દીવાન-એ-ખાસ:ઓમિક્રોન વાઈરસથી વિશ્વની પ્રજા શા માટે ડરી નહીં?

વિક્રમ વકીલએક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લા થોડા મહિનાઓથી વિશ્વભરમાં ઓમિક્રોન વેરિયન્ટથી લોકોને ડરાવવાના ખૂબ પ્રયત્નો થયા. હકીકત એ છે કે જે દેશ એટલે કે દક્ષિણ આફ્રિકામાં આ વેરિયન્ટના સૌથી વધારે દર્દીઓ છે ત્યાં એનાથી કોઈ ડર નથી. લોકો સામાન્ય જિંદગી જીવી રહ્યાં છે. ઓમિક્રોન વાઈરસની શોધ કરનાર વૈજ્ઞાનિકનું પણ કહેવું છે કે ઓમિક્રોન વાઈરસ સાવ હળવો છે અને એના ચેપથી હજી સુધી કોઈનું મૃત્યુ થયું નથી. આમ છતાં યુરોપના દેશો અને અમેરિકા તેમજ ઓસ્ટ્રિયા જેવા દેશોની સરકારોએ બહાવરા બની જઈ પ્રજા પર કેટલાંક કારણ વગરનાં નિયંત્રણો નાંખી દીધાં. આ નિયંત્રણો સામે વિવિધ દેશોની પ્રજામાં ભયંકર ગુસ્સો છે. માંડ માંડ થાળે પડતાં લોકોનાં જીવનને ફરીથી ખોરવવાનો પ્રયાસ હવે લોકો સાંખી લેવા તૈયાર નથી. જર્મની, ઓસ્ટ્રિયા, ઇંગ્લેન્ડ તેમજ અમેરિકા જેવા દેશોમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યાં અને સરકારનો વિરોધ કર્યો. ઇંગ્લેન્ડ રહેતા કેટલાક બિનનિવાસી ભારતીયો સાથે વાત કરતા જાણવા મળ્યું કે ઇંગ્લેન્ડના સામાન્ય લોકો ઓમિક્રોન કરતાં શરદીના વાઈરસથી વધુ ત્રસ્ત છે. ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરિસ જોન્સનને જોકર જેવા ગણાવી એનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ઇંગ્લેન્ડમાં થયેલા કેટલાક સર્વે પ્રમાણે તો નિતનવા ફતવાઓને કારણે બોરિસ જોન્સનની લોકપ્રિયતા ઝડપથી ઘટી રહી છે. જર્મની, ઓસ્ટ્રિયા કે સ્વિડન જેવા યુરોપના દેશોમાં પણ લોકોની એક જ વાત છે : ‘અમે હવે આવા નવા નવા વાઈરસથી ડરવાના નથી. કોઈપણ લોકડાઉન કે બીજા નિયમો માટે અમે તૈયાર નથી. અમને અમારી રીતે શાંતિથી કામ કરવા દો.’ અમેરિકામાં પણ લોકો કહી રહ્યાં છે કે ઓમિક્રોન વાઈરસનો ચેપ લાગે તો પણ શું? ચાર દિવસમાં સારા થઈ જઈશું. ભારતમાં ન્યુમોનિયા, ફ્લૂ, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કેન્સર કે હૃદયરોગથી દરરોજ જેટલાં મૃત્યુ થાય છે એના 0.0001 ટકા મૃત્યુ પણ ઓમિક્રોન વાઈરસથી થયાં નથી. આપણા દેશમાં પણ કેટલાક સ્થાપિત હિતોએ કોરોના દરમિયાન અઢળક કમાણી કરી હતી. એ જ સ્થાપિત હિતો પાછાં સક્રિય થઈ ગયાં છે. એમનાં મોઢાંમાંથી લાળ ટપકવા માંડી છે. હવે ત્રીજા બુસ્ટર ડોઝનું માર્કેટિંગ મફતમાં થઈ રહ્યું હોવાથી રસી બનાવતી કંપનીઓને પણ એકાએક લોકોના ડરમાં લાભ દેખાઈ રહ્યો છે. સરકાર એક તરફ એવો પ્રચાર કરે છે કે રસીના બંને ડોઝ લઈ લીધા હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજી તરફ સરકારને પોતાની રસી પર જ વિશ્વાસ નથી. એટલે ત્રીજા બુસ્ટર ડોઝની વાતો કરી રહી છે. જો બે ડોઝ પછી પણ કોઈ સલામત નથી તો ત્રીજા ડોઝ પછી સલામત થઈ જવાશે એનો કોઈ પુરાવો સત્તાધીશો આપી રહ્યા નથી. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓ અબજો ડોલરના બુસ્ટર ડોઝ બનાવીને બેઠી છે. આ બુસ્ટર ડોઝના નિકાલ માટે આફ્રિકાના ગરીબ દેશોમાંથી ઓમિક્રોન શોધવામાં આવ્યો હોય એવું વધુ લાગે છે. ભારતની જ બાયો કંપનીઓ 30 કરોડ બુસ્ટર ડોઝ બનાવીને માર્કેટ શોધી રહી છે. નવાઈની વાત એ છે કે થોડા મહિના પહેલાં દેશના દરેક મોટાં શહેરોમાં કોરોનાના હજારો કેસ દરરોજ મળતા હતા, ત્યારે પણ નહીં હલનારાઓ ઓમિક્રોનના દસ-બાર કેસ મળતાં હલી જાય એ માનવામાં આવે એવું છે ખરું? ⬛vikramvakil@rediffmail.com

અન્ય સમાચારો પણ છે...