તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેનેજમેન્ટ ફંડા:પર્યાવરણને બચાવવું પણ દેશભક્તિ જ છે

એક મહિનો પહેલાલેખક: એન. રઘુરામન
  • કૉપી લિંક

પહેલાથી જ ગ્લોબલ વોર્મિંગનો ભોગ બનેલી દુનિયા પર વધુ વિનાશકારક અસરનું મૂલ્યાંકન અને આગામી સમયના ભયાનક અનુમાન જણાવતા સંયુક્ત રાષ્ટ્ર (યુએન)નો સોમવારે આવેલો નવો જળવાયુ રિપોર્ટ બિહામણો અને નિરાશાજનક છે. બદલાતું ઋતુચક્ર, સમુદ્રનું વધતું જળસ્તર, જીવલેણ ગરમ પવનો અને ગ્લેશિયરો ઓગળવાને લીધે આવતા પૂરના પુરાવા આપણે જોઈ જ રહ્યા છીએ. વિશેષજ્ઞો ચેતવણી ઉચ્ચારી ચૂક્યા છે કે, જો તેને કાબુમાં નહીં લેવાય તો દુનિયા સહિત ભારત પર વ્યાપક આર્થિક અસર થશે અને અર્થતંત્રની કરોડરજ્જુ, કૃષિ અને ઉદ્યોગની કમર ભાંગી જશે. વધતા તાપમાને આપણી કૃષિ સંસાધનની ભૂખ વધારી છે. આજે વધુ બાષ્પીભવનને લીધે કૃષિમાં અગાઉની તુલનામાં 30% વધુ પાણી વપરાઈ રહ્યું છે. આ તો માત્ર શરૂઆત છે. હવે તેના ઉપાય માટે કાર્યકારી સમુહની બેઠક બોલાવવાનો સમય નથી. હવે સ્થાનિક કે વ્યક્તિગત સ્તરે મહત્તમ પ્રયાસ જરૂરી છે. મનુષ્ય જાતિ તરીકે આપણે સમસ્યા અને સમાધાન, બંને જાણીએ છીએ. આ ચેતવણીને કાર્યોમાં બદલવાનો સમય છે. આપણાં સમુદ્ર કિનારાના શહેરો ખતરનાક સ્થિતિમાં છે. જેનું કારણ કોઈ દુશ્મન નથી, પરંતુ વધતું સમુદ્રનું સ્તર છે. યાદ રાખો દુશ્મનથી આપણી સીમાને બચાવવા સેના સક્ષમ છે. હવે સીમાની અંદર ધરતી માતાની રક્ષા કરવાની છે. જો મોડુ કર્યું તો ગરમી અનેક સેલ્સિયસ વધી જશે, જેનાથી માનવ સભ્યતાનો અંત આવી શકે છે. કંઈ પણ કરો, આગામી 20 વર્ષમાં ધરતીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ તો વધશે જ. દુનિયાનું તાપમાન પહેલાથી જ 1.1 ડિગ્રી વધી ચૂક્યું છે. એટલે આપણે તાત્કાલિક પગલાં લેવાં પડશે. અહીં, કેટલાક જળવાયુ સમાધાન આપ્યા છે :1. પોતાના સમુદાયમાં જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ પર ચર્ચા કરો. તેનાથી જાગૃતિ વધશે અને ધરતી માતાને નુકસાન પહોંચાડતી સ્થિતિમાં લોકો જાગૃત રહેશે.2. ઓછી અથવા સમજદારીથી યાત્રા કરો. એટલે કે, પગપાળા, સાઈકલ કે જાહેર પરિવહનનો ઉપયોગ કરો. ગાડી ખરીદી રહ્યા છો તો ઈલેક્ટ્રીકને પ્રાથમિકતા આપો.3. શોપિંગના સમયે પ્લાસ્ટિગ બેગ ન માગો. તેનાથી બિઝનેસમાં પણ તેનો ઉપયોગ બંધ કરવા માટે પ્રેરિત થઈશું. કચરામાં ફેંકવામાં આવતી પ્લાસ્ટિગ બેગોની સંખ્યા ખરેખર બિહામણી છે.4. કરિયાણાની દુકાન અને રેસ્ટોરાંમાં સંવહનીય ભોજન વિકલ્પ પસંદ કરો.5. માંસ અને ડેરી ઉત્પાદનોનું સેવન ઘટાડો, જેનાથી પશુઓમાંથી મોટા પ્રમાણમાં ઉત્સર્જન થાય છે.6. સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ અને સમર્થન કરો. તેમાં જ રોકાણ કરો. પવન અને સૌર ઊર્જા નવો ઉભરતો ઉદ્યોગ છે. તેનાથી જળવાયુ પરિવર્તન રોકવામાં મદદ મળશે.7. ખેડૂતોને માટી અને જમીનના સારા મેનેજમેન્ટ માટે પ્રેરિત કરો, જેથી કાર્બનડાયોક્સાઈડ નિયંત્રિત કરીને જમીનનો સારો ઉપયોગ કરી શકાય.8. તમારા ચૂંટાયેલા નેતાને જળવાયુ પરિવર્તન વિરુદ્ધ આધુનિક નીતિઓ બનાવવા કહો. જો તે સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કાયદો બનાવીને લાગુ કરવાનું સમર્થન કરશે તો દેશને ગ્રીનહાઉસ ગેસને ઘટાડવામાં મદદ મળશે.આ બધાની સાથે યુએનના રિપોર્ટમાં આપવામાં આવેલી એ અનિવાર્ય અસરો માટે તૈયારી કરો, જે નીતિ નિર્માતાઓના કોઈ પણ પ્રયાસ વગર આવશે જ, જેમાં દુષ્કાળ અને પૂર જેવી સ્થિતિ સામેલ છે.ફંડા એ છે કે, આમાંથી કંઈ પણ રોકેટ સાયન્સ નથી, કેમ કે પર્યાવરણને બચાવવું માત્ર આપણી ધરતી માતાનું સન્માન નહીં, પરંતુ આપણી ‘દેશ ભક્તિ’ને આગલા સ્તરે લઈ જશે.

અન્ય સમાચારો પણ છે...