તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટિપ્સ:નકારાત્મક સાથીના વખાણ કરો, તેમના પ્રત્યે પણ સહાનુભૂતિ રાખો

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સાથીઓની મદદ કેવી રીતે કરશો?

તમારા પરેશાન અને હતાશ સાથીઓને કેવી રીતે ખુશ કરી શકો છો? સહકર્મીઓ અંગે હકારાત્મક વાતો કહેવી કેમ જરૂરી હોય છે? સહકર્મી તમને શું કહેવા માગે છે તે બૉડી લેંગ્વેજથી કેવી રીતે સમજશો? આ બધું હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂથી જાણો.

1. પરેશાન સાથીના કામની સરાહના કરો, તેમને પ્રેરિત કરીને પણ ખુશ કરી શકાય છે
કોઇ સાથી સતત તણાવમાં કે દબાણમાં રહેતો હોય તો સ્વાભાવિક રીતે તેની સાથે કામ કરવું થોડું મુશ્કેલ લાગી શકે છે. એવામાં તમે તે સાથીથી ચીડાઇ જાવ છો કે તેના પ્રત્યે સહાનુભૂતિ રાખો છો. બની શકે ત્યાં સુધી તેના વખાણ કરો અને જે મદદ કરી શકો તે કરો. તમારા સહકર્મીની લાગણીઓ નિયંત્રિત નથી તો તેમના કામની સરાહના કરીને તેમને પ્રેરણા અને હકારાત્મક ઊર્જા આપી શકો છો. તેમને જણાવો કે ગયા અઠવાડિયે તેમણે જે પ્રેઝન્ટેશન આપ્યું હતું તે બહુ સારું હતું. તેમને જણાવો કે પ્રેઝન્ટેશન દરમિયાન તેઓ ખૂબ શાંત અને સહજ હતા, જેનાથી ક્લાયન્ટ્સ પણ પ્રભાવિત થયા. તમે તેમને મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી શકો છો. આમ કરવાથી તેમને એકલાપણું નહીં લાગે પણ વચન એટલા જ આપો કે જેટલા પૂરા કરી શકો. કુલ મળીને તમારો તમને એ સંદેશ હોવો જોઇએ કે તમારી પોતાની પણ ક્ષમતાઓ અને મર્યાદાઓ હોવા છતાં શક્ય તેટલી મદદ જરૂર કરશો. (હાઉ ટુ વર્ક વીથ સમવન હૂ ઇઝ ઓલવેઝ સ્ટ્રેસ્ડ આઉટ, રેબેકા નાઇટ)

2. ટીમના દરેક સાથીના યોગદાનનો ઉલ્લેખ કરો
આપણે સતત આપણા સાથીઓને સારું કે ખોટું લગાડીએ છીએ. જ્યારે આપણે બે સાથીની એકબીજા સાથે ઓળખ કરાવીએ ત્યારે સહકર્મીઓ વિશે હકારાત્મક વાતો કહેવી જરૂરી હોય છે. સાથીઓની પરસ્પર ઓળખ કરાવતી વખતે તેમની એ વાતો સામે લાવવી જોઇએ કે જેનાથી એ વ્યક્ત થાય કે તેઓ કેટલા સમજદાર અને રસપ્રદ છે? તમે એક નવી ટીમને સાથે લાવો ત્યારે ટીમના દરેક સભ્યના યોગદાનનો ઉલ્લેખ જરૂર થવો જોઇએ. કોઇ સાથી ઓછું બોલતો હોય કે જેને બોલવાની તક ન મળતી હોય તેને કોઇ સવાલ કરીને બોલવાની તક આપી શકાય. આ વાતોનું મહત્ત્વ સમજશો તો બદલામાં તમને ઘણી પ્રશંસા મળશે. (‘બેનિફિટ્સ ઓફ સેઇંગ નાઇસ થિંગ્સ અબાઉટ યોર કલીગ્સ’, જેન ઇ. ડુટોન અને જુલિયા લી)

3. સાથી શું કહેવા માગે છે તે હાવભાવથી જાણો
સાથીઓના ચહેરાના ભાવ અને બૉડી લેંગ્વેજ પર ધ્યાન આપીને સરળતાથી અંદાજ લગાવી શકાય કે તમારા શબ્દોને અને વર્તનને તેઓ કેવી રીતે લઇ રહ્યા છે? કોઇ સાથી હંમેશા નીચે જોઇને વાત કરે અને આંખ ન મિલાવે કે તમારી સાથે કાયમ સામે ચાલીને વાત કરતો કોઇ સાથી ઘણી વારથી શાંત બેઠો હોય કે કોઇ સાથી અચાનક પોતાનો બચાવ કરવા લાગે તો તરત સાવધાન થઇ જાવ અને વાત કરવા પ્રયાસ કરો. તમારા સાથીઓને પૂછો કે તેમના મૌનનો શું અર્થ કાઢવો? કે કહો કે તમે જાણવા માગો છો કે તમારી કોઇ વાતથી તેમને તકલીફ તો નથી પહોંચી ને? વિનમ્રતાભર્યા શબ્દો સાંભળીને સાથી તમારી સાથે ખુલીને વાત કરી શકશે અને તમે બંને એકબીજા પર વધુ ભરોસો કરશો. (4 વેઝ ટુ ગેટ ઓનેસ્ટ, ક્રિટિકલ ફીડબેક ફ્રોમ યોર એમ્પ્લોઇઝ, રૉન કરુકી)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો