સ્ટાર્ટઅપ ટોક:વુમનપ્રિન્યોર : નવા સવા બિઝનેસમાં ખીલ્યા છે ચમકતા સિતારાઓ

કુણાલ ગઢવી21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતાં કામોને સદીઓથી દેશની કુલ જીડીપીમાં સ્થાન આપવામાં આવ્યું નથી. હજી પણ આપણી પાસે એવી વ્યવસ્થા નથી જેમાં ગૃહકાર્ય કરતા, ઘરે અથાણાં બનાવતા, ગોદડાં-ગાદલાં સીવતા, પાપડ બનાવતા, બાળકોને ઉછેરતા તથા પતિ પાછળ સતત આગળ પાછળ ફરતા અને ક્યારેક આવી થેન્ક્સલેસ જોબને આપણે કાંઈક નામ આપી શકીએ અથવા તો મોનિટાઇઝ કરી શકીએ. આધુનિક અર્થવ્યવસ્થામાં આવી વિભાવનાઓ બંધબેસતી નથી અથવા તો આપણે જાણીજોઈને તેનું મૂલ્ય ઓછું આંકીએ છીએ. ગૃહ ઉદ્યોગમાંથી વિશાળ કંપનીની માલિકણ ઇ.સ. 1959માં મુંબઈમાં 7 મહિલાઓ ભેગી થઈ અને પાપડનો વ્યવસાય શરૂ કર્યો, જે આજે મલ્ટિ કરોડ બિઝનેસમાં પરિવર્તન પામ્યો છે અને તે છે ‘લિજ્જત પાપડ.’ જે મહિલાઓ ઘરે બેસીને પાપડ બનાવતી હતી, હવે તેઓ એક મોટી જાયન્ટ કંપનીની માલિક બની ગઈ. આવી કંપની કો-ઓપરેટિવ મોડલ પર કામ કરતી હોય છે. ત્યાર બાદ આવા ઘણા ગૃહ ઉદ્યોગ અને કુટિર ઉદ્યોગ શરૂ થયા. ફાલ્ગુની નાયરનું ‘નાઈકા’ એક સફળ યુનિકોર્નનું ઉદાહરણ છે. ઘણી મહિલાઓ રસોઈ શો અથવા તો ફૂડ બ્લોગર, કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ રિવ્યૂઅર તરીકે નામના પણ કમાય છે અને સાથે સાથે આર્થિક દૃષ્ટિએ સद्ररદ્ધર પણ બની છે. સ્ત્રીઓને લગતી ઇવેન્ટમાં સ્ત્રી ઇવેન્ટ પ્લાનર તરીકે હોય તો સરળતા રહે છે. ઘણી વાર સિક્યુરિટીના કારણે સ્ત્રીઓ જીમ જવાનું પસંદ કરતી નથી, પરંતુ ‘ઓન્લી વુમન’ જીમ પણ ખુલ્યાં છે. કલ્પના દેસાઈ ‘ઓન્લી વુમન’ ઇન્ડિયા અને અબ્રોડ ટુર કરાવે છે. લોક મનોરંજન અને આર્ટિસ્ટ માટે પ્લેટફોર્મ તસનિમ ભારમલ દ્વારા સ્થપાયેલું સ્ટાર્ટઅપ ‘આયાન ડેટા સાયન્સ’ દ્વારા રિયલ એસ્ટેટ ટેક્નોલોજી માટે પ્રોપર્ટી કાર્ડ લોન્ચ કર્યું, જેનાથી પ્રોપર્ટી લે-વેચ કરતી વખતે ઘણા બધા કાગળનો બગાડ ન થાય અને માનવ કલાકો બચાવી શકાય. ડેબિટ કાર્ડ જેવા કાર્ડમાં વ્યક્તિનો પર્સનલ ડેટા સચવાયેલો પડ્યો હોય છે, જેથી પ્રોપર્ટી લે-વેચમાં સરળતા રહે છે. મોટા આર્ટિસ્ટ માટે સ્ટેજ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય છે, પરંતુ સંઘર્ષ કરતા આર્ટિસ્ટનું શું? તેના માટે વિહાસી શાહ દ્વારા ‘આર્ટિસ્ટ અડ્ડા’ નામે સ્ટાર્ટઅપ શરૂ થયું. તેઓએ 328 ઓનલાઈન કાર્યક્રમો તથા 80 આર્ટિસ્ટને ઓપન માઇક ઇવેન્ટમાં ભેગા કર્યા. આમ લોકોને મનોરંજન અને આર્ટિસ્ટને પ્લેટફોર્મ મળ્યું. જાત સાથે ઓળખ કરાવી કક્ષા મહેતા દ્વારા એક ઇનોવેટિવ આઈડિયા ‘કેમિબ્રિક્સ’ તરીકે શરૂ થયું છે, જે કેમિકલ વેસ્ટને મેન્યુફેક્ચરિંગ કન્સ્ટ્રક્શનનાં રો-મટીરિયલમાં ઉપયોગી થઇ શકે તેવી ઈંટો બનાવે છે. આમ કરવાથી પ્રદૂષણ નિયંત્રણમાં લઇ શકાય છે, પણ સાથે સાથે કચરામાંથી કંચન એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ બને તેમ તેનો ઉપયોગ પણ કરી શકાય. અફલાતૂન કેક અને પેસ્ટ્રી બનાવતાં કિરણ અમીન કહે છે કે ‘ચેરી ઓન ધ ટોપ એ મારું બિનઆયોજિત ત્રીજું બાળક છે, જે મને સતત બિઝી રાખે છે. મેં હોમ-શેફ તરીકે ઘણો પ્રેમ અને આદર મેળવ્યો છે અને મારા કામ પ્રત્યેના મારા જુસ્સાએ મારા પરિવારને આજે ‘હું કોણ છું’ તેના પર ખૂબ ગર્વ અનુભવ્યો છે. મને સંતોષ છે તેનો જે મને મારા વૈવિધ્યસભર ગ્રાહકોની કસ્ટમાઇઝ્ડ જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રેરિત કરે છે. હું ખુશ છું કે આ બિઝનેસમાં હું સાત વર્ષથી છું અને હજી હું એ જ ધગશથી કેક્સ બનાવું છું! અહીંયા કોઈ નિશ્ચિત મેનૂ કાર્ડ નથી અને હું ક્લાયન્ટની ઈચ્છા મુજબ કેક અને ફૂડ બનાવવા માટે તૈયાર છું. એલર્જી-સેફ, વેગન, સિન્થેટિક દ્રવ્યોથી મુક્ત, ખાંડ મુક્ત, મારા ઘરના રસોડામાં પ્રીમિયમ ઘટકો સાથે શરૂઆતથી બનાવેલી પ્રોડક્ટ મારી યુએસપી છે.’ આ સફળ સ્ત્રીઓને જોઈને કહેવાનું મને અચૂક મન થાય છે કે ‘સ્ત્રીઓ તમે આત્મવિશ્વાસથી આગળ આવો, આ દુનિયા તમારી છે.’

અન્ય સમાચારો પણ છે...