નોકરી શોધવા માટે જોબ સર્ચ પ્લેટફોર્મ્સ જેવાં કે, વર્કએનઆરબીવાય, લિંક્ડઈન, નોકરીડોટકોમ વગેરેની મદદ લેવામાં આવે છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં ઉમેદવારો ગૂગલનો ઉપયોગ કરીને પણ જોબ સર્ચ કરે છે, પરંતુ ગૂગલ પર જોબ સર્ચ કરતાં પહેલાં સાચા કીવર્ડની જાણકારી હોવી અત્યંત જરૂરી છે. એનું કારણ છે કે સાવ સામાન્ય રીતે કંઈ પણ કીવર્ડ નાખવાથી તમારી સામે એટલા બધા ઓપ્શન આવી જશે કે એમાં સાચો વિકલ્પ પસંદ કરવો અઘરો થઈ પડશે. જોકે, જોબ સીકર્સ માટે ગૂગલે કેટલીક ટિપ્સ આપી છે જેનો ઉપયોગ કરીને તેઓ સરળતાથી પોતાની લાયકાત અનુસાર નોકરી શોધી શકે છે. એમાંથી કેટલાંક સૂચનો અહીં આપવામાં આવ્યાં છે. { સર્ચ બારમાં જોબ ટાઈટલ, લોકેશન, નોકરી પોસ્ટ કરવાની તારીખ વગેરે ફિલ્ટર્સને ક્રમબદ્ધ કરો. { જો તમે ફ્રેશર કે ઈન્ટર્ન છો તો સર્ચ બારમાં ‘નો એક્સપીરિયન્સ્ડ જોબ્સ નીયર મી’ કીવર્ડનો ઉપયોગ કરો. { જો તમે ઘરેથી કામ કરવા માગતા હો તો ગૂગલમાં ડબલ્યૂએફએચ (વર્ક ફ્રોમ હોમ) જોબ્સ સર્ચ કરો. { હાલમાં કઈ કઈ કંપનીમાં વેકેન્સી છે તે જાણવા માટે ગૂગલમાં ‘એક્ટિવલી જોબ્સ’ કીવર્ડ નાખીને સર્ચ કરો. { જે વિષયની ડિગ્રી હોય એ મુજબ પણ તમે જોબ શોધી શકો છો. ઉ.દા. મુખ્ય વિષય ઈકોનોમિક્સ હોય તો એ કીવર્ડનો ઉપયોગ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.