તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લેસન્સ ફ્રોમ ગ્રેટ થિંકર્સ:ઉત્સાહ ચહેરાની સુંદરતા વધારે છે - ચાર્લ્સ ડિકેન્સ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચાર્લ્સ જોન હફમ ડિકેન્સ અંગ્રેજીના લેખક હતા. તેમણે દુનિયાના પ્રસિદ્ધ પાત્રો રચ્યા છે. વિક્ટોરિયન યુગના સૌથી મહાન ઉપન્યાસકાર પણ મનાય છે.

1. જીવનમાં સૌથી જરૂરી છે “કદાચ હું’ની જગ્યાએ “હું કરીશ’ બોલવું તથા કોઈપણ કામને અશક્ય ન સમજવું. 2. હૃદય એવું હોય જે ક્યારેય કડક ન હોય, સ્વભાવ એવ હોય જે ક્યારેય થાકે નહીં અને સ્પર્શ એવો હોય જે ક્યારેય તકલીફ ન આપે. 3. નિર્માણ અને સર્જનમાં એક અંતર છે, તે એ છે કે કોઈપણ વસ્તુનું નિર્માણ થવા સુધી તેની પ્રશંસા થતી નથી પણ કોઈ વસ્તુનું સર્જન શરૂ થતાં તેની પ્રશંસા શરૂ થઈ જાય છે. 4. ટાળતા રહેવું એટલે કે સમયની ચોરી કરવી. 5. તમે અનેકવાર નમો છો, અનેકવાર તૂટો છો, તે પછી એક શ્રેષ્ઠ આકાર મેળવો છો. 6. ઉત્સાહન અને સંતોષ ચહેરાની સુંદરતાને વધારવા અને યથાવત્ રાખવા માટે પ્રસિદ્ધ છે. 7. એક નાની ચાવી, મોટું અને ભારે ભરખમ દરવાજો ખોલી નાખેછે. 8. આપણા અશ્રુઓથી ક્યારેય શરમાવું ન જોઇએ. 9. આ દુનિયા એની છે જે હસતા મોઢે સંપૂર્ણ અાત્મવિશ્વાસ સાથે તેને જીતવા નીકળ્યો છે. 10. ખુશી એક ભેટ છે જેની આશા ન કરવી જોઈએ. જ્યારે મળી જાય, ત્યારે આનંદ લેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો