તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આમિર ખાનની ફિલ્મ ‘તારે ઝમીં પર’ના ઇશાનની જેમ જ અક્ષય કુમારની આંખો સામે પણ અક્ષરો ઊડવા લાગતા હતા. બાળપણમાં તેઓ ભણી શકતા નહોતા, જેથી 7મા ધોરણમાં નાપાસ થયા. ઘરે ફટકારતી વખતે પિતાજીએ પૂછ્યું, ‘છેવટે તારે કરવું છે શું?’ ત્યારે અક્ષયનો જવાબ હતો, ‘મારે હીરો બનવું છે.’ અક્ષય મોટા થઇને હીરો તો બન્યા પણ આ સફર સરળ નહોતી રહી. અક્ષય કુમાર પંજાબના અમૃતસરમાં હરિ ઓમ અને અરુણા ભાટિયાના ઘરે જન્મ્યા. નામ પડાયું- રાજીવ. સામાન્ય બાળકની જેમ જ ઉછર્યા. જવાનીમાં તેમને માર્શલ આર્ટ્સ સાથે એવો પ્રેમ થયો કે તે શીખવા માટે અભ્યાસ છોડીને બેંગકોક ચાલ્યા ગયા. તેમણે તાયક્વાંડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યો. મનપસંદ કામ મુંબઇમાં મળ્યું, જ્યાં તેઓ માર્શલ આર્ટ્સના ટીચર બન્યા.
તેમના સ્ટુડન્ટ્સે પણ તેમને પ્રોત્સાહિત કર્યા કે તેઓ તેમનો પોર્ટફોલિયો શૂટ કરાવી મોડલિંગ શરૂ કરે. આ પોર્ટફોલિયો માટે તેમણે ફોટોગ્રાફર જયેશ સેઠ સાથે મહેનતાણા વિના દોઢ વર્ષ સુધી કામ કર્યું હતું. મોડલિંગના પહેલા દિવસે જ તેમને એટલી રકમ મળી કે જે તેમની માસિક આવક જેટલી હતી. અક્ષયે નક્કી કર્યું કે તે આ ફીલ્ડમાં જ કરિયર બનાવશે. એક મોડલિંગ એસાઇનમેન્ટ સંદર્ભે તેને બેંગલુરુ જવાનું હતું અને 6 વાગ્યાની ફ્લાઇટ પકડવાની હતી. તે તૈયારી કરી રહ્યો હતો ત્યાં કૉલ આવ્યો કે તેણે સવારે 6 વાગ્યાની ફ્લાઇટ પકડવાની હતી જ્યારે તેને એમ હતું કે ફ્લાઇટ સાંજે 6 વાગ્યાની છે. ફ્લાઇટ મિસ થવી તક ગુમાવવા જેવું હતું.
તે સાંજે તેઓ સ્ટુડિયોમાં નિર્માતા-નિર્દેશક પ્રમોદ ચક્રવર્તીને મળ્યા. તેમને અક્ષયના ફોટોઝ એટલા ગમ્યા કે તેને પોતાની ફિલ્મમાં હીરો તરીકે પસંદ કરી લીધો. શરૂની ફિલ્મો ન ચાલી તો કામ મળવામાં તકલીફ પડવા લાગી. પછી 1992માં ‘ખિલાડી’ મળી, જે એટલી સફળ રહી કે અક્ષયના નામ સાથે ‘ખિલાડી’ શબ્દ કાયમ માટે જોડાઇ ગયો. ત્યાર બાદ અક્ષયને ફિલ્મો તો મળતી રહી પણ એ-લિસ્ટ પ્રોડ્યુસર્સ તેનાથી હજુ પણ દૂર હતા. તેમને નજીક લાવવાનું કામ પ્રિયદર્શનની ‘હેરાફેરી’એ કર્યું.
જાણીતા પ્રોડ્યુસર હોય કે નાના નિર્માતા, અક્ષયે કામ માટે ક્યારેય ઇનકાર ન કર્યો. સારો/ખરાબ સમય ચાલતો રહ્યો પણ સતત 14 ફિલ્મો ફ્લોપ ગઇ ત્યારે અક્ષયને લાગ્યું કે તેમની એક્ટિંગ કરિયર ખતમ થઇ ગઇ. તેમણે વિચાર્યું કે હવે એક્ટિંગ સિવાય પણ કંઇક કરવું પડશે. પછી એક કેનેડિયન ફ્રેન્ડના કહેવાથી ત્યાંનું નાગરિકત્વ મેળવી લીધું. ત્યાં સુધીમાં 15મી ફિલ્મ હિટ થઇ ચૂકી હતી અને અક્ષયે બીજું કંઇ કરવાનું ક્યારેય વિચારવું ન પડ્યું.
અક્ષયનું સરળ જીવન
સવારે 4.30 વાગે ઊઠી જાય છે. એક કલાક કસરત કર્યા બાદ અડધો કલાક સ્વિમિંગ કરે છે. સંતાનોને સ્કૂલે મૂકીને શૂટિંગ પર જતા રહેતા હતા. 8 કલાકના શૂટિંગ બાદ ઘરે પરત ફરીને રાત્રે 9.30 વાગે સૂઇ જાય છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.