તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેસન્સ ફ્રોમ ગ્રેટ થિન્કર્સ:ભૂખ કરતાં ઓછું જમવું હંમેશા સારું રહે છે’ - ઓવિડ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ઓવિડની તસવીર - Divya Bhaskar
ઓવિડની તસવીર
 • જન્મ- 20 માર્ચ 43 બીસી

તેમનું પૂરું નામ પ્યૂબલિયસ ઓવિડિયસ નાસો હતું. ઓગસ્ટસના શાસનમાં તેઓ રોમન કવિ હતા. મહાકાવ્યો પણ લખતા હતા.

 • પ્રેમ અને અભિમાન એકસાથે એક છત નીચે ન રહી શકે.
 • પ્રેમ એક પ્રકારનું યુદ્ધ જ છે.
 • જેઓ પૂરી હિંમત સાથે પોતાને ગમતી ચીજનો બચાવ કરે તેઓ ખુશ રહી શકે છે.
 • શીખવાનો અધિકાર ક્યારેય ન ગુમાવશો. દુશ્મન પાસેથી પણ શીખો.
 • એ વ્યક્તિ જ ખુશ છે કે જેણે મગજને તકલીફ પહોંચાડનારી બેડીઓ તોડી દીધી છે અને ચિંતાથી પોતાને કાયમ માટે મુક્ત કરી લીધા છે.
 • ટેવો ધીમે-ધીમે ચરિત્ર બની જાય છે.
 • ધીરજવાન અને મજબૂત રહો. એક દિવસ આ દર્દ બહુ કામનું સાબિત થશે.
 • કોઇ સારા કામને પુરસ્કાર ન મળે ત્યાં સુધી તેની સરાહના નથી થતી.
 • ખરાબ જીવન જીવવું એ પણ એક પ્રકારનું મૃત્યુ જ છે.
 • દરેક ચીજ ધીમે-ધીમે નિર્ધારિત સમયે જ મળે છે.
 • જોમ અને ઉંમર હોય ત્યાં સુધી કામ કરો. વૃદ્ધાવસ્થા ધીમા પગલે ક્યારે આવી જાય છે તેની ખબર પણ નથી પડતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો