તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાઈટ હાઉસ:જે વાંચે તે રહે જીવંત

4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વાંચનની ટેવ ખીલવવાના બીજા અનેક કારણો છે, જેમ કે વાંચનથી આપણે વધુ શીખીએ છીએ

- રાજુ અંધારિયા

શાહરુખ ખાન, મહાત્મા ગાંધી, બિલ ગેટ્સ, વોરન બફેટ, પ્રિયંકા ચોપરા, ઈલન મસ્ક, ચેતન ભગત, માર્ક ઝૂકરબર્ગ, એ.પી.જે. અબ્દુલ કલામ, બરાક ઓબામા... આ બધા પોતપોતાના ક્ષેત્રમાં આગવું અને ટોચનું સ્થાન ધરાવનારા મહાનુભાવો છે. જો કે આ બધામાં એક વાત કોમન છે: એ બધા વાંચનના રસિયા છે! વેલ, શરીરને ખોરાકની જરૂર છે એમ મન માટે વાંચન આવશ્યક છે. સફળતા મેળવવા વાંચન કરવું જરૂરી છે. અહીં પુસ્તકીયા કીડા બનવાની વાત નથી, પરંતુ જેમાં રસ પડે એવું કંઈક વાંચન રોજ કરવું એ કરિયર કે પ્રોફેશનને આગળ વધારવાનો ઉત્તમ માર્ગ છે. વાંચન બ્રેઈન બૂસ્ટર છે, બ્રેઈન ટોનિક છે, સાથે જ એ અલ્ઝાઇમર્સ સહિત ચિત્તભ્રમ જેવી વ્યાધિનું જોખમ પણ ઘટાડે છે એવું સાબિત કરતા અનેક સંશોધન થયા છે.

મગજના એ ભાગો જે અન્ય કાર્યો જેવાં કે દૃષ્ટિ, ભાષા, એક સાથે બીજી બાબતને જોડી-સંકલિત કરીને શીખવાની વૃત્તિ વગેરે માટે વિકસિત થયાં હોય છે જે વાંચન માટે ચોક્કસ ન્યુરલ સર્કિટમાં જોડાય છે. આનો અર્થ એ થયો કે ચિત્રો અને વાણીની પ્રક્રિયા કરતાં વાંચન વધુ ન્યુરોબાયોલોજીકલી ડિમાંડિંગ છે. વાંચનથી મગજ ધ્યાન કેન્દ્રિત કરવા માટે કેળવાય છે, એથી ગ્રહણશક્તિમાં વધારો થાય છે. બીજા એક સંશોધન મુજબ આપણે વાંચીએ છીએ ત્યારે આપણને વિચારવાનો વધુ સમય મળે છે. વાંચનને સરળ શબ્દોમાં સમજીએ તો એ જોવાની, સાંભળવાની, સમજવાની, અનુભવવાની, કોઈ એકને બીજી વાત સાથે જોડવાની-સંકલિત કરવાની, યાદ કરવાની, શીખવાની, તર્ક કરવાની, કલ્પના કરવાની, વિશ્લેષણ કરવાની, પરખ કરવાની, મનન કરવાની, ગ્રહણ કરવાની કુશળતા ખીલવવા માટે એક અતિ મદદરૂપ પ્રક્રિયા છે. આ રીતે વાંચન સમગ્ર દિમાગ માટેની એક ઉપયોગી કસરત છે, જેમાં મગજના બંને – ડાબા અને જમણા ભાગનો ઉપયોગ થાય છે. બીજા શબ્દોમાં, વાંચન એક ઓલ-ટાઇમ ફેવરિટ લર્નિંગ ટૂલ છે.

વાંચનની ટેવ ખીલવવાના બીજા પણ અનેક કારણો છે, જેમ કે વાંચનથી આપણે વધુ શીખીએ છીએ, જગતના અફલાતૂન દિમાગવાળા લોકોને ‘મળીએ’ છીએ અને એમની સાથે ‘વાતચીત’ કરીએ છીએ, માનવીય ભાવનાઓની વિવિધતા અનુભવીએ છીએ, આપણા શબ્દભંડોળમાં વધારો થાય છે, પ્રેરણા મેળવીએ છીએ, ટાઇમ-ટ્રાવેલ કરી શકીએ છીએ, ઘણીવાર આપણા બાળપણને ફરી જીવી લઈએ છીએ, કંટાળો સો ગાઉ છેટો રહે છે, ભાષાની આપણી કુશળતા વધુ સારી બને છે, જે તે બાબતનો સંદર્ભ સમજીને એના વિશે બહેતર અને ઘણીવાર અનોખી સૂઝબૂઝ કેળવાય છે, આપણું દિમાગ ‘શેતાનનું કારખાનું’ થતાં (નિંદા, કૂથલી કરવાનું) અટકી જાય છે, બીજા સાથે વધુ સારી રીતે વાત કરીને આપણું દ્રષ્ટિબિંદુ વધુ સારી રીતે સમજાવી શકીએ છીએ – વાંચનથી થતાં આ અને આવા બીજા અનેક ફાયદા શું કોઇપણ વ્યક્તિએ ધારેલી સફળતા મેળવવા માટે જરૂરી નથી લાગતા? ટૂંકમાં, વાંચન આપણા શારીરિક, માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક અસ્તિત્વના મૂલ્યમાં વધારો કરે છે. એટલે તો ભારતીય અભિનેત્રી, ગાયિકા, ફિલ્મ પ્રોડ્યુસર, પરોપકારી પ્રવૃત્તિમાં સક્રિય અને મિસ વર્લ્ડ 2000ની વિજેતા પ્રિયંકા ચોપરા કહે છે: ‘પુસ્તક વાંચન અને કિંમતી-મોંઘાં કપડાં ખરીદવા એ બેમાંથી મારે કોઈ એકની પસંદગી કરવાની હોય તો હું અચૂકપણે પુસ્તક વાંચવાનું પસંદ કરુ.’ rajooandharia@gmail.com

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો