વર્ષનો થયો તો પ્રસિદ્ધ ક્લબ નેવેલ ઓલ્ડ બોઈઝનો હિસ્સો બન્યો. પ્રોફેશનલ ફૂટબોલર બનવાનું સપનું હવે તેની આંખોમાં ચમકવા લાગ્યું હતું. 10 વર્ષનો થયો ત્યારે દાદીનું નિધન થઈ ગયું. સૌથી વધુ દુ:ખ લિયોને થયું. અઠવાડિયા સુધી તેને ફૂટબોલને જોયો પણ નહીં. પિતાના કહેવા પર ક્લબ જવાની શરૂઆત કરી. દાદીને ગુમાવવાનું દુ:ખ દૂર કરવા પ્રયાસ કરી જ રહ્યો હતો ત્યારે 11 વર્ષની વયે વધુ એક મુશ્કેલી સામે આવી. તેની વય તો વધી રહી હતી પણ કદ વધી રહ્યું નહોતું.

ચિંતિત માતા-પિતાએ ડૉક્ટરની સલાહ લીધી તો જાણ થઇ કે લિયોને ગ્રોથ હોર્મોન્સ ડેફિશિયન્સી છે. અર્થ સ્પષ્ટ હતો કે જો તેને સ્પેશિયલ ટ્રિટમેન્ટ નહીં મળે તો શારીરિક વિકાસ નહીં થઈ શકે. આ સારવાર 3 વર્ષ ચાલવાની હતી અને દર મહિનાનો ખર્ચ 1000 ડૉલરથી વધારેનો હતો. સારવારનો ખર્ચ ભોગવવામાં અક્ષમ પિતાએ ક્લબની મદદ માગી પણ તે પૂરતી નહોતી. ક્લબ લિયોને ઈચ્છતી હતી પણ તેનો ખર્ચ ભોગવવામાં અસમર્થ હતી. પછી સ્પેનથી એક ઓફર આવી. 13 વર્ષના લિયોનો કિસ્સો જ્યારે એફસી બાર્સેલોનાના ટેક્નિકલ નિર્દેશક કાર્લ્સ રેક્સાચ સુધી પહોંચ્યો તો તેમણે મેસ્સીને ઓફર આપી. ઓફર હતી કે તે ખુદ લિયોનલની રમત જોશે, જો લિયો પાસ થશે તો સારવારનો ખર્ચ ક્લબ ભોગવશે પણ તેણે બાર્સેલોના શિફ્ટ થવું પડશે.

પરિવાર ત્યાં પહોંચી ગયો. લિયો એસી બાર્સેલોના યુથ ટીમમાં પોતાને સાબિત કરવા પહોંચ્યો. ચેન્જિંગ રૂમમાં જ્યારે તે યુનિફોર્મ પહેરી રહ્યો હતો તો તેણે પોતાની ટીમના સાથીઓ સાથે એક શબ્દ પણ વાત ન કરી. ટીમ પણ આશ્ચર્યથી તેને જોઇ રહી હતી કે તે આટલો નાનો છે. લિયોએ મેદાનમાં બે મિનિટ જ વીતાવી અને બધા ખેલાડી આશ્ચર્યમાં પડી ગયા કે તે આટલું સરસ કઈ રીતે રમી શકે છે! કોચ કાર્લ્સ એટલા પ્રભાવિત થયા કે તેમણે પેપર નેપકિન પર જ કોન્ટ્રાક્ટ સાઈન કરાવી લીધો. તેના પછી લિયોનું જીવન બદલાઇ ગયું. લિયો દિવસે પ્રેક્ટિસ કરતો અને રાતે ગ્રોથ હોર્મોન્સને પગમાં ઈન્જેક્ટ કરતો. 14 વર્ષનો થયો ત્યારે સારવાર પૂરી થઇ અને છેવટે તેણે 5 ફૂટ 7 ઈંચનું કદ પ્રાપ્ત કર્યુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો