તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચીનના પ્રાચીન દાર્શનિક અને લેખક. તેઓ તાઓઈઝમના સ્થાપક અને સનાતન ચીની ધર્મોના ભગવાન મનાય છે.
1. કોઈને ઊંડાણપૂર્વક પ્રેમ મેળવવો શક્તિ આપે છે અને કોઈને ઊંડાણપૂર્વક પ્રેમ કરવાથી સાહસ આવે છે. 2. જ્યારે તમે તમારી જાત પ્રત્યે સંતુષ્ટ હોવ છો અને કોઈની સાથે તુલના કે સ્પર્ધા નથી કરતા, ત્યારે બધા તમારું સન્માન કરે છે. 3. શબ્દોમાં દયા આત્મવિશ્વાસ આપે છે. વિચારોમાં દયા ગૂઢતા લાવે છે અને કર્મોમાં દયા પ્રેમ પેદા કરે છે. 4. હજારો કિલોમીટરની યાત્રા એક પગલાંથી શરૂ થાય છે. 5. મારી પાસે શીખવવા માટે ત્રણ વાત છે: સાદગી, ધીરજ અને દયા. આ ત્રણેય તમારો સૌથી મોટો ખજાનો છે. 6. રહેવામાં- જમીનની નજીક રહો. વિચારોમાં- સરળતા રાખો. ઝગડામાં- નિષ્પક્ષ અને ઉદાર રહો. શાસનમાં- કાબુ રાખવાનો પ્રયાસ ના કરો. કામમાં- એ કરો, જે આનંદ આપે. પરિવારમાં- સંપૂર્ણપણે હાજર રહો. 7. નેતૃત્વ કરવું હોય, તો લોકોની પાછળ ચાલો.
પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.