જાણવું જરૂરી છે:શીઘ્ર સ્ખલનની તકલીફ કેમ દૂર કરવી?

ડૉ. પારસ શાહ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રશ્ન : મારી ઉંમર બાવન વર્ષની છે. લગ્નજીવનને આશરે સત્યાવીસ વર્ષ થયાં છે. મને શરૂઆતથી જ શીઘ્ર સ્ખલનની તકલીફ છે. શરૂઆતમાં તો થોડોક સમય મળતો હતો, પરંતુ ધીરે ધીરે આ તકલીફ ખૂબ જ વધી ગઇ છે. હવે તો સ્પર્શ કરતા જ પ્રવેશ પહેલાં જ સ્ખલન થઇ જાય છે. આના કારણે અમારે પતિ-પત્નીને ઝઘડા પણ થાય છે. હું આ માટે ખૂબ જ દવાઓ કરાવી ચૂક્યો છું, પણ કોઇ જ ફાયદો થયો નથી. છેલ્લે તો દેશી વાયાગ્રાનો પણ પ્રયત્ન કરી જોયો, પરંતુ આ દવા લેવાથી શરીર પરસેવાથી રેબઝેબ થઇ જાય છે. આ ઉપરાંત છાતી ભારે લાગે છે અને આંખો પણ એકદમ લાલ થઇ જાય છે. મને લાગ્યું કે જાણે આ દવા મને અવળી અસર કરી રહી છે અને હું વધારે મુશ્કેલીમાં મૂકાઈ જઈશ. તેથી મેં એ દવા પણ ફેંકી દીધી. હું હાલમાં બહુ મૂંઝવણમાં છું. પ્લીઝ તમે મારી આ સમસ્યા માટે યોગ્ય માર્ગદર્શન આપશો? તમારો ખૂબ ખૂબ આભાર. ઉકેલ : ઘણીવાર યોગ્ય નિદાન અને સારવારના અભાવને કારણે પણ વ્યક્તિએ નાની નાની બીમારીઓ માટે ઘણાં વર્ષો સુધી પરેશાન થવું પડે છે. આ એક પ્રકારની કમનસીબી જ છે. ખરેખર તો શીઘ્ર સ્ખલનની સારવાર જો યોગ્ય અને સચોટ નિદાન બાદ કરવામાં આવે તો, તે ગમે તેટલી ગંભીર કેમ ના હોય, આનો ઇલાજ શક્ય છે જ. તમારી તકલીફ આટલાં વર્ષોથી ધીરે ધીરે વધવા માંડી છે. એ જોતાં મને એવું લાગે છે કે મોટાભાગે આપની આ તકલીફનું કારણ શારીરિક હોઈ શકે છે, માનસિક નહીં. જેથી સ્ત્રી ઉપર હોય તે આસન, સ્ટોપ-ર્સ્ટાટ, સ્કીવઝ પદ્ધતિ વગેરે વધુ ઉપયોગી નહીં નીવડે.હા, એક વાત તો ચોક્કસ છે કે શીઘ્ર સ્ખલન માટે હવે કોઇએ વધારે પીડાવાની જરૂર નથી. બહુ ઝડપથી આ સમસ્યાની સારી સારવાર થઈ શકે છે અને તમને એમાંથી મુક્તિ મળે છે. તમે સરસ રીતે તમારી જાતીય લાઈફ એન્જોય કરી શકો છો. પ્રશ્ન : મારી સૌથી મોટી સમસ્યા એ છે કે હું જ્યારે પણ હસ્તમૈથુન કરું છું ત્યારે સ્ખલન બાદ વીર્યનાં ફક્ત પાંચ-છ ટીપાં જ નીકળે છે. તો શું આનાથી મારા લગ્નજીવનમાં કોઇ તકલીફ થઇ શકે ખરી? વીર્યનું પ્રમાણ કેટલું હોવું જોઇએ? હું દર બે દિવસે હસ્તમૈથુન કરું છું. ઉકેલ : સામાન્ય રીતે એકવારના સ્ખલનમાં બે એમ.એલ. વીર્યસ્ત્રાવ અર્થાત્્ એક ચમચી વીર્યસ્ત્રાવને નોર્મલ ગણવામાં આવે છે. પરંતુ આ સ્ત્રાવનો મુખ્યત્વે આધાર હસ્તમૈથુન અથવા સમાગમ વચ્ચેના સમયગાળા ઉપર નિર્ધારિત હોય છે. એકાદ કલાક પછી જ આ ક્રિયા ફરી કરવામાં આવે તો એ વખતે સ્ત્રાવ ખૂબ જ ઓછો હોય છે. પરંતુ તે જ વ્યક્તિ અઠવાડિયા પછી ફરી આ ક્રિયા કરે તો સ્ત્રાવનું પ્રમાણ વધારે હોય છે. ઘણીવાર પ્રાઈમરી ટેસ્ટિક્યુલર ફેલ્યુરમાં પણ વીર્યસ્ત્રાવ બે-ચાર ટીપાં જ થતો હોય છે. તો કેટલીકવાર સેક્સના વિચારથી શરૂઆતમાં જે રંગવિહીન ચીકણો સ્ત્રાવ થાય છે તેને જ વીર્યસ્ત્રાવ સમજવાની ભૂલ થતી હોય છે. આમ થવા પાછળનું કારણ જાણવા માટે તમારે વીર્ય અને હોર્મોન્સની તપાસ કરાવવી પડે. સાથે સાથે યોગ્ય અને વ્યવસ્થિત હિસ્ટ્રીથી ચોક્કસ નિદાન થઇ શકે છે. જો અંડકોષ (ટેસ્ટીસ)નો વિકાસ ના થયેલો હોય તો બાળક થવાની શક્યતા ઘટી જાય છે. પરંતુ હા તમે સમાગમ ચોક્કસ કરી શકો છો, કારણ કે હોર્મોન્સ બહારથી આપી શકાય છે, વીર્ય નહીં. જો આમ હોય તો તમારે કૃત્રિમ ડોનર વીર્યથી બાળક ચોક્કસ રહી શકે છે.⬛ dr9157504000@shospital.org

અન્ય સમાચારો પણ છે...