તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાવર્ડ બિઝનેશ રિવ્યૂ:એ ચાર સંકેત... જૂની નોકરી છોડીને નવું કામ શરૂ ક્યારે કરવું જોઈએ

વોશિંગ્ટન5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • ટિપ્સ - વર્તમાન નોકરીથી અસંતોષ हહોય તો કરિયર સ્વિચથી થતા ફાયદા વિચારી શકાય છે. જાણો એ સંકેતો વિશે જે નિર્ણયો લેવામાં મદદ કરશે

હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂ - સંસ્થાનો માહોલ સમજી નહીં શકવાના કારણે સતત નકારાત્મકતા સહન કર્યા પછીયે મોટા ભાગના લોકો નોકરી છોડતા ખચકાય છે. કારણ કે, તેઓ પરિવર્તનથી ડરે છે અથવા કરિયર સ્વિચ થતા ફાયદા વિશે વિચારી નથી શકતા. આ સંકેતો તમને જણાવશે કે, હવે સમય પરિવર્તનનો છે...

નવું - કંઈક નવું શીખી નથી શકતા, તો માની લો કે ગ્રોથ નથી
હાલ તમે જે નોકરી કરો છે, તમે જે કામ કરી રહ્યા છો તેમાં જો તમને કંઈ નવું શીખવા નથી મળતું તો માની લો કે ત્યાં તમારો ગ્રોથ નથી. સંશોધનો કહે છે કે વધતી ઉંમરની સાથે જો તમે નવું શીખતા નથી, તો તમને સંતોષ નહીં મળે. જ્યારે તમે શીખતા શીખતા વૃદ્ધત્વ તરફ જાઓ છો, ત્યારે ખુશી મહેસૂસ કરો છો. સતત શીખવાથી મગજને પોષણ આપવા બરાબર છે અને તેનાથી જ તમને ખુશી મળશે.

ઉત્સાહ - ઓફિસ જતા કંટાળો આવશે, તો દેખાવ બગડશે
જો ઓફિસ જતી વખતે તમે ખૂબ જ કંટાળો અને થાક અનુભવ કરશો તો તેની સીધી અસર તમારા વર્ક પર્ફોર્મન્સ પર પડશે. ઓફિસમાં તમારો દેખાવ બગડશે અને તમારો બાયો-ડેટા પણ બગડી શકે છે. જો તમે ખુશ રહેવા ઈચ્છો છો તો કોઈ એવા કામની શોધ કરો જે કરતી વખતે તમારો ઉત્સાહ જળવાઈ રહે અને જેમાં તમે 100 ટકા આપી શકો.

પ્રશંસા - જો આ નથી મળતી, તો કામમાં ઝડપથી થાકશો
જો તમને લાગે છે કે સંસ્થામાં તમારી કોઈ કદર નથી કરતું, તો તમને ચોક્કસ બહુ ખરાબ લાગશે. પછી તમને ભલે ગમે તેટલો પગાર મળતો હોય, તમે ખુશ નહીં હોવ. જો મેનેજરો તમારા કામની પ્રશંસા નથી કરતા, તો તમને પ્રેરણા નહીં મળે અને પ્રેરણા ના મળે ત્યારે સારું કામ નથી થઈ શકતું. ઉદાસ થઈને કામ કરશો, તો ઝડપથી થાકશો અને તેની અસર તમારા વર્તનમાં પણ દેખાશે.

પૈસા - ફક્ત પગાર માટે નોકરી કરશો તો હંમેશા ઉદાસ રહેશો
તમે તમારી નોકરીથી બિલકુલ ખુશ નથી, ફક્ત પૈસા માટે નોકરી કરી રહ્યા છો, તો તે ખૂબ ખરાબ સંકેત છે. આ રીતે કામ કરવાથી તમે ક્યારેય સંતુષ્ટ નહીં રહો અને જીવનમાં ખરા અર્થમાં ક્યારેય આગળ પણ વધી નહીં શકો. જો આર્થિક મજબૂરીના કારણે નીરસ નોકરી કરીને જીવન વ્યતિત કરો છો તો તમે અંદરથી ઉદાસ જ રહેશો. ના તો તમને પ્રેરણા મળશે. તમે ઓછા પૈસામાં તમારી પસંદનું કામ કરશો, તો હંમેશા સંતુષ્ટ રહેશો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો