તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્સ્પાયરિંગ:એક સમયે મનોજને વડાપાંવ પણ મોંઘો લાગતો પરંતુ તેમને ભૂખ માત્ર કામ મેળવવાની હતીઃ મનોજ બાજપેયી

અમદાવાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
મનોજ વાજપેયીની તસવીર - Divya Bhaskar
મનોજ વાજપેયીની તસવીર
 • તાજેતરમાં વધુ એક નેશનલ એવોર્ડ જીત્યો છે

નેપાળ બોર્ડર નજીક બિહારના બેલવા ગામમાં 1969ની 23 એપ્રિલે જન્મેલા મનોજ બાજપેયીમાં આત્મવિશ્વાસ બાળપણથી જ ભરપૂર હતો. આ ખેડૂત પરિવારમાં તેમના 5 ભાઇ-બહેન હતા, જેથી બધાનું ધ્યાન રાખવું માતા-પિતા માટે શક્ય નહોતી. બાળકોને જે ઇચ્છે તે કરવાની સ્વતંત્રતા હતી. આ બાબતો મનોજ સાથે બાળપણથી એ રીતે જોડાયેલી છે કે હજુય યથાવત છે. ફિલ્મ સાઇન કરવાની વાત હોય કે આત્મસન્માનની, મનોજ ક્યારેય બાંધછોડ નથી કરતા.

એક્ટર બનવાનું તેમણે માત્ર 9 વર્ષની ઉંમરે જ નક્કી કરી લીધું હતું. તેઓ ગામની ઝૂંપડા જેવી સ્કૂલમાં ભણતા હતા ત્યારથી અમિતાભ બચ્ચનની ફિલ્મો જોતા હતા અને દિલ્હીમાં નાટકો કરવા લાગ્યા ત્યાં સુધી જોતા રહ્યા. ગામડામાંથી શહેરમાં કોલેજ કરવા ગયા તો રાજકારણ અને જૂથવાદમાં તેમના બે વર્ષ બગડ્યા. પિતાએ શહેર છોડવા સલાહ આપી. દિલ્હી યુનિ.માં જવાના નિર્ણય અંગે પિતા તેમની પડખે હતા અને તેમને ફીના 200 રૂ. પણ આપ્યા હતા. 17 વર્ષની ઉંમરે દિલ્હી આવીને મનોજે ભરપૂર નાટકો કર્યા. તેઓ તેમની બેચના સૌથી વ્યસ્ત સ્ટુડન્ટ હતા. તે 3 વર્ષમાં મનોજે અંદાજે 400 નાટક કર્યા. દિલ્હીમાંથી બહાર નીકળવામાં તેમને દિગ્દર્શક અનુભવ સિન્હાનો સાથ મળ્યો. અનુભવ અને મનોજ દિલ્હીના મંડી હાઉસમાં સાથે હતા.

અનુભવ દિલ્હીથી મુંબઇ આવીને પંકજ પરાશરને આસિસ્ટ કરવા લાગ્યા. પંકજને એક સીરીઝ માટે એક્ટરની જરૂર હતી તો અનુભવે મનોજને મુંબઇ બોલાવી પંકજ આગળ હાજર કર્યા. મનોજને રોલ તો મળી ગયો તે સીરીઝ ક્યારેય બની જ નહીં. મનોજે નક્કી કર્યું કે તેઓ હવે પાછા નહીં જાય. પાંચ મિત્ર સાથે મુંબઇની એક ચાલીને તેમણે ઠેકાણું બનાવી લીધું. એકવાર તો તેમને મળેલા 3 પ્રોજેક્ટ એક જ દિવસમાં તેમના હાથમાંથી જતા રહ્યા. એકવાર પહેલા જ શૉટ દરમિયાન તેમને સ્ટુડિયોમાંથી નીકળી જવા કહી દેવાયું અને આસિસ્ટન્ટ ડાયરેક્ટરે તેમના ફોટોગ્રાફ્સ પણ ફાડી નાખ્યા હતા.

ચાલીના ઘરનું ભાડું નહોતા ભરી શકતા અને વડાપાંવ પણ તેમને મોંઘો લાગવા માંડ્યો હતો પરંતુ તેમની આ ભૂખ કામ મેળવવાની ભૂખથી નાની હતી. તેઓ સતત પ્રયાસ કરતા રહ્યા અને 4 વર્ષના સંઘર્ષ બાદ તેમને મહેશ ભટ્ટની ટીવી સીરીયલ ‘સ્વાભિમાન’માં કામ મળ્યું. 1994માં તેમને આ સીરીયલમાં કામ કરવાના એપિસોડદીઠ 1,500 રૂ. મળતા હતા.ફિલ્મોમાં તેમની એન્ટ્રી શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’થી થઇ. તે પછી ‘દ્રોહકાલ’, ‘દસ્તક’, ‘દૌડ’ અને ‘તમન્ના’ જેવી ફિલ્મોમાં રોલ મળતા રહ્યા.

1998માં રામગોપાલ વર્માની ‘સત્યા’ને મનોજ પોતાની ઓરિજિનલ ડેબ્યૂ ફિલ્મ માને છે, જે ફિલ્મે તેમની જિંદગી બદલી નાખી. ‘ભીખુ મ્હાત્રે’ના રોલથી તેઓ દેશમાં જાણીતા બન્યા. તે રોલ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો. તે જમાનામાં સાઇનિંગ એમાઉન્ટ સૂટકેસમાં અપાતી. મનોજ જણાવે છે કે તેમણે આવી ઘણી સૂટકેસ પરત કરી, કેમ કે તેમને જે-તે રોલ નહોતા ગમ્યા. ‘શૂલ’, ‘પિંજર’, ‘ગેંગ્સ ઑફ વાસેપુર’ અને ‘અલીગઢ’ જેવી ફિલ્મોથી તેઓ એક અભિનેતા તરીકે નવી ઊંચાઇએ પહોંચ્યા. 2019માં ઓટીટી પ્લેટફોર્મ પર આવેલી વેબ સીરીઝ ‘ધ ફેમિલી મેન’એ તેમને ફરી એકવાર ‘સત્યા’વાળી સફળતા બતાવી છે. સફળતા અંગે મનોજે એકવાર કહેલું કે, ‘પહેલી સફળતા બાદ મેં જ્યારે મારું પહેલું ઘર ખરીદયું ત્યારે હું જાણી ચૂક્યો હતો કે હું આ ઇન્ડસ્ટ્રીમાં ટકી જઇશ. સપનાં સાકાર થવા માંડે ત્યારે મહેનત કરવી સારી લાગે છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો