તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ:કોરોનાકાળમાં લક્ષ્ય નાના રાખો, નોકરી ન મળી રહી હોય તો આ સમયનો સ્કિલ વધારવા માટે ઉપયોગ કરો

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહામારી દરમિયાન નોકરી ન મળી રહી હોય તો શું કરવું? નવી સ્કિલ શીખીને વધુ સારા પદ પર પહોંચવા ઇચ્છતા હો તો શું કરવું જોઇએ તે હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂથી જાણો. એ પણ જાણો કે કોરોનાની ઝપટમાં આવ્યા બાદ કામ પર પાછા ફરતા કર્મચારીનું સ્વાગત કેવી રીતે કરવું?

નોકરી શોધી રહ્યા હો તો પ્રોસેસ પર ફોકસ રાખો
કોરોનાકાળમાં નવી નોકરી શોધી રહ્યા હો પણ હજુ સુધી મળી ન હોય તો તમે બેચેન પણ થઇ શકો છો પરંતુ તમારો આત્મવિશ્વાસ ન ઘટવો જોઇએ, કેમ કે મોટા ભાગના હાયરિંગ મેનેજર્સ આ જ ગુણ શોધતા હોય છે. બેચેની દૂર કરવા માટે પરિણામ પર નહીં પરંતુ પ્રોસેસ પર ફોકસ કરી શકાય. મિત્રો અને સહકર્મીઓને પૂછતા રહો કે ક્યાં ભરતી ચાલી રહી છે? આ દરમિયાન સ્કિલ વધારવા ઓનલાઇન ક્લાસીસ પણ કરી શકો છો. નાના લક્ષ્યો પર ધ્યાન આપશો તો તમારો તણાવ ઘટશે અને ઉત્પાદકતા પણ વધશે. ખાસ કરીને નવી નોકરી મળવામાં વધુ સમય લાગી રહ્યો હોય ત્યારે.
(સ્ટે કોન્ફિડન્ટ ડ્યુરિંગ યોર જોબ સર્ચ બાય ફોકસિંગ ઓન ધ પ્રોસેસ, નોટ ધ આઉટકમ, આર્ટ માર્કમેન)

મેડિકલ લીવ બાદ પાછા ફરેલા સહકર્મીની મદદ કરો
કર્મચારી મેડિકલ લીવ પરથી પાછો ફરે ત્યારે પોતાનું કામ સહજતાથી ફરી શરૂ કરે તે મેનેજરે સુનિશ્ચિત કરવું જોઇએ. લીવ દરમિયાન પણ મેનેજરે કર્મચારી સાથે સંપર્ક જાળવી રાખવો જોઇએ, જેથી તે એકલાપણું ન અનુભવે. તે સ્વસ્થ થઇને કામ પર પાછો ફરવા તૈયાર હોય ત્યારે તેને પૂછો કે તે કામ પર પાછા ફરવાની જાહેરાત કેવી રીતે કરવા માગે છે? શું તે કામના કલાકોમાં કોઇ ફેરફાર ઇચ્છે છે? બીમારી બાદ કામ પર પરત ફરતાં તરત જ કોઇ 100% આઉટપુટ ન આપી શકે તે પણ ધ્યાનમાં રાખો. પહેલા દિવસે તેમને કેવા પ્રકારનું સ્વાગત ગમશે તે અંગે વાત કરી શકાય. દરવાજા પર જ સ્વાગત કરો કે ડેસ્ક પર ફૂલ-કાર્ડ મૂકી શકાય. તે કામ શરૂ કરે ત્યારે દિવસમાં ઘણી વાર તેના ખબરઅંતર પૂછો, જેથી તેને સારું લાગે. (હાઉ ટુ વેલકમ એન એમ્પ્લોઇ બેક ફ્રોમ મેડિકલ લીવ, એન. શુગર)

ભવિષ્યમાં કામ આવે તેવી સ્કિલ શીખવાનું શરૂ કરો
નવી સ્કિલ શીખવાનું હવે ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ બની ગયું છે પરંતુ તમારે કઇ સ્કિલ પર ફોકસ કરવું જોઇએ તે કેવી રીતે જાણવું? કઇ યોગ્યતાઓની માગ વધી રહી છે તે જાણો. પહેલાં જે સામાન્ય સ્કિલ હતી તે હવે ખાસ થઇ ગઇ છે. તમે જે કામ કરવાની ઇચ્છા રાખતા હો તે કામ જેમની પાસે હોય તેમના સંપર્કમાં રહો. તેમને પૂછો કે પોતાનું કામ સુધારવા માટે તેઓ કઇ સ્કિલ શીખ્યા છે? જેમ કે જો તમે જાણવા માગતા હો કે સેલ્સમાં કઇ સ્કિલ-ટેક્નિક મહત્ત્વની છે તો સેલ્સના ટોપ લેવલના કર્મચારીઓ સાથે ચર્ચા કરો. તમને મદદરૂપ થઇ શકે તેવા કોર્સ અંગે તેમની સાથે ચર્ચા કરો.
(4 હેબિટ્સ ઑફ ધ પીપલ હૂ આર ઓલવેઝ લર્નિંગ ન્યૂ સ્કિલ, માઇક કેહો)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો