તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કામમાં હંમેશા આગળ રહેવું હોય તો તમારે વિષય અંગે રોજ વાંચો
તમારા કામમાં આગળ વધવા માટે તમારે રોજ ઓછામાં ઓછા એક કલાક વાંચવું જોઈએ. એક કલાકથી ઓછું વાંચન તમારા હરીફોને પાછળ કરી દેશે. સાવચેતીપૂર્વક નોટ્સ બનાવો અને તેની સમીક્ષા પણ કરો. પછી વિચારો કે તમે શું શીખ્યા અને તમે કઇ રીતે તેને રોજિંદા જીવનમાં અપનાવી શકો છો. કલ્પનાશક્તિ તમારી શીખવાની ગતિ વધારી દેશે. ઈન્ફર્મેશનના આ યુગમાં જો તમે વાંચતા નથી તો પાછળ રહી જશો.
લક્ષ્યની પ્રાપ્તિ દરમિયાન ભાવનાઓ તમારી રચનાત્મકતા વધારશે
કોઈ વસ્તુ મેળવવા તમે જેટલા ઉત્સાહિત રહેશો તેટલી ઝડપે તમારું મગજ તેને જીવનમાં લાવવા કામ કરશે. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી તમે અતિ-ઉત્સાહિત અનુભવવા લાગશો. તમારે આ ભાવનાઓનો આનંદ માણવો જોઈએ. વધારે પૈસા કમાવા હોય અને જીવનના સ્તરને ઉપર લઈ જવું હોય તો વિચારો કે તમે ત્યાં પહોંચી ગયા છો અને એ જ જીવન જીવી રહ્યા છો જેની કલ્પના કરી હતી. આમ તમે રચનાત્મકતાને ગતિ આપો છો.
અડિયલ વલણ પ્રગતિના માર્ગમાં મોટો અવરોધ પેદા કરે છે
પોતાની વાત પર અડિયલ વલણ તમારી પ્રગતિમાં મોટો અવરોધ બની શકે છે. આ અડિયલપણાથી મુક્તિ મેળવવા તમારે તમારા જૂના વિચારોને તે સમયે ત્યાગવા માટે તૈયાર રહેવું જોઈએ જ્યારે કોઈ એ સાબિત કરે કે તેનાથી નવો અને શ્રેષ્ઠ વિચાર તેની પાસે ઉપલબ્ધ છે. ઝડપથી બદલાતા સમયમાં શ્રેષ્ઠ વ્યક્તિની ઓળખ એ જ છે કે તે તેના જૂના વિચારો છોડી નવા વિચારો અપનાવવા તૈયાર રહે. તેના માટે સાહસ, પરિપક્વતાની જરૂર પડશે.
પૈસા જ પૈસાને ખેંચે છે, તમે પૈસા બચાવી શકો છો તો કમાઈ પણ શકો છો
પોતાની કમાણીના દાયરામાં રહીને જીવવું અને બચત માટે પોતાને અનુશાસિત કરવાની કાબેલિયત જ તમને જીવનમાં સફળતા અપાવી શકે છે. જો તમારી અંદર તમારી કમાણીને સાચવવાનો વિચાર નથી તો જાહેરમાં તમારી અંદર બીજા ક્ષેત્રોમાં સફળ થવા ફરજિયાત અનુશાસન પણ નથી. પૈસા બચાવી તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે એ તમને દરેક તકનો લાભ લેવાની તક આપે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.